ઓનલાઈન મેટ્રિમોનિયલ/ડેટિંગ ફ્રોડ રોમાન્સ સ્કેમ્સ પ્રેમની જાળમાં ફસાવી પૈસા પડાવતા ઠગોથી સાવધાન!

FEATURED

6/5/20251 min read

આ હકીકત બની ગઈ છે કે આજના ડિજિટલ યુગમાં, પ્રેમ અને સંબંધો શોધવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સ અને ડેટિંગ એપ્સ ખૂબ સામાન્ય બની ગયા છે. પરંતુ, આ જ બધા પ્લેટફોર્મ્સ પર સાયબર અપરાધીઓ પણ ખુબ સક્રિય છે, જેઓ એકલતાનો લાભ ઉઠાવીને લોકોને ભાવનાત્મક રીતે ફસાવે છે અને પછી પૈસા પડાવે છે. આ પ્રકારની છેતરપિંડીને ઓનલાઈન મેટ્રિમોનિયલ/ડેટિંગ ફ્રોડ અથવા રોમાન્સ સ્કેમ્સ કહેવાય છે.

જો તમે અથવા તમારા કોઈ પરિચિત આવા ફ્રોડનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં. ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cybercrime Reporting Portal - cybercrime.gov.in) તમારી મદદ માટે છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા જ આવા ગુનાઓની ફરિયાદ નોંધાવી શકો છો.

મહત્વપૂર્ણ: જો આ ફ્રોડમાં તમારા પૈસા ગયા હોય, તો બને તેટલી જલ્દી, એટલે કે ૨૪ કલાકની અંદર ફરિયાદ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી તમારા પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય. તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરો અથવા ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરો.

હાલો તો સમજીએ કે !! આ ઓનલાઈન મેટ્રિમોનિયલ/ડેટિંગ ફ્રોડ (રોમાન્સ સ્કેમ્સ) શું છે?

પ્રભાવમાં પાડવા માટે રોમાન્સ સ્કેમ્સમાં ગુનેગારો પોતાને ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેમ કે મેટ્રિમોનિયલ સાઇટ્સ, ડેટિંગ એપ્સ, સોશિયલ મીડિયા પર પોતાની નકલી પ્રોફાઇલ બનાવે છે. તેઓ પોતાને આકર્ષક, શિક્ષિત, અને વિદેશમાં રહેતા ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન વગેરે વ્યક્તિ તરીકે રજૂ કરે છે. ફાંકડું અંગ્રેજી બોલતા કે પ્રભાવશાળી વાત ચિત કરે છે તેઓ જએની સાથે છેતરપિંડી કરવાના છે તેની સાથે ભાવનાત્મક સંબંધ બાંધે છે,અને પછી તે વિશ્વાસ કેળવે છે, અને પછી કોઈ એવી પારિસ્થિ નું નિર્માણ બતાવે છે કે જેમાં તે કટોકટી કે આકસ્મિક જરૂરિયાતના ઊભી થય હોય એવું બતાવે છે અને બાદમાં તેના બહાને પૈસા માંગે છે અથવા અન્ય કોઈ ઈચ્છા પ્રગટ કરે છે.

હાલો સમજીએ રોમાન્સ સ્કેમ્સ કેવી રીતે થાય છે અને તેના સાવ સામાન્ય તબક્કાઓ કેવા હોય છે?

૧. વિશ્વાસ કેળવવો (Building Trust): પેલાતો ગુનેગારો એક આકર્ષક અને વિશ્વસનીય પ્રોફાઇલ બનાવે છે, જેમાં મોડેલ કે અન્ય કોઈના ચોરેલા ફોટા હોય છે અને જોકે હવે તો AI છેજ તો તેમાં ફોટો બનાવડાવી લે છે, બાદમાં તેમાં તેઓ તમારો કે વ્યક્તિનો સંપર્ક કરે છે અને ધીમે ધીમે ભાવનાત્મક સંબંધ બાંધે છે, પ્રેમ અને ભવિષ્યના સપનાની વાતો કરે છે. અને ગજબની વાત એ છે કે તેઓ દિવસો, અઠવાડિયા કે મહિનાઓ સુધી વ્યક્તિ સાથે ચેટિંગ, કોલ કે વીડિયો કોલ દ્વારા વાતચીત ચાલુ રાખે છે, જેથી વ્યક્તિને લાગે કે આ એક વાસ્તવિક સંબંધ છે. જોકે, ટેકનોલોજી નો દૂરઉપયોગ કરી વીડિયો કોલમાં ઘણીવાર તેઓ ડીપફેકનો ઉપયોગ પણ કરી લે છે.

