
CSAM / ચાઈલ્ડ પોર્નોગ્રાફી: ગુના સામે જાગૃતિ, અટકાયત અને રિપોર્ટિંગની માર્ગદર્શિકા
FEATURED

ખરેખર આ એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિષય છે!!
આ એવી કડવી વાસ્તવિકતા છે જેના પર જાગૃતિ લાવવી ખુબ જ જરૂરી છે. તેમાં જરા પણ બેદરકારી અતિગંભીર પરિણામો આપે છે, તો ચાલો, આપણે ચાઈલ્ડ પોર્નોગ્રાફી (CP) અને ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) વિશે વાત કરીએ. બની શકે કે આ વિષય તમને ભલે અપ્રિય લાગે, પરંતુ તેના વિશે જાણવું અને તેની જાણકારી કેવી રીતે આપવી તે સમજવું આજના ફાસ્ટ ટેકનોલોજીના સમય આ આપણાં કેહવાતા સમાજ માટે અનિવાર્ય છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી (CP) અને ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) એ બાળકો વિરુદ્ધના સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ પૈકીના એક છે. આ ગુનાઓ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અને લાંબા ગાળાની અસરો છોડે છે. આ પ્રકારનું કન્ટેન્ટ બનાવું, તેને જોવું, ડાઉનલોડ કરવું, લોકોમાં શેર કરવું કે પ્રસારિત કરવું એ ભારતીય કાયદા હેઠળ ગંભીર ગુનો છે.


આ વિષય અતિસંવેદનશીલ હોવા છતાં, તેના વિશે જાગૃતિ લાવવી અનિવાર્ય છે. જો તમે આવી કોઈ સામગ્રી જુઓ છો અથવા તમને તેના વિશે કોઈ જાણકારી મળે છે, તો તાત્કાલિક તેની જાણકારી સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓને આપવી એ તમારી નૈતિક અને કાયદાકીય ફરજ છે.

ચાલો નિવારણ લાવવાના એક વચન સાથે સમજીએ કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી (CP) અને ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) શું છે?
ચાઈલ્ડ પોર્નોગ્રાફી (CP): કોઈપણ એવી વિઝ્યુઅલ જેમાં ચિત્ર, ફોટો, વીડિયો સામગ્રી જે તે બાળકની જાતીય સ્પષ્ટતા દર્શાવે છે અથવા જાતીય પ્રવૃત્તિમાં સામેલ દર્શાવે છે, તેને ચાઈલ્ડ પોર્નોગ્રાફી ગણવામાં આવે છે. અહીં કાયદા પ્રમાણે "બાળક" એટલે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ છે.પરંતુ સામાજિક અને નૈતિક દ્રષ્ટિકોણને વિકસાવી બાળક અને કિશોર અવસ્થાના જે તબ્બકા માં હોય તેને આપણે જ સમજવા પડશે.
ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM): હકીકતે આ એક વ્યાપક શબ્દ છે જેમાં CP સહિત એવી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે જે બાળકનું જાતીય શોષણ, દુર્વ્યવહાર અથવા તેમને જાતીય કૃત્યમાં સામેલ દર્શાવે છે. તેમાં ઘણા બધા પાસઓ સામેલ કરાય છે. આમાં ઘણી જ વાસ્તવિક ઘટનાઓ સાથે કમ્પ્યુટર-જનરેટેડ (CG) ઈમેજીસ પણ શામેલ હોઈ શકે છે જે વાસ્તવિક લાગે છે.
આ વાત મહત્વપૂર્ણ છે : કે આ સામગ્રીનું નિર્માણ કરનાર, તેનો પ્રસાર કરનાર, તેને સંગ્રહિત કરનાર, તેને જોનાર, અથવા તેની જાણકારી હોવા છતાં તેની જાણ ન કરનાર તમામ વ્યક્તિઓ કાયદાકીય રીતે ગુનેગાર જ છે.
સમજીએ કે આવા ગુનાઓ કેવી રીતે પ્રસરતા હોય છે?
આજના સમય માં આ ગુનાઓ તો મોટે ભાગે ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા પ્રસરતા હોય છે:
શંકાસ્પદ વેબસાઇટ્સ અને ફોરમ્સ: ગુનેગારો CP/CSAM સામગ્રી શેર કરવા માટે ડાર્ક વેબ પર અથવા અમુક છુપી વેબસાઇટ્સ/ફોરમ્સનો ઉપયોગ કરે છે.
મેસેજિંગ એપ્સ: એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ જેમ કે ટેલિગ્રામ, વોટ્સએપના અમુક ગ્રુપ્સ નો દુરુપયોગ કરીને ગુનેગારો ગુપ્ત રીતે સામગ્રીનું આદાનપ્રદાન કરે છે.
પીઅર-ટુ-પીઅર (P2P) નેટવર્ક્સ: ટોરન્ટ્સ કે અન્ય P2P ફાઈલ-શેરિંગ નેટવર્ક્સ દ્વારા સામગ્રી શેર કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા: કેટલીકવાર, હેક કરાયેલા એકાઉન્ટ્સ કે નકલી પ્રોફાઇલ દ્વારા પણ આવી સામગ્રી ટૂંકા સમય માટે શેર કરવામાં આવે છે.
ક્લાઉડ સ્ટોરેજ: ગુનેગારો ક્લાઉડ સ્ટોરેજ સેવાઓનો ઉપયોગ કરીને પણ આ સામગ્રી સંગ્રહિત કરી શકે છે.
બાળકોને ઓનલાઈન સુરક્ષિત રાખવા માટેના ઉપાયો માતાપિતા વાલીઓ Parents/Guardians માટે:
શક્ય એટલો સંચાર ખુલ્લો રાખો: તમારા બાળકો સાથે ઓનલાઈન સુરક્ષા વિશે ખુલ્લેઆમ વાત કરો. તેમને સમજાવો કે જો કોઈ તેમને અજાણ્યા મેસેજ મોકલે, અયોગ્ય સામગ્રી બતાવે, કે તેમને અસ્વસ્થતા અનુભવાય તેવું કંઈ પણ કરે, તો તરત જ તમને જાણ કરે.અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિને નિઃસંકોચ જાણકારી આપે.
તેમના માટે ફ્રેન્ડલી અને સેફ ઓનલાઈન વાતાવરણ: બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ બનાવો. તેમના ઇન્ટરનેટ ઉપયોગ પર નજર રાખો, પરંતુ ધ્યાન રાખી વિશ્વાસ કેળવીને.
ગોપનીયતા સેટિંગ્સ: જો બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને એપ્સના ગોપનીયતા સેટિંગ્સ પર રાખે છે તો તપાસો અને તેમને સુરક્ષિત રાખો. સાથે કાઉન્સેલિંગ કરવું જરૂરી છે.
ઉંમર-યોગ્ય સામગ્રી: આપના બાળકો માત્ર ઉંમર-યોગ્ય વેબસાઇટ્સ અને એપ્સનો ઉપયોગ કરે તેની યોગ્ય ખાતરી કરો.
સુરક્ષા સોફ્ટવેર: તમારા કમ્પ્યુટર અને મોબાઈલમાં સારા પેરેંટલ કંટ્રોલ સોફ્ટવેર અને એન્ટિવાયરસનો ઉપયોગ કરો.આના માટે જરૂરી અપડેટ થવું અને શીખી જવું જોઈએ તે ભલામણ છે.


આપણે સમજીએ !! અને મારી દ્રષ્ટિએ સમજવું તો પડશે જ કે.. !! આવામાં શું કરવું શું ના કરવું.!!
✅ શું કરવું (DOs):
સૌ પ્રથમ તાત્કાલિક જાણ કરો:
જો તમને આવી કોઈ સામગ્રી ઇન્ટરનેટ પર જોવા મળે અથવા કોઈ વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવે, તો તરત જ તેની જાણ કરો.
આપણાં ભારતમાં, આ માટે નીચેના પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે:
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ: www.cybercrime.gov.in પર જાઓ.
હેલ્પલાઇન નંબર: ૧૯૩૦ પર ફોન કરો.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી રિપોર્ટિંગ પોર્ટલ: ભારત સરકાર દ્વારા ખાસ બાળકોના જાતીય શોષણ સંબંધિત ગુનાઓની જાણ કરવા માટેનું પોર્ટલ www.cybercrime.gov.in/citizen/cpcsamreporting.aspx
સ્થાનિક પોલીસ: તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને તેમને તરત જાણ કરો.
પુરાવા સાચવો (પરંતુ સાવધાનીપૂર્વક):
જો શક્ય હોય તો, ગુનાના પુરાવા (જેમ કે URL, સ્ક્રીનશોટ - પરંતુ સામગ્રીને ડાઉનલોડ કે શેર કર્યા વિના) સાચવી રાખો.
જોકે, તમારી પોતાની સુરક્ષા અને કાયદાકીય દ્રષ્ટિએ, સામગ્રીને ક્યારેય ડાઉનલોડ, શેર કે સંગ્રહિત કરશો નહીં. ફક્ત લિંક, વેબસાઇટનું નામ, યુઝરનેમ, કે મેસેજની વિગતો નોંધો.
સામગ્રી જોવી પણ ગુનો છે, તેથી ફક્ત એટલી જ માહિતી એકત્રિત કરો જેટલી જાણ કરવા માટે જરૂરી હોય.
સાયબર પોલીસ સાથે સહયોગ કરો:
એકવાર તમે ફરિયાદ નોંધાવો, પછી પોલીસ કે સાયબર અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી કોઈપણ વધારાની માહિતી પૂરી પાડવા માટે તૈયાર રહો. આવા વિષયે આપને સુરક્ષિત રાખવા પોલીસવિભાગ આપની માહિતી ગોપનીય રાખે છે અને આપની ઓળખને પણ છુપાવી રાખે છે જેથી તાત્પૂરતું કોઈ જોખમ ના રહે જેથી આખી પ્રક્રિયા માં ભરોસો રહે અને યોગ્ય કામગીરી થાય.
જાગૃતિ ફેલાવો:
તમારા મિત્રો, પરિવાર અને સમાજમાં આ ગુનાઓની ગંભીરતા વિશે જાગૃતિ ફેલાવો. બાળકોને ઓનલાઈન સુરક્ષા વિશે શિક્ષણ આપો.આ વિકૃતિઑ આપણા નૈતિકમૂલ્યોને સમૂળપતનના સર્વનાશ તરફ લઈ જઈ રહ્યું છે. આપણી આવતી કાલ જ સુરક્ષિત નથી તો સમાજ સુરક્ષિત નથી.
❌ શું ન કરવું (DON'Ts):
આવી કોઈપણ પ્રકારની સામગ્રી ડાઉનલોડ કે શેર ન કરો:
સૌથી અગત્યનું: ભૂલથી પણ આવી સામગ્રીને ક્યારેય ડાઉનલોડ ન કરો, તેને તમારા ડિવાઈસમાં સેવ ન કરો, કે તેને કોઈની સાથે શેર ન કરો. આમ કરવાથી તમે પણ ગુનેગાર બની જાવ છો.
આવી સામગ્રીને અવગણશો નહીં:
જો તમને આવી સામગ્રી દેખાય, તો તેને અવગણશો નહીં કે નજરઅંદાજ કરશો નહીં. તેની યોગ્ય રીતે જાણ કરવી અનિવાર્ય છે.તેમાં બે જવાબદારી કે બેદરકારી કરવી નહીં.
આ બાબતે પોતાના હાથે કોઈપણ તપાસ ન કરો:
આવા કિસ્સાઓમાં પોતાની રીતે "તપાસ" કરવાનો પ્રયાસ ન કરો. આનાથી ડિજિટલ પુરાવા નષ્ટ થઈ શકે છે અને એવું પણ બને કે તમે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હંમેશા કાયદા અમલીકરણ એજન્સીઓ પર આધાર રાખો અને તેમને આ બાબત ની તરત જાણ કરો.
તમે વ્યક્તિગત રીતે આવા ગુનેગારનો સામનો ન કરો:
જો તમને ગુનેગાર વિશે કોઈ માહિતી હોય, તો તેવામાં વ્યક્તિગત રીતે તેમનો સામનો કરવાનો પ્રયાસ ન કરો. બની શકે કે આ જોખમી હોઈ. આથી હંમેશા પોલીસને જાણ કરો.
આવો સાથે મળીને અત્યંત ખરાબ અને અતિશય ગંભીર કૃત્યો સામે અવાજ ઉઠાવીએ,તેમને હમેશા માટે રોકી દઈએ જેથી આપણાં બાળકો આ મુશ્કેલીથી બચી જાય તેને સુરક્ષિત કરી તો સમાજ ને સુરક્ષિત કરી શકીશું.
યાદ રાખો: ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને CSAM એ બાળકોના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આવા ગુનાઓ સામે સમાજ તરીકે આપણે બધાએ એક થઈને લડવું પડશે. તમારી એક નાની જાણકારી પણ બાળકનો જીવ બચાવી શકે છે.

સંબંધિત પોસ્ટ

