
ઓનલાઈન ફ્રોડની મનોવિજ્ઞાન: લોભ અને ડરના શિકાર થતાં પહેલાં આ ટ્રિકને સમજો! | Online Fraud Psychology in Gujarati
FEATURED



મન તો બહુ ચંચળ છે , જાણકારી હોવા છતાં ભ્રમ ને આગળ ધરી દે છે , એટલે જ ડિજિટલ દુનિયામાં માનવીય મન ને છેતરવું બહુ સહેલું બની ગયું છે, ઓનલાઈન ફ્રોડની મનોવૈજ્ઞાનિક યુક્તિઓ દ્વારા જ અપરાધીઑ ઘણી હદે નિરંકુશ બન્યા છે,
આજના ડિજિટલ યુગમાં, ઓનલાઈન ફ્રોડ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમને આ વિશે લાગે કે ઘણી ખબર રાખીએ છીએ અને આપણે જાણીએ પણ છીએ કે "કોઈ અજાણ્યા વ્યક્તિને OTP ન આપવો" અથવા "અજાણી લિંક પર ક્લિક ન કરવું," છતાં ઘણા લોકો વારંવાર છેતરપિંડીનો ભોગ બને છે. આનું મુખ્ય કારણ એ છે કે સાયબર ગુનેગારો માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેઓ માનવ મનોવિજ્ઞાનને પણ ખૂબ સારી રીતે સમજે છે.
આ બ્લોગ પોસ્ટમાં, આપણે જાણીશું કે કેવી રીતે સાયબર ગુનેગારો લોકોના લોભ, ડર, સત્તા અને લાગણીઓ જેવી નબળાઈઓને નિશાન બનાવીને તેમને જાળમાં
ફસાવે છે. આ યુક્તિઓને સમજવાથી આપણે આવા ફ્રોડથી બચી શકીશું.

લોભ (Greed) આધારિત યુક્તિઓ: "ઝડપથી પૈસા કમાવવાની લાલચ"
લોભ એ સૌથી શક્તિશાળી માનવીય લાગણીઓમાંની એક છે. સાયબર ગુનેગારો આ લાગણીનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે. અને કહેવત છે કે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે!!
લોટરી કે ઇનામ ફ્રોડ Lottery or Prize Scams: તમને ઈમેલ કે સોશ્યલ મીડિયા માં મેસેજ આવશે કે તમે કોઈ લોટરી જીતી ગયા છો અથવા તમને કોઈ મોટું ઇનામ મળ્યું છે. અને એવું પણ બને કે કોઈ ફેક કોન્ટેસ્ટ નો પેલા હિસ્સો બનાવી દેવાં આવે જેથી થોડું વધુ વિશ્વસનીય લાગે બાદ માં સરળતા થી જીતાડી એવું બતાવે કે તમે નસીબદાર છો !! પછી શરૂ થાય અસલી ખેલ જેમાં ઇનામ મેળવવા માટે, તમને "પ્રોસેસિંગ ફી" કે "ટેક્સ" ના નામે નાની રકમ જમા કરવાનું કહેવામાં આવશે. એટલે લોભમાં આવીને, લોકો નાની રકમ જમા કરી દે છે, પરંતુ ઇનામ ક્યારેય મળતું નથી.
રોકાણ ફ્રોડ Investment Scams: આજ કાલ તો આનો પ્રચાર પ્રસાર ઘણો છે , આમાં, તમને બહુ ઓછી મહેનતે કે ઓછા સમયમાં બમણા પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે. અને હવે તો એવી ટ્રિક ઉપયોગ માં લેવાય છે કે જેમાં દેખાડવામાં આવે કે લોકો ને પૈસા મળે છે , ઉદાહરણ તરીકે, "ઘરે બેઠા રોજના ₹૧૦૦૦ કમાઓ" કે "આ એપ્લિકેશનમાં ₹૫૦૦૦ રોકો અને એક મહિનામાં ₹૫૦,૦૦૦ મેળવો" જેવી સ્કીમ્સ દ્વારા લોકોને છેતરવામાં આવે છે. આમાં રોકવામાં આવેલા પૈસા ગુનેગારો ઉપાડી લે છે અને તમારી સાથેનો સંપર્ક તોડી નાખે છે.
ડર (Fear) અને તાત્કાલિકતા (Urgency) આધારિત યુક્તિઓ: "ડરાવીને નિર્ણય લેવા મજબૂર કરવા"
જ્યારે ડર અને તાત્કાલિકતાની લાગણી થાય ત્યારે લોકોને સાચી વાત જાણ્યા વગર જ ઉતાવળા નિર્ણયો લેવા મજબૂર કરે છે.
ઇમર્જન્સી ફ્રોડ Emergency Scams: તમને ફોન કે મેસેજ આવશે કે તમારા પરિવારના કોઈ સભ્ય જેમ કે દીકરો કે દીકરી કોઈ મુશ્કેલીમાં છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે. "પોલીસ સ્ટેશનમાં છે", "હોસ્પિટલમાં દાખલ છે" જેવા ડરનો ઉપયોગ કરીને ગુનેગારો તમને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરે છે. અને ઘણા કિસ્સા માં પહલે થી જ ડિજિટલ રેકી કરી લેવા માં આવી હોય છે, જેથી સત્ય થી હળતુ ભળતું બોલી ને આમાં તમને ડરાવે છે અને ત્યારે તમે લાગણીઓના પ્રવાહમાં તથ્યો ચકાસ્યા વગર જ પૈસા મોકલી દો છો.
સરકારી/બેંક ફ્રોડ Government/Bank Scams: ગુનેગારો બેંક, વીજળી વિભાગ, પોલીસ કે આવકવેરા વિભાગના અધિકારી બનીને ડર ઊભો કરે છે. "તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે", "વીજળી કનેક્શન કટ થઈ જશે", "તમારા પર કાયદેસરની કાર્યવાહી થશે" જેવા ડરનો ઉપયોગ કરીને તેઓ તમને અજાણી APK ફાઈલ ડાઉનલોડ કરવા, OTP શેર કરવા કે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરે છે.
KYC અને SIM ફ્રોડ: આમાં, ગુનેગારો બેંક કે ટેલિકોમ કંપનીના પ્રતિનિધિ બનીને તમને KYC અપડેટ કરવાનું કહેશે. "જો તમે KYC અપડેટ નહીં કરો તો તમારું બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ બંધ થઈ જશે" તેવો ડર બતાવીને તેઓ તમારી પાસેથી અંગત માહિતી મેળવે છે. ગુજરાતમાં આવા કિસ્સાઓ ખૂબ સામાન્ય બન્યા છે, જ્યાં લોકોને બેંક મેનેજર બનીને ફોન આવે છે અને KYC ના નામે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાય છે.
આત્મવિશ્વાસ /Trust અને લાગણીઓ આધારિત યુક્તિઓ: "વિશ્વાસ કેળવીને છેતરપિંડી"
આતો ખરેખર ગજબ યુક્તિઓ છે!! જેમાં ગુનેગારો લાંબા ગાળે તમારી સાથે વિશ્વાસનો સંબંધ કેળવે છે અને પછી તેનો દુરુપયોગ કરે છે.
રોમાન્સ સ્કેમ Romance Scams: માણસ સામાજિક પ્રાણી છે,અને માણસને એવું લાગે છે કે એકલતા એને કોરી ખાસે એટલે બસ શોધ ખોળ શરૂ!!, એવામાં સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યો વ્યક્તિ તમારી સાથે મિત્રતા કરે છે અને ધીમે ધીમે પ્રેમ સંબંધ બાંધે છે. લાંબા સમય સુધી વાતચીત કર્યા પછી, તે તમને કોઈ ખોટું કારણ આપીને જેમ કે "હું મુશ્કેલીમાં છું", "મારા પરિવારને પૈસાની જરૂર છે" પૈસાની માંગણી કરે છે.લાગણીઓમાં આવીને, લોકો તેમને પૈસા મોકલી આપે છે.
ફિશિંગ (Phishing): આમાં, ગુનેગારો બેંક, એમેઝોન, ગૂગલ જેવી જાણીતી કંપનીઓનો ઈમેલ આઈડી કે લોગો વાપરીને વિશ્વાસ ઊભો કરે છે. ઈમેલમાં તમને તમારી અંગત કે બિઝનેસની માહિતી અપડેટ કરવાનું કહેવામાં આવે છે, અને આ માટે એક નકલી વેબસાઇટની લિંક આપવામાં આવે છે. તમે વિશ્વાસમાં આવીને તમારી અંગત કે બિઝનેસની માહિતી ત્યાં દાખલ કરો છો, જે ગુનેગારો પાસે પહોંચી જાય છે.
ચાલો આ ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ? અને તે બચાવની સાચી લાગણી ને ઓળખીએ !!
આવી મનોવૈજ્ઞાનિક યુક્તિઓથી બચવાનો સૌથી સારો રસ્તો એ છે કે જ્યારે પણ તમને કોઈ અચાનક લોભ, ડર, કે ભાવનાત્મક મેસેજ મળે, ત્યારે માત્ર એક મિનિટ માટે અટકીને વિચારો.
શંકા કરવી (Be Skeptical): કોઈ પણ ઓફર, મેસેજ, કે કોલ પર તરત વિશ્વાસ ન કરો. ખાસ કરીને જો તેમાં "તાત્કાલિક કાર્યવાહી" કરવાનું કહેવામાં આવે.
તથ્યો હકીકતો ચકાસવા Verify the Facts : જો તમને કોઈ મેસેજ આવે કે તમારા પરિવારનો સભ્ય મુશ્કેલીમાં છે, તો તરત જ તેને તેમના જાણીતા નંબર પર ફોન કરીને ખાતરી કરો. બેંક કે વીજળી વિભાગના કોલ આવે તો પણ તેમની સત્તાવાર વેબસાઇટ કે હેલ્પલાઇન પર જઈને માહિતી ચકાસો.
ઓટીપી અને અંગત માહિતી ક્યારેય શેર ન કરો Never Share OTP/Personal Info: તમારી બેંક, કોઈ સરકારી વિભાગ કે કોઈપણ વ્યક્તિને તમારો OTP, પાસવર્ડ, PIN કે અન્ય અંગત માહિતી ક્યારેય ન આપો.
સત્તાવાર સ્ત્રોતનો જ ઉપયોગ કરો: બેંકિંગ કે અન્ય સેવાઓ માટે હંમેશા સત્તાવાર એપ્લિકેશન કે વેબસાઇટનો ઉપયોગ કરો. Google Play Store , માઈક્રોસોફ્ટ સ્ટોર , App Store સિવાયની કોઈપણ જગ્યાએથી એપ્લિકેશન ડાઉનલોડ ન કરો.
માહિતીને સુરક્ષિત રાખો Keep Your Information Secure: સોશિયલ મીડિયા પર વધુ પડતી ખૂલી કિતાબ બની ને અંગત માહિતી જેમ કે જન્મતારીખ, સરનામું, વગેરે શેર ન કરો.
ખાસ યાદ રાખો, સાયબર ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, પરંતુ તેમનું સૌથી મોટું હથિયાર માનવ મનોવિજ્ઞાન છે. માટે જાગૃત રહો અને સાવધાન રહો. અને લોકો સુધી આ સારી લાગણીરૂપી માહિતીને શેર કરો.
#ઓનલાઈનફ્રોડ #મનોવિજ્ઞાન #સાયબરસેફ્ટી #લોભ #ડર #ફિશિંગ #સાયબરક્રાઈમ #ડિજિટલસુરક્ષા #ગુજરાતીબ્લોગ #OnlineScams #Psychology #CyberCrime
#desicyberseva.in

સંબંધિત પોસ્ટ