૨. પૈસા માંગવા માટે બહાના (Excuses to Ask for Money): તેઓ એટલી કરામત કરતાં હોય છે જ્યારે એકવાર વ્યક્તિ સાથે વિશ્વાસ કેળવાઈ જાય, પછી ગુનેગારો ધીમે ધીમે પૈસા માંગવાનું શરૂ કરે છે. તેમના બહાના ખૂબ જ ભાવનાત્મક અને તાત્કાલિક હોય છે, જેવા કે: મેડિકલ ઇમરજન્સી: પોતે બીમાર છે, પરિવારમાં કોઈ બીમાર છે અને સારવાર માટે પૈસા જોઈએ છે. બિઝનેસ લોસ/ઓળાયેલા પૈસા: તેમનો બિઝનેસ ખોટમાં ગયો છે કે પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અને તાત્કાલિક જરૂર છે. વિઝા/ટ્રાવેલ ખર્ચ: તમને મળવા ભારત આવવા માટે વિઝા, પ્લેનની ટિકિટ કે અન્ય ટ્રાવેલ ખર્ચ માટે પૈસા જોઈએ છે. કસ્ટમ્સ/ગિફ્ટ ક્લિયરન્સ: તમારા માટે મોકલેલી મોંઘી ગિફ્ટ કે મોટી રકમ કસ્ટમ્સમાં અટવાઈ ગઈ છે અને તેને છોડાવવા માટે પૈસા જોઈએ છે. કાયદાકીય સમસ્યા: તેમને કોઈ કાયદાકીય મુશ્કેલીમાં ફસાવવામાં આવ્યા છે અને વકીલની ફી માટે પૈસા જોઈએ છે. ઇન્વેસ્ટમેન્ટ/નવી તક: કોઈ મોટી રોકાણની તક છે અને તેમાં પૈસા લગાવવા માટે જરૂર છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે તેઓ હંમેશા અંગત બેંક ખાતા, વેસ્ટર્ન યુનિયન, મની ગ્રામ, કે ક્રિપ્ટોકરન્સી જેવા માધ્યમોનો ઉપયોગ કરવાનું કહે છે.અને તેમની વાત એકદમ જ સહજ લાગતી વાસ્તવિક જેવી હોય છે તમને ભ્રમ માં રાખી છેતરપિંડી કરી નાખે છે.

૩. ધાક ધમકી અને બ્લેકમેલિંગ (Threats and Blackmailing): કેટલાક કિસ્સાઓમાં, જો વ્યક્તિ પૈસા આપવાનો ઇનકાર કરે, તો ગુનેગારો એવી ધમકી આપવાનું કે બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે કે તેઓ વ્યક્તિની અંગત માહિતી, ફોટા કે વીડિયોનો દુરુપયોગ કરી શકે છે.એટલે વ્યક્તિ ડર માં ગભરાઈ ને ખોટ પગલાં લ્યે છે અથવા તેની વાત માનવ લાગે છે.

જોકે હાલ માં ઘણી રોમાન્સ સ્કેમ્સની બદલાતી પદ્ધતિઓ પણ સામે આવી છે. (Evolving Tactics):

  • ક્રિપ્ટોકરન્સી સ્કેમ્સ (Pig Butchering Scams): આતો એક નવીજ અને ખૂબ જ નફાકારક પદ્ધતિ છે જ્યાં સ્કેમર્સ શરૂઆતમાં રોમેન્ટિક સંબંધ બાંધે છે અને પછી ભોગ બનનારને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે. જેમાં તેઓ ખુબ પૈસા કમાયા હોય તેમાં તેઓ નકલી ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે જ્યાં શરૂઆતમાં "નફો" બતાવીને વિશ્વાસ કેળવે છે, અને એકવાર મોટી રકમનું રોકાણ થાય પછી પૈસા લઈને ગાયબ થઈ જાય છે. મને આને "પિગ બુચરિંગ સ્કેમ" પણ કહેવાય છે.

