અમે છીએ ભાનુમતી ફાઉન્ડેશન: દેશી સાયબર સેવા પ્રોજેક્ટ

અમે બધા ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બર દ્વારા ભાનુમતી ફાઉન્ડેશન ખાતે સાઇબર અવેરનેસ માટે આ પ્લેટફોર્મ બનાવી શરૂ કરવાનું નક્કી કર્યું અને તેનું સંચાલન અને વહીવટ કરવાનું નક્કી કર્યું , તે પરિણામ સ્વરૂપ અમે દેશી સાયબર સેવા પ્રોજેક્ટ ચલાવીએ છીએ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. આજના ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં, જ્યાં સાયબર જોખમો સતત વધી રહ્યા છે, ત્યાં સામાન્ય નાગરિકો માટે સુરક્ષિત રહેવું અત્યંત જરૂરી છે.

અમે માનીએ છીએ કે જાગૃતિ એ સુરક્ષાનો પાયો છે, અને આ જાગૃતિ તેમની માતૃભાષામાં, સીધી સાદી અને સરળ ભાષામાં હોવી જોઈએ. જટિલ ટેકનિકલ શબ્દો અને અંગ્રેજી પરિભાષાને બદલે, અમે એવી રીતે માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે દરેક ગુજરાતી ભાષાના જાણકાર નાગરિક, ભલે તે ગમે તેટલો ટેકનોલોજીથી અજાણ હોય, તે પણ સાયબર જોખમોને સમજી શકે અને પોતાને બચાવી શકે અને સાથો સાથ બીજા લોકો સુધી અમારા પ્રયત્નને લઈ જઈ શકે.

અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો નથી, પરંતુ યોગ્ય અને સચોટ માહિતી આપવાનો છે. અમે જે પણ વિષય પર જાગૃતિ ફેલાવીએ છીએ, તેને યોગ્યતાના ખરા માપદંડમાંથી પસાર કરીએ છીએ. એટલે કે, અમે આપેલી દરેક માહિતી વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મેળવેલી અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ હોય તેની ખાતરી કરીએ છીએ. આ બાબત જટિલતા ને સરળ કરવામાં સમય અને ખર્ચ માંગી લેતી પ્રક્રિયા છે.

અમે સતત પ્રયત્નશીલ છીએ કે અમારા પ્રયાસો દ્વારા સમાજમાં સાયબર સુરક્ષા પ્રત્યેની સમજ વધે. અમારું લક્ષ્ય એક એવું ડિજિટલ વાતાવરણ બનાવવાનું છે જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે ઓનલાઈન પ્રવૃત્તિઓ કરી શકે. ભાનુમતી ફાઉન્ડેશનનો દેશી સાયબર સેવા પ્રોજેક્ટ તમારા ડિજિટલ જીવનને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે સાયબર ગુનેગારો સામે એક ઢાલ બનીને ઊભા છીએ, અને અમારા આ પ્રયાસમાં તમારા સહકારની અપેક્ષા રાખીએ છીએ.

આજના ડિજિટલ યુગ માં આપની સાયબર સુરક્ષા માટે સેવા માં ઉપસ્થિત.

શું તમને એવું લાગે છે કે કોઈ પણ રીતે તમારી સાથે છેતરપિંડી થશે ? કે ડેટા ચોરી થઇ જશે તો ? એવું લાગી રહ્યું કે કોઈએ એ આપના ડિવાઇસને હેક કરી નાખ્યું છે! અને શું એવો ડર છે કે તમારા અંગત ફોટો અને વિડીયો વાઇરલ થી જવાનો ભય સતાવે છે અથવા હાલ માં જે ખુબ પ્રચલિત થયેલ ડિજિટલ અરેસ્ટ જેવા જોખમી કૌભાંડો થી પોતાને અને આપ્ત જનો સુરક્ષિત કરવા માંગો છો ! અમે તમારા માટે સાયબર જગતના ભયસ્થાનો ની સામે સુરક્ષિત કેવી રીતે રહવું તેના માટે આ ડિજિટલ પ્લેટફોર્મ લાવ્યા છીએ. જેવી સમસ્યા તેવું સમાધાન નવા જોખમો સામે નવા ઉપાયો , અહિયાં અમે તમને સાયબર જગતના દરેક જોખમથી વાકેફ કરીએ છીએ અને તેનાથી બચવાના અસરકારક ઉપાયો આપીએ છીએ.

અમે સાયબર જગતના અપડેટ્સ થકી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ.

એવું બની શકે છે કે આપ ઘણી બાબતો થી અજાણ હશો, કેમ કે 5G સ્માર્ટફોનના ઝડપી અને ફાસ્ટ ડિજિટલ યુગ માં આપનું લોકેશન ટ્રેસ થવા થી લઈને આપની કનેક્ટિવિટી એટલે કે વાઇ-ફાઈ થી લઈને બ્લુટૂથ હેક કરવા સુધી ના તમામ જોખમો તો છે જ ! અને હેકિંગ એ તમારી અંગત વાતો, ગોપનિયતા સામેની સુરક્ષા માટે અતિ ગંભીર ખતરો બની શકે છે.
તો એવા આ સમય માં અમે તમને આ બધા જ પ્રવર્તમાન જોખમ સામે બચવાના ઉપાયો અને માહિતી અહિયાં ઊંડાણપૂર્વક આપી છે. સાયબર સુરક્ષાને ધ્યાન માં રાખતી બધી બાબતોની સાવચેતી જણાવી છે, કેમકે અગમચેતી જ જોખમોને ટાળે છે. અહિયાં અમે તમને ઓળખની ચોરી (Identity Theft), ઓનલાઈન ગેમ્સ ફ્રોડ, ગેમિંગ ફ્રોડ, સિમ-સ્વેપ એટેક્સ, રેન્સમવેર/માલવેર હુમલા, ક્રિપ્ટોકરન્સી ફ્રોડ, અને ફિશિંગ અને સ્પિયર ફિશિંગ જેવી ઘણી બધી છેતરપિંડી અને કપટી યુક્તિઓથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત માહિતી આપીએ છીએ.

અમે માનીએ છીએ કે જાગૃતિ એ જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. તેથી જ અમારા આ પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારની મોડેસ ઓપરેન્ડી અંગે સાવધાન કરીએ છીએ.

અમે અહી માત્ર માહિતીનો સ્ત્રોત પુરતા નથી, પરંતુ તે એક એવું પ્લેટફોર્મ બનવા માંગીએ છીએ કે જે તમને સશક્ત બનાવે છે. અમે તમને સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને કાયદાકીય મદદ કેવી રીતે મેળવવી તે અંગે પણ માર્ગદર્શન આપીએ છીએ.

અમે ઈચ્છીએ છીએ કે આપ સુરક્ષિત રહો સાથે સાથે આપના સ્વજન પણ રહે, અમે તમારા ડિજિટલ જીવનને સુરક્ષિત રાખવા માટે દરેક પ્રયત્ન કરવા કટિબદ્ધ છીએ. આપના સાથ સહકારની અપેક્ષા છે. આપ બને ત્યાં સુધી લોકોને અમારા જાગૃતિના આ પ્રયત્નને પહોંચાડો.

#સાયબરસેવા #ડિજિટલસુરક્ષા #ઓનલાઈનફ્રોડ #હેકિંગ #ડેટાચોરી #ગોપનીયતા #સુરક્ષિતરહો #સાયબરક્રાઈમ #ઓળખનીચોરી #ઓનલાઈનશોપિંગફ્રોડ #મોબાઈલએપફ્રોડ #એડવર્ટાઈઝિંગID #ડીપફેક #જ્યુસજેકિંગ #ડિજિટલઅરેસ્ટ

દેશી સાયબર સેવા સમુદાયનો ભાગ બનવા બદલ આપ સર્વનો આભાર.

ज्ञान मुक्ति तथैव् च || અર્થાત : જ્ઞાન અને મુક્તિ એક જ છે.

એડવોકેટ વિવેક એ. જોષી

Founding Editor & Writer

desicyberseva@gmail.com

વેબસાઇટ ચલાવવા માટે ખર્ચ :

આ વેબસાઇટ ચલાવવાના સંચાલન ખર્ચને ટેકો આપવા અને અમારા બ્લોગને મફત ઍક્સેસ આપવાનું ચાલુ રાખવા માટે, અમે Google AdSense પ્રોગ્રામમાં ભાગ લઈએ છીએ. આનો અર્થ એ છે કે તમે અમારા પેજ પર જાહેરાતો જોઈ શકો છો. આ જાહેરાતો Google અને અમારા જાહેરાત ભાગીદારો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ જાહેરાતોમાંથી ઉત્પન્ન થતી આવક અમને વેબ હોસ્ટિંગ, સામગ્રી બનાવટ અને વેબસાઇટ જાળવણી જેવા ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરે છે. અમારી પ્રતિબદ્ધતા સૌ પ્રથમ અમારા નાગરિકો પ્રત્યે છે, અને અમે ખાતરી કરવાનો લક્ષ્ય રાખીએ છીએ કે અમારી સાઇટ પરની જાહેરાત સુસંગત અને વ્યવસ્થિત હોય.

અમે પારદર્શિતામાં માનીએ છીએ અને ઇચ્છીએ છીએ કે અમે અમારા કાર્યને કેવી રીતે ટકાવી રાખીએ છીએ તે વિશે માહિતગાર રહો. અમારી સાઇટની મુલાકાત લઈને અને અમારી કન્ટેન્ટ ઉપર આપ વાતચીત કે સૂચનો ભલામણો કરીને તમારો ટેકોઆપી રહ્યા છો, તે બદલ આપ અમને અમારા મિશનને ચાલુ રાખવાની મંજૂરી આપી રજ્ઞા છો. તેમજ વધુ આ અંગે આપ અમારી પ્રાઈવસી પોલિસી મુલાકાત લેશોજી.