સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય: ખુશીઓનો ભ્રમ કે વાસ્તવિકતા? | Social Media and Mental Health in Gujarati

FEATURED

8/3/20251 min read

સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય: ખુશીઓનો ભ્રમ કે વાસ્તવિકતા?

વાત જ્યારે ખુશ થવા માટેની હોય એમાં પણ સુખી રહેવાની હોય ત્યારે આજે આપણે સોશિયલ મીડિયાને જીવનનો એક અભિન્ન ભાગ તરીકે ગણીએ છીએ. માની લઈએ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, અને અન્ય પ્લેટફોર્મ્સ આપણને મિત્રો અને પરિવાર સાથે જોડી રાખે છે, પરંતુ તેની સાથે એક નવો પ્રશ્ન પણ ઊભો થયો છે: શું સોશિયલ મીડિયા ખરેખર ખુશીઓનો અનુભવ કરાવે છે, કે પછી તે માત્ર એક ભ્રમ છે?

ઘણી વાર આપણે સોશિયલ મીડિયા પર અન્ય લોકોના પરફેક્ટ ફોટા, સફળતાની વાર્તાઓ, અને ખુશીની પળો જોઈએ છીએ. જાણ્યે અજાણ્યે એક તુલના શરૂ કરી દઈએ છીએ. તુલના ક્યારેય સંતોષકારક હોતી નથી.

આ જોઈને આપણને એવું લાગે છે કે દરેક વ્યક્તિનું જીવન આપણા કરતા વધારે સારું છે. આ પ્રકારની સતત તુલના આપણા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો આજના આ બ્લોગ પોસ્ટમાં આપણે સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધને જરૂરી ઊંડાણપૂર્વક સમજીશું.

સોશિયલ મીડિયા અને તુલનાની સંસ્કૃતિ

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનની શ્રેષ્ઠ પળો જ શેર કરે છે. લગભગ કોઈ પણ વ્યક્તિ પોતાની નિષ્ફળતાઓ કે દુઃખની પળો શેર કરતી નથી. અને કરે છે તો તે સ્વાર્થી અથવા મોટાભાગે કોઈ લાભ માટે હોવાનું નીકળે છે, તેમજ આનાથી એક ખોટી ધારણા પણ ઊભી થાય છે કે દરેક વ્યક્તિનું જીવન પરફેક્ટ છે અને તે હંમેશા ખુશ રહે છે.

આ "પરફેક્ટ" જીવન જોઈને આપણે અજાણતા જ આપણી જાત સાથે તેમની તુલના કરવા લાગીએ છીએ. તે પોતાની સાથે જ માનસિક વિવાદ કરવા લાગે છે કે આ તુલનાને કારણે આપણને એવું લાગે છે કે આપણે ક્યાંક પાછળ રહી ગયા છીએ, જેનાથી આપણો આત્મવિશ્વાસ ઘટે છે અને ચિંતા તથા ડિપ્રેશનની લાગણી વધવા લાગે છે.ઘણી વાર કોઈ સાથે સ્પર્ધા હોતી નથી પણ આપણે તો બસ દેખા દેખીથી સોશ્યલ મીડિયા ટ્રેન્ડ ટ્રાય કરવી જ હોય , તો પછી તેના ના ચક્કર માં પણ ઘણા બનાવો બનતા હોય છે જે આપણે અવારનવાર સમાચારના માધ્યમ થી જોઈ છીએ.

સમજીએ કે સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરો કેવી થાય છે!!

સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય પર નીચે મુજબની નકારાત્મક અસરો કરી શકે છે:

  1. ડિપ્રેશન અને ચિંતા: સતત તુલના અને આપણી પાસે કશુંક વાત અપૂરતી હોવાની લાગણી ડિપ્રેશન અને ચિંતાનું કારણ બની શકે છે. સોશિયલ મીડિયા પર મળતી લાઈક્સ અને કોમેન્ટ્સ આપણી આત્મ-સન્માનની લાગણીને અસ્થિર બનાવી શકે છે. અરે ભાઈ! એમાંય ટ્રેન્ડ્સની દેખા દેખી તો ઘણીવાર આર્થિક માનસિક અને જાન ના જોખમ સપ્રેમ આપે છે.

  2. ઊંઘમાં ખલેલ: રાત્રે સૂતા પહેલાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી મગજ ઉત્તેજિત રહે છે, જેના કારણે ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે.હોર્મોનલ ગડબડ અહી થી શરૂ થાય છે!

  3. સંબંધોમાં તણાવ: ઓનલાઈન મિત્રોની સંખ્યા ભલે ગમે તેટલી હોય, પરંતુ વાસ્તવિક જીવનના સંબંધો પર ધ્યાન ન આપવાથી તે નબળા પડી શકે છે.આ હકીકત છે.

  4. સાયબરબુલિંગ અને ઓનલાઈન હેરેસમેન્ટ ટ્રોલિંગ : આપણે અગાઉના બ્લોગમાં જોયું તેમ, સોશિયલ મીડિયા પર સાયબરબુલિંગ અને ટ્રોલિંગનો સામનો કરવાથી માનસિક શાંતિ નષ્ટ થઈ શકે છે.અને ગંભીર અસરો જોવા મળે છે.

  5. ખોટી માહિતી અને અફવાઓ: સોશિયલ મીડિયા પર ઘણીવાર ખોટી માહિતી અને અફવાઓ ઝડપથી ફેલાય છે, જે ચિંતા અને ગભરાટનું વાતાવરણ ઊભું કરી શકે છે.લોકો પોતાના સ્વાર્થ માં બીજા ના ગંભીર નુકશાન કરી નાખે છે.

પણ છતાં સોશિયલ મીડિયાના કેટલાક સકારાત્મક ઉપયોગ પણ છે !! તો તે કેવી રીતે કરી શકાય?

ચાલો જાણીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવો એ ઉપાય નથી. આપણે તેનો સંતુલિત અને સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું જોઈએ:

  1. પોઝિટિવ કન્ટેન્ટને અનુસરો: એવા લોકો અને પેજને ફોલો કરો જે પ્રેરણાત્મક, સકારાત્મક અને રચનાત્મક કન્ટેન્ટ શેર કરે.

  2. સંબંધો મજબૂત બનાવો: ક્યારેક કામની કે અન્ય જવાબદારી થી વ્યસ્તતા હોય ત્યારે ઓનલાઈન કનેક્ટિવિટીનો ઉપયોગ વાસ્તવિક જીવનના સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. મિત્રો અને પરિવાર સાથે કોલ કે વિડીઓ કોલથી રૂબરૂ મળવાનો સમય કાઢો.

  3. સ્ક્રીન ટાઈમ લિમિટ સેટ કરો: તમારા ફોનમાં સ્ક્રીન ટાઈમ લિમિટ સેટ કરો અને તમારે તેનું પાલન કરવાનો અવશ્ય પ્રયત્ન કરો.

  4. બ્રેક લો: જરૂરી છે કે સમયાંતરે સોશિયલ મીડિયાથી બ્રેક લો. અઠવાડિયામાં એકાદ દિવસ માટે લોગઆઉટ થવાનો પ્રયત્ન કરો.

  5. જાગૃત રહો: યાદ રાખો કે સોશિયલ મીડિયા પર જે કંઈ દેખાય છે તે વાસ્તવિકતા નથી. દરેક વ્યક્તિ માત્ર પોતાના જીવનની શ્રેષ્ઠ પળો જ શેર કરે છે. અથવા મોટાભાગે તેનાથી પોતાને વધુ લાભ મળતો હોય તે શેર કરતો હોય છે.

હમેશા યાદ રાખીએ સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે, જેનો ઉપયોગ આપણે આપણા ફાયદા માટે કરી શકીએ છીએ. પરંતુ જો આપણે તેના પર નિયંત્રણ ન રાખીએ, તો તે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ચાલો આપણે ખુશીઓનો ભ્રમ નહીં, પરંતુ વાસ્તવિક ખુશીઓનું નિર્માણ કરીએ. અને લોકો શુદ્ધિ આ માહિતી ને શેર કરીએ.

#સોશિયલમીડિયા #માનસિકસ્વાસ્થ્ય #તુલના #ડિપ્રેશન #ચિંતા #DigitalWellbeing #SocialMedia #ડિજિટલવેલબીઈંગ #માનસિકસ્વાસ્થ્ય #શારીરિકસ્વાસ્થ્ય #desicyberseva

FAQ:

➤ પ્રશ્ન 1: સોશિયલ મીડિયા માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?

જવાબ: સતત comparison, likes અને followers પર આધારિત માનસિક દબાણ, FOMO (Fear of Missing Out), અને online validationની લતથી anxiety, depression અને low self-esteem જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

➤ પ્રશ્ન 2: શું સોશિયલ મીડિયા પર દેખાતી ખુશી હંમેશા સાચી હોય છે?

જવાબ: નહીં. ઘણા લોકો માત્ર પોતાના જીવનના સારા પળો શેર કરે છે, જે “perfect life” નો ભ્રમ ઊભો કરે છે. આ virtual reality અને actual reality વચ્ચેનું અંતર માનસિક અસંતુલન ઊભું કરી શકે છે.

➤ પ્રશ્ન 3: સોશિયલ મીડિયા ઉપયોગમાં સંતુલન કેવી રીતે લાવવો?

જવાબ: Screen time મર્યાદિત કરો, notifications બંધ કરો, real-life interactions વધારવા પ્રયત્ન કરો, અને જરૂર પડે તો digital detox લો

સંબંધિત પોસ્ટ