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ: સ્કેમર્સ હવે AI-જનરેટેટેડ પ્રોફાઇલ પિક્ચર્સ, વાસ્તવિક લાગતા મેસેજીસ, અને ક્યારેક ડીપફેક વીડિયો કે વોઈસ ક્લોનિંગનો ઉપયોગ કરીને ભોગ બનનારનો વિશ્વાસ વધુ ઝડપથી જીતી રહ્યા છે.જે ખુબ ખતરનાક તબક્કામાં છે

  • સ્કેમર્સની વિવિધ પ્લેટફોર્મ્સ પર નોંધપાત્ર હાજરી: માત્ર ડેટિંગ એપ્સ કે મેટ્રિમોનિયલ સાઇટ્સ જ નહીં, હવે તો સ્કેમર્સ સોશિયલ મીડિયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંકડઇન, અને મેસેજિંગ એપ્સ વોટ્સએપ, ટેલિગ્રામ, અને ઓનલાઈન ગેમ્સ દ્વારા પણ વ્યક્તિનો સંપર્ક સાધે છે.

ચાલો મારા ધ્યાન માં આવેલ થોડા વાસ્તવિક બનાવો પર નજર નાખીએ જે : ગુજરાતમાં રોમાન્સ સ્કેમ્સ અને પિગ બુચરિંગના કિસ્સાઓ બન્યા છે તેની આછેરી પ્રાસ્તાવિક સ્થતિ રજૂ કરી રહ્યો છું.

ગુજરાતમાં રોમાન્સ સ્કેમ્સ અને ખાસ કરીને "પિગ બુચરિંગ" ના અનેક કિસ્સાઓ નોંધાયા છે, જેમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.

૧. અમદાવાદ કેસ : પ્રેમનું નાટક અને ક્રિપ્ટોકરન્સીનો ફંદ

  • બનાવ (Incident): અમદાવાદના એક ૫૮ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીને એક જાણીતી ડેટિંગ એપ પર એક યુવતીનો સંપર્ક થયો. યુવતીએ પોતાને વિદેશમાં રહેતી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને મોટો નફો કમાતી સફળ મહિલા તરીકે રજૂ કરી. થોડા સમયની વાતચીત અને ભાવનાત્મક જોડાણ પછી, યુવતીએ કર્મચારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની સલાહ આપી અને એક આકર્ષક દેખાતા નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મની લિંક મોકલી. શરૂઆતમાં, કર્મચારીએ નાની રકમ (લગભગ ₹૫૦,૦૦૦) નું રોકાણ કર્યું અને પ્લેટફોર્મ પર "મોટો નફો" દેખાયો, અને તેઓ તે રકમ ઉપાડી પણ શક્યા. આનાથી તેમનો વિશ્વાસ વધ્યો અને તેમણે પેન્શન, બચત અને મિત્રો પાસેથી ઉધાર લઈને કુલ ₹૯૦ લાખનું રોકાણ કર્યું. એક દિવસ, પ્લેટફોર્મ પરથી પૈસા ઉપાડી શકાયા નહીં અને યુવતીનો સંપર્ક પણ તૂટી ગયો. તેમને સમજાયું કે તેઓ "પિગ બુચરિંગ" સ્કેમનો ભોગ બન્યા છે અને તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

  • હકીકત (Facts):

    • આ "પિગ બુચરિંગ" સ્કેમ છે, જ્યાં સ્કેમર્સ પીડિતનો ભાવનાત્મક વિશ્વાસ જીતીને તેમને નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ પ્લેટફોર્મ્સ પર મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે.

    • સ્કેમર્સ ઘણીવાર વિદેશી, સફળ અને આકર્ષક પ્રોફાઈલ બનાવશે અને પીડિતનો વિશ્વાસ જીતવા માટે લાંબો સમય (અઠવાડિયા કે મહિનાઓ) વિતાવે છે.

    • નકલી પ્લેટફોર્મ્સ શરૂઆતમાં નાનો નફો બતાવે છે અને ઉપાડવાની મંજૂરી આપે છે જેથી પીડિતનો વિશ્વાસ વધે અને તેઓ મોટી રકમનું રોકાણ કરે.

    • સંદર્ભ: Ahmedabad Cyber Crime Cell has reported numerous such "pig butchering" scam cases. In March 2023, Ahmedabad Cyber Crime registered a case where a woman lost ₹1.37 crore in a similar crypto romance scam.

      • સ્રોત: The Times of India - "Ahmedabad: Woman loses ₹1.37 crore in crypto romance scam" (March 22, 2023)

૨. સુરત કેસ : વિદેશી પ્રેમ અને ઇમરજન્સી થયાના બહાનાઓ.

  • બનાવ (Incident): આપણાં સુરતના એક ૪૫ વર્ષીય વેપારીને ફેસબુક પર એક વિદેશી મહિલા મિત્રતાની વિનંતી મોકલી. મહિલાએ પોતાને યુકેમાં રહેતી એક અનાથ અને સફળ બિઝનેસવુમન તરીકે રજૂ કરી. થોડા સમયની વાતચીત પછી, તેણે વેપારી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભારત આવવાની યોજના બનાવી. જોકે, ભારત આવતા પહેલા, તેણે "એરપોર્ટ પર કસ્ટમ્સમાં ફસાઈ ગઈ છું," "મેડિકલ ઇમરજન્સી આવી ગઈ છે," અથવા "ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ માટે પૈસાની જરૂર છે" જેવા વિવિધ બહાના હેઠળ પૈસા માંગવાનું શરૂ કર્યું. વેપારીએ તેની વાત પર વિશ્વાસ કરીને ₹૩૦ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી. પૈસા મળ્યા પછી, મહિલાનો સંપર્ક તૂટી ગયો અને વેપારીને સમજાયું કે તેઓ છેતરાયા છે.

  • હકીકત (Facts):

    • આ એક ક્લાસિક રોમાન્સ સ્કેમ છે જ્યાં સ્કેમર્સ વિદેશી, ઉચ્ચ હોદ્દાવાળી અથવા ભાવનાત્મક રીતે નબળી ઓળખ અપનાવે છે.

    • તેઓ વ્યક્તિ સાથે ભાવનાત્મક સંબંધ બાંધે છે અને ભવિષ્યના સપનાની વાતો કરે છે.

    • "કટોકટીની સ્થિતિ" અથવા "તાત્કાલિક જરૂરિયાત" ના બહાના હેઠળ પૈસા માંગે છે.

    • તેઓ ક્યારેય રૂબરૂ મળતા નથી અને હંમેશા કોઈને કોઈ કારણસર મળવાનું ટાળે છે.

    • સંદર્ભ: Surat Cyber Crime Cell has handled numerous cases of such foreign romance scams. In 2023, a Surat resident lost ₹40 lakh in a similar scam.

૩. રાજકોટ કેસ :મોંઘી ગિફ્ટ અને કસ્ટમ્સ ક્લિયરન્સ ફ્રોડ

  • બનાવ (Incident): આપણાં રાજકોટના એક ૬૦ વર્ષીય નિવૃત્ત બેંક મેનેજરને સોશિયલ મીડિયા પર એક વિદેશી પુરુષ સાથે મિત્રતા થઈ. પુરુષે પોતાને લંડનમાં રહેતો એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખાવ્યો. થોડા સમયની વાતચીત પછી, તેણે મેનેજરને એક મોંઘી ગિફ્ટ (જેમાં આઈફોન, સોનાના ઘરેણાં અને પાઉન્ડ) મોકલવાનું વચન આપ્યું. થોડા દિવસો પછી, મેનેજરને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જેમાં ફોન કરનારે પોતાને દિલ્હી એરપોર્ટના કસ્ટમ્સ ઓફિસર તરીકે ઓળખાવ્યો. તેણે કહ્યું કે મેનેજરનું પાર્સલ આવ્યું છે અને તેને રિલીઝ કરવા માટે ₹૫૦,૦૦૦ ની કસ્ટમ્સ ડ્યુટી ચૂકવવી પડશે. મેનેજરે પૈસા ટ્રાન્સફર કર્યા, પણ પછી "એન્ટી-મની લોન્ડરિંગ ક્લિયરન્સ" અને "ટેક્સ" ના નામે વધુ પૈસા માંગવામાં આવ્યા. આ રીતે, મેનેજર પાસેથી કુલ ₹૫ લાખથી વધુ પડાવવામાં આવ્યા, પણ ગિફ્ટ ક્યારેય મળી નહીં.

  • હકીકત (Facts):

    • આ આમ જોઈએ તો એક સામાન્ય "ગિફ્ટ ફ્રોડ" છે, જે ઘણીવાર રોમાન્સ સ્કેમ્સ સાથે જોડાયેલો હોય છે.

    • સ્કેમર્સ દાવો કરે છે કે તેમણે મોંઘી ગિફ્ટ મોકલી છે, અને પછી કસ્ટમ્સ ડ્યુટી, ટેક્સ અથવા ક્લિયરન્સ ફી ના નામે પૈસા પડાવે છે.

    • યાદ રાખો, વાસ્તવિક કસ્ટમ્સ વિભાગ ક્યારેય ફોન કે SMS દ્વારા ફીની માંગણી કરતો નથી અને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેતો નથી.

    • સંદર્ભ: Rajkot Cyber Crime Cell has frequently reported such gift frauds, often linked to international scam rings operating from other countries.

      • સ્રોત: Divya Bhaskar - "રાજકોટમાં ગિફ્ટના નામે ઠગાઈ: વિદેશી મિત્રતા કરી ૬.૪૦ લાખ પડાવ્યા" (Dec 22, 2023)

સમજદાર બનીએ તો આવો રોમાન્સ સ્કેમ્સ અને પિગ બુચરિંગથી બચવા માટે: શું કરવું અને શું ન કરવું! તે જોઈએ .

✅ શું કરવું (DOs):

  • સતર્ક બનો : જ્યારે કોઈ વ્યક્તિ તમને ખૂબ જ ઝડપથી અને અવાસ્તવિક રીતે પ્રેમનો પ્રસ્તાવ મૂકે, ભવિષ્યના સપના બતાવે, અને ક્યારેય રૂબરૂ મળવા ન આવે, તો તેવી બાબતે શંકાશીલ બનો.

  • તેમના પ્રોફાઇલની ખરાઈ કરો: વ્યક્તિની પ્રોફાઇલ પરના ફોટા, માહિતી, અને સોશિયલ મીડિયા પર તેમની હાજરી (જો હોય તો) તપાસો. ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરીને ફોટા અસલી છે કે ચોરેલા તે ચકાસો.

  • હમેશા ધીમે ધીમે આગળ વધો: સંબંધોમાં કોઈ ઉતાવળ ન કરો. વ્યક્તિને ઓળખવા માટે પૂરતો સમય લો.

  • પૈસા માંગણીથી સાવધાન: જ્યારે કોઈ વ્યક્તિ, ખાસ કરીને તમે જેને રૂબરૂ મળ્યા નથી, તે પૈસા, ગિફ્ટ કાર્ડ્સ, કે ક્રિપ્ટોકરન્સી માંગે તો તે ૧૦૦% છેતરપિંડી જ છે.

  • વૈકલ્પિક માધ્યમોથી તેમની ઓળખ ચકાસો: જો શક્ય હોય તો, વીડિયો કોલ દ્વારા વ્યક્તિની ઓળખ ચકાસો. જો તેઓ વીડિયો કોલ ટાળે કે બહાના બનાવે, તો તે શંકાસ્પદ છે.

  • તમારી અંગત માહિતી સુરક્ષિત રાખો: તમારી બેંક વિગતો, સરનામું, જન્મ તારીખ, કે અન્ય સંવેદનશીલ માહિતી ક્યારેય ભૂલ થી પણ શેર ન કરો.

  • ઉપયોગ કરતાં પ્લેટફોર્મને જાણ કરો: જો તમને કોઈ પ્રોફાઇલ શંકાસ્પદ લાગે, તો તરત જ સંબંધિત મેટ્રિમોનિયલ સાઇટ કે ડેટિંગ એપ્લિકેશનના સપોર્ટ ટીમની જાણ કરો.

  • મિત્રો/પરિવાર સાથે વાત કરો: સૌથી જરૂરી છે કે જો તમે કોઈ નવા ઓનલાઈન સંબંધમાં છો, તો તમારા વિશ્વાસપાત્ર મિત્રો કે પરિવારજનો સાથે તે વિશે વાત કરો. ઘણીવાર બહારની વ્યક્તિ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

❌ શું ન કરવું (DON'Ts):

  • તેમને પૈસા ક્યારેય ન મોકલો: તે કોઈ પણ બહાને, ભલે તે કેટલું પણ ભાવનાત્મક હોય, ઓનલાઈન સંપર્ક કરેલા વ્યક્તિને પૈસા ક્યારેય ન મોકલો.

  • તેમના અન્ય પ્લેટફોર્મ પર ઝડપથી શિફ્ટ ન થાઓ: જો તેઓ તમને મેટ્રિમોનિયલ સાઇટ/ડેટિંગ એપ પરથી ઝડપથી પર્સનલ મેસેજિંગ એપ્સ જેમ કે વોટ્સએપ પર શિફ્ટ થવા માટે દબાણ કરે, તો સાવધાન રહો.

  • નકલી રોકાણ યોજનાઓમાં ફસાવશો નહીં: કેટલાક સ્કેમર્સ પ્રેમ સંબંધ બાંધ્યા પછી તમને ક્રિપ્ટોકરન્સી કે અન્ય નકલી રોકાણ યોજનાઓમાં પૈસા લગાવવા માટે પ્રોત્સાહિત કરશે. તેમાં ક્યારેય ન ફસાવશો.

  • બ્લેકમેલિંગથી ડરશો નહીં: જો તમને ધમકી આપવામાં આવે કે બ્લેકમેલ કરવામાં આવે, તો ગભરાશો નહીં. તરત જ પોલીસનો સંપર્ક કરો અને તેમને બ્લોક કરો.

  • કોઈપણ સંજોગો માં અંગત ફોટા/વીડિયો શેર ન કરો: તમને બ્લેકમેલ કરવા માટે થઈ શકે તેવા કોઈપણ અંગત ફોટા કે વીડિયો શેર ન કરો.

ચાલો સમજીએ ફરિયાદ નોંધાવવા માટે શું જોઈએ : સ્ટેપ બાય સ્ટેપ.

ફરિયાદ નોંધાવતા પહેલા આટલી માહિતી અને દસ્તાવેજો તૈયાર રાખો:

  • બનેલ છેતરપિંડીની તારીખ અને સમય: ક્યારથી સંપર્ક થયો, ક્યારે પૈસા ચૂકવ્યા તેની ચોક્કસ માહિતી.

  • છેતરપિંડીનો પ્રકાર: રોમાન્સ સ્કેમ્સ કે અન્ય .

  • સંપર્ક માધ્યમ: કયા પ્લેટફોર્મ પર સંપર્ક થયો મેટ્રિમોનિયલ સાઇટનું નામ, ડેટિંગ એપનું નામ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગેરે.

  • ગુનેગારની વિગતો:

    • તેમની નકલી પ્રોફાઇલનું યુઝરનેમ / ID.

    • તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન નંબર, ઈમેલ આઈડી.

    • જે બેંક એકાઉન્ટ / UPI ID / ક્રિપ્ટો વોલેટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોય તેની વિગતો.

    • નકલી ઓળખપત્રો કે દસ્તાવેજો જો મોકલ્યા હોય તો

  • નાણાકીય વિગતો:

    • તમારી બેંકનું નામ, એકાઉન્ટ નંબર.

    • ચૂકવેલી કુલ રકમ અને દરેક ટ્રાન્ઝેક્શનની વિગત.

    • ટ્રાન્ઝેક્શન આઈડી / રેફરન્સ નંબર.

    • બેંક સ્ટેટમેન્ટ: જેમાં ચૂકવેલા પૈસાના તમામ ટ્રાન્ઝેક્શન્સ સ્પષ્ટપણે દેખાતા હોય.

  • પરસ્પર વાતચીતના પુરાવા:

  • મેટ્રિમોનિયલ સાઇટ / ડેટિંગ એપ / સોશિયલ મીડિયા પરની ચેટ્સના સ્ક્રીનશોટ.

  • ઇમેલના સ્ક્રીનશોટ.

  • વોટ્સએપ/અન્ય મેસેજિંગ એપની ચેટ્સના સ્ક્રીનશોટ.

  • કોલ રેકોર્ડિંગ.

  • ગુનેગારે મોકલેલા કોઈપણ ફોટા, વીડિયો કે દસ્તાવેજો.

  • તમારી અંગત વિગતો: નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ આઈડી.

હાલો તો નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે નોંધાવવી! એ તબક્કાવાર સમજીએ!

અગત્યનો મુદ્દો: જો તમારા પૈસા ગયા હોય, તો સૌ પ્રથમ તમારી બેંકનો સંપર્ક કરો અને તેમને ફ્રોડ વિશે જાણ કરો. પછી તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.

તબક્કો ૧:નેશનલ પોર્ટલ પર જાઓ અને તાત્કાલિક કાર્યવાહી કરો

  • સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં www.cybercrime.gov.in વેબસાઇટ ખોલો.

  • હોમપેજ પર તમને "File a Complaint" અથવા "शिकायत दर्ज करें" નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

  • જો પૈસાની છેતરપિંડી થઈ હોય, તો વેબસાઈટ પર "Report Financial Fraud" નો અલગ વિકલ્પ હોય શકે છે અથવા સીધો ૧૯૩૦ નંબર પર ફોન કરવાની સૂચના પણ હોય શકે છે. ૧૯૩૦ પર ફોન કરવો એ પૈસા ફ્રીઝ કરાવવા માટેનો સૌથી ઝડપી માર્ગ છે.

તબક્કો ૨: શરતો સ્વીકારો અને આગળ વધો

  • પોર્ટલ સુવિધા ઉપયોગની બદલ શરતો (Terms and Conditions) વાંચો અને "I Accept" (હું સ્વીકારું છું) પર ક્લિક કરીને "Submit" અથવા "Proceed" કરો.

તબક્કો ૩: ફરિયાદનો પ્રકાર પસંદ કરો

  • હવે તમને "Report Cyber Crime" અને "Report Other Cyber Crime" વિકલ્પો દેખાશે તેમાં .

  • નાણાકીય છેતરપિંડી માટે "Report Cyber Crime" પર ક્લિક કરો.

તબક્કો ૪: નાગરિક લોગિન (Citizen Login)

  • જો તમે પહેલીવાર ફરિયાદ કરી રહ્યા છો, તો "New User? Click Here to Register" પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી શકો છો.

  • તમારું રાજ્ય, યુઝરનેમ (સામાન્ય રીતે મોબાઈલ નંબર), ઈમેલ આઈડી દાખલ કરો.

  • મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

  • હવે તમારા મોબાઈલ નંબર અને OTP/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.

  • જો તમે પહેલાથી રજીસ્ટર થયેલા છો, તો સીધા લોગિન કરો.

તબક્કો ૫: ઘટનાની વિગતો દાખલ કરો (Incident Details)

  • આપના લોગિન કર્યા પછી, "Incident Details" ફોર્મમાં નીચે મુજબની વિગતો ભરો:

  • "Category of Complaint": અહીં "Financial Frauds" પસંદ કરો. પેટા-વિકલ્પમાં "Matrimonial Fraud", "Dating Fraud", "Romance Scam" અથવા "Social Media Related Crime" હેઠળ યોગ્ય ઓપ્શન સિલેકટ કરો.

  • "Date and Time of Incident": ક્યારથી સંપર્ક થયો અને ક્યારે પૈસા ચૂકવ્યા તેની વિગત.

  • "Mode of Fraud": છેતરપિંડી કેવી રીતે થઈ (દા.ત., Online Matrimonial Site, Dating App, Social Media, Email, Call).

  • "Platform Used for Fraud": ચોક્કસ મેટ્રિમોનિયલ સાઇટ, ડેટિંગ એપ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ દા.ત., Jeevansathi, Shaadi.com, Tinder, Facebook, Instagram.

  • "Amount Involved": કુલ કેટલી રકમની છેતરપિંડી થઈ.

  • "Transaction Details": ટ્રાન્ઝેક્શન આઈડી, કઈ બેંકમાંથી ચૂકવણી થઈ, કોના ખાતામાં પૈસા ગયા.

  • "Suspect Details": ગુનેગારની પ્રોફાઇલ ID, ફોન નંબર, ઈમેલ આઈડી, બેંક એકાઉન્ટ નંબર કે UPI ID.

  • "Brief description of incident": બનેલ ઘટનાનું ટૂંકું અને સ્પષ્ટ વર્ણન કરો. કે કેવી રીતે સંપર્ક થયો, શું વાતચીત થઈ, કયા બહાને પૈસા માંગવામાં આવ્યા, અને કેવી રીતે છેતરપિંડી થઈ તેની વિગતો આપો વિગેરે .

  • બધી વિગતો ભર્યા પછી, "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૬: શંકાસ્પદ વ્યક્તિની વિગતો (Suspect Details) -

  • આ વિભાગમાં તમારી સાથે છેતરપિંડી કરનાર વિશેની કોઈપણ વધારાની માહિતી દાખલ કરો.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૭: પીડિતની વિગતો (Victim Details)

  • આ વિભાગમાં તમારી અંગત વિગતો દાખલ કરો: પૂરું નામ, સરનામું, સંપર્ક માહિતી વગેરે.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૮: પુરાવા અપલોડ કરો (Upload Evidence)

  • આ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. કે તમારી પાસે જે પણ પુરાવા હોય, તે અહીં અપલોડ કરો:

  • મેટ્રિમોનિયલ/ડેટિંગ પ્રોફાઇલના સ્ક્રીનશોટ.

  • તમામ ચેટ કન્વર્ઝેશનના સ્ક્રીનશોટ.

  • ગુનેગારે મોકલેલા ફોટા/વીડિયો.

  • પૈસા ચૂકવ્યાના બેંક સ્ટેટમેન્ટ.

  • ગુનેગાર સાથેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ.

  • આ બધા પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૯: વિગતોની સમીક્ષા અને કન્ફર્મ કરો (Review and Confirm)

  • તમે દાખલ કરેલી બધી જ વિગતોની ફરી એકવાર સમીક્ષા કરો.

  • અને જો બધી માહિતી સાચી હોય તો બાદમાં "Confirm & Submit" પર ક્લિક કરો.

તબક્કો ૧૦: ફરિયાદ સબમિટ અને Acknowledgment નંબર મેળવો

  • ફરિયાદ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, તમને એક Acknowledgment Number (ફરિયાદ નંબર) મળશે.

  • આ નંબરને સાચવીને રાખો. તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકો છો.

  • તમને તમારી ફરિયાદની PDF કોપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. તેને પણ સાચવી રાખો. તેમજ પ્રિન્ટ કાઢી રાખવી અને આગળ પોલીસ કાર્યવાહી માટે તેમનો સંપર્ક કરવો.

ખાસ યાદ રાખો: રોમાન્સ સ્કેમર્સ ખૂબ જ ચાલાક હોય છે અને તેઓ તમારી ભાવનાઓ સાથે રમે છે. પ્રેમની શોધમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. જો તમે આવા ફ્રોડનો શિકાર બનો છો, તો શરમ અનુભવશો નહીં, કારણ કે આવા ગુનેગારો ખૂબ જ નિપુણ હોય છે. તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો (www.cybercrime.gov.in) અથવા હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરો.

સંબંધિત પોસ્ટ