ઈ-FIR: ઘરે બેઠા ફરિયાદ નોંધાવો, ચિંતા મુકો! Do online E-FIR

FEATURED

6/5/20251 min read

આપ જાણો જ છો કે આજકાલ ડિજિટલ યુગમાં આપણી સરકારે નાગરિકોની સુવિધા માટે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યા છે, નેશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલ વિગેરે જેમાંથી આજે આપણે એક ખુબ જ મહત્વપૂર્ણ સુવિધા છે ઈ-FIR (e-FIR) તેના વિશે આજના આ બ્લોગ માં ચર્ચા કરીશું. આ ખુબ જ સરળ થય ગયું છે કે હવે તમારે નાની ચોરી કે મોબાઈલ ગુમ થવા જેવી ફરિયાદો માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા જ ઈ-FIR નોંધાવી શકો છો! આ ખરેખર ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની ગયું છે.

ચાલો તો સમજીએ કે :

આ ઈ-FIR શું છે?

ઈ-FIR એટલે ઇલેક્ટ્રોનિક ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ.આપણાં નાગરિકો માટે આ એક ઓનલાઈન સુવિધા છે જેના દ્વારા તમે અમુક ચોક્કસ પ્રકારના ગુનાઓ માટે ડિજિટલ ડિવાઇસ અને ઇન્ટરનેટના માધ્યમથી ગમે ત્યાંથી  પોલીસ ફરિયાદ નોંધાવી શકો છો.

આવો તો સમજીએ આગળ કે..!  

કયા પ્રકારના ગુનાઓ માટે ઈ-FIR કરી શકાય?

સામાન્ય રીતે, નીચેના પ્રકારના ગુનાઓ માટે તમે ઈ-FIR નોંધાવી શકો છો:

  • મોબાઈલ ફોન ગુમ થવો: આપનો કે કોઈ સ્વજનનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોય અથવા ગુમ થઈ ગયો હોય ત્યારે.

  • નાની ચોરી: જો તમારા ઘરમાંથી કે દુકાનમાંથી ₹50,000/- સુધીની કિંમતની કોઈ વસ્તુની અથવા સમાનની ચોરી થઈ હોય ત્યારે 

  • દસ્તાવેજો ગુમ થવા: જો તમારા જરૂરી દસ્તાવેજો જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ વગેરે ગુમ થઈ ગયા હોય ત્યારે.

આ બાબત મહત્વપૂર્ણ છે: અહિયાં કોઇ ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, લૂંટફાટ, મારામારી, વાહન ચોરી વગેરે માટે તમારે ફરજિયાતપણે પોલીસ સ્ટેશન જઈને જ ફરિયાદ નોંધાવવી પડશે. તે ડિજિટલ પોર્ટલ પર થશે નહીં. 

આવો આગળની પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ !!    

ઈ-FIR નોંધાવવા માટે શું જોઈએ?

ઈ-FIR નોંધાવતા પહેલા આટલી વસ્તુઓ તૈયાર રાખો:

  • જેમાં ઇન્ટરનેટ કનેક્શન હોય તેવું કોમ્પ્યુટર અથવા તો સ્માર્ટફોન.

  • સક્રિય હોય તેવો માન્ય મોબાઈલ નંબર: જેના પર OTP / વન ટાઈમ પાસવર્ડ આવશે.

  • આપની ગુમ થયેલી/ચોરાયેલી વસ્તુઓની વિગતો: જેમ કે મોબાઈલનો IMEI નંબર, ચોરાયેલી વસ્તુનું વર્ણન, અંદાજિત કિંમત વગેરે.

  • બનેલ ઘટનાનો સમય અને સ્થળ. 

ઈ-FIR કેવી રીતે કરવી?

તબક્કો 1: તેના માટે ડિજિટલ પોર્ટલ પર જાઓ ગુજરાત પોલીસની સત્તાવાર વેબસાઈટ અથવા સિટીઝન પોર્ટલની મુલાકાત લો. તમે સીધા જ gujhome.gujarat.gov.in પર જઈ શકો છો અને ત્યાં "Citizen First" અથવા "ઈ-FIR" નો વિકલ્પ શોધો.


તબક્કો 2: તેમાં રજીસ્ટ્રેશન કરો અને લોગિન કરો , જો તમે પહેલીવાર પોર્ટલ પર આવ્યા છો, તો તમારે નવા યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે.

  • જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી વિગતો દાખલ કરો.

  • આપનો સક્રિય મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

  • બાદમાં એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય, પછી તમારા યુઝરનેમ (સામાન્ય રીતે મોબાઈલ નંબર હોય છે ) અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.

તબક્કો 3: તેમાં ઈ-FIR નો ઓપ્શન સિલેકટ કરી લોગિન કર્યા પછી,તમને અલગ અલગ સર્વિસના ઓપ્શન  દેખાશે. તેમાંથી "ઈ-FIR" અથવા "ફરિયાદ નોંધાવો" જેવા ઓપ્શન ક્લિક કરો.

તબક્કો 4: અહિયાં ગુનાનો પ્રકાર પસંદ કરો અહીં તમને પૂછવામાં આવશે કે તમે કયા પ્રકારની ફરિયાદ નોંધાવવા માંગો છો ઉદાહરણ તરીકે, મોબાઈલ ચોરી/ગુમ, નાની ચોરી, દસ્તાવેજ ગુમ થવા જે તમને લાગુ પડતું હોય . યોગ્ય ઓપ્શન સિલેકટ કરો.

તબક્કો 5: બાદમાં ઘટનાની બધી વિગતો દાખલ કરો આ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. અહીં તમારે ઘટનાની સંપૂર્ણ વિગતો ચોકસાઈપૂર્વક દાખલ કરવાની રહેશે:

  • ફરિયાદકર્તાની વિગતો: અહિયાં તમારું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર વગેરે.

  • ગુમ થયેલી/ચોરાયેલી વસ્તુની વિગતો:

    • મોબાઈલ ફોન માટે: મોબાઇલની બ્રાન્ડ, તેનો મોડેલ, કલર, IMEI નંબર 1 અને 2 (જો હોય તો), કિંમત, છેલ્લે ક્યાં જોયો હતો તેની વિગત. (IMEI નંબર ખુબ જ અગત્યનો છે, તે મોબાઈલના બોક્સ પર અથવા બેટરીની નીચે લખેલો હોય છે.)

    • અન્ય વસ્તુ માટે: વસ્તુનું નામ, કંપની, મોડેલ (જો હોય તો), કલર, સિરીયલ નંબર (જો હોય તો), અંદાજિત કિંમત, કોઈ ખાસ નિશાની.

    • દસ્તાવેજો / ઓળખ કાર્ડ  માટે: દસ્તાવેજનું / ઓળખ કાર્ડનું નામ દા.ત., પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ), નંબર (જો હોય તો), કોણે ઇશ્યુ કર્યો હતો એવી વિગતો. 

       

  • ઘટનાનો સમય અને સ્થળ: ચોરી/ગુમ થવાની ઘટના કઈ તારીખે અને કયા સમયે બની, અને કયા સ્થળે બની તેની ચોક્કસ વિગતો આપો. જો ચોક્કસ સમય ખબર ન હોય, તો અંદાજિત સમયગાળો લખો.

  • ઘટનાનું સંપૂર્ણ વર્ણન: તમે ટૂંકમાં અને સ્પષ્ટ શબ્દોમાં ઘટનાનું વર્ણન કરો. જેનું એક ઉદાહરણ અહિયાં આપવામાં આવ્યું છે જેમ કે, "હું _______ જગ્યાએ હતો/હતી  અને મારા ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરાઈ ગયો." અથવા "મારા ઘરના દરવાજા ખુલ્લા રહી ગયા હતા અને ટેબલના ખાના અંદરથી સોનાની ચેઈન ગુમ થઈ ગઈ."

  • કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો તેની વિગત: જો તમને કોઈ વ્યક્તિ પર શંકા હોય, તો તેની વિગત અહીં આપી શકો છો.

તબક્કો 6: બાદ માં આપ દસ્તાવેજો અપલોડ કરો (વૈકલ્પિક) જો તમારી પાસે ગુમ થયેલી વસ્તુના ફોટા, ખરીદીના બિલ અથવા અન્ય કોઈ સંબંધિત દસ્તાવેજો હોય, તો તમે તેને સ્કેન કરીને અથવા ફોટો પાડીને અપલોડ કરી શકો છો. આનાથી જ્યારે તપાસ શરૂ થાય ત્યારે પોલિસને કેસમાં મદદ મળી શકે છે.

તબક્કો 7: તમે આપેલ બધી માહિતીની ચકાસણી કરી અને બાદમાં સબમિટ કરો, બધી વિગતો ભર્યા પછી, એકવાર ફરીથી બધી માહિતી ધ્યાનપૂર્વક ચકાસી લો. ખાતરી કરો કે દાખલ કરેલી બધી વિગતો સાચી અને ચોક્કસ છે પછી આગળ વધો. 

  • "માહિતી સાચી છે" જેવા બોક્સ પર ટીક કરો.

  • છેલ્લે, "સબમિટ" બટન પર ક્લિક કરો.

તબક્કો 8: તમે કરેલ ઈ-FIR નો acknowledgment મેળવો, આ ફરિયાદ સબમિટ કર્યા પછી તમને એક Acknowledgment નંબર (સ્વીકૃતિ નંબર) મળશે. આ નંબર ભવિષ્યમાં તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરવા માટે ખુબ જ ઉપયોગી થશે. તમને તમારી ઈ-FIR ની કોપી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે, જેની એક કોપી તમારી પાસે સુરક્ષિત જગ્યા રાખો અથવા પ્રિન્ટ કાઢી લેવી હિતાવહ છે. 

ઈ-FIR નોંધાવ્યા પછી શું થાય?

  • તમારી ઈ-FIR લાગુ પડતાં પોલીસ વિભાગને મોકલવામાં આવશે.

  • ત્યાં પોલીસ દ્વારા તમારી ફરિયાદની પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે.

  • જો ફરિયાદ સાચી જણાશે, તો પોલીસ અધિકારી દ્વારા તમને આપલે નંબર પર ફોન પર સંપર્ક કરવામાં આવી શકે છે અથવા જે  આપલે ઈમેલ હોય તેના દ્વારા જાણ કરવામાં આવશે.

  • અમુક કિસ્સાઓમાં, તમને પોલીસ સ્ટેશન બોલાવીને નિવેદન લેવામાં આવી શકે છે.

  • ઈ-FIR નો સ્ટેટસ તમે પોર્ટલ પર તમારા Acknowledgment નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ચેક કરી શકો છો.

ઈ-FIR ના ફાયદા:

  • મુખ્યત્વે સમયની બચત: પોલીસ સ્ટેશન આવા જવા માં અને ત્યાં વાત ચિત દરમ્યાનનો સમય બચી જાય.  

  • જવામાં અને લાઈનમાં ઊભા રહેવામાં સમય બરબાદ થતો નથી.

  • સરળતા: તમે ઘરે બેઠા સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો.

  • આ સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ છે : તમે ગમે ત્યારે, ગમે ત્યાંથી ફરિયાદ કરી શકો છો.

  • આ પારદર્શિતા સાથે સવલત આપે છે: તમે તમારી ફરિયાદનો સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો.

હવે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ:

  • IMEI નંબર: મોબાઈલ ફોન ગુમ થાય ત્યારે IMEI નંબર ફરજિયાત અને સૌથી મહત્વપૂર્ણ કામ કરે છે. આથી તેને સાચવીને રાખો. તેને જાણવા માટે તમે તમારા ફોનમાં *#06# ડાયલ કરીને પણ IMEI નંબર મેળવી શકો છો.

  • ચોક્કસ અને સ્પષ્ટ વિગતો: હંમેશા ઘટના બને તો તેની સાથે વસ્તુની ચોક્કસ વિગતો આપો. કેમકે ખોટી માહિતી આપવાથી આપની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.

  • પુરાવા: જો તમારી પાસે ગુમ થયેલી વસ્તુના કોઈ ફોટા, બિલ કે અન્ય પુરાવા હોય તો તે અપલોડ કરવાનું ચૂકશો નહીં.તે આપના માટે ફાયદાકારક સાબિત થશે. 

  • Acknowledgment નંબર સાચવો: ઈ-FIR નોંધાવ્યા પછી મળતો Acknowledgment નંબર ધ્યાનથી સાચવી રાખો. અને મેળવેલ pdf ની એક પ્રિન્ટ કાઢી રાખવી.

  • શંકાસ્પદ ઘટનાઓ માટે: જો તમને કોઈ ઘટના શંકાસ્પદ લાગે, તો તરત જ ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરો.

ઈ-FIR એ આપણાં સૌ નાગરિકો માટે એક શાનદાર સુવિધા છે. તેનો આપણે યોગ્ય ઉપયોગ કરીને તમે પોલીસની કામગીરીમાં પણ મદદરૂપ થઈ શકો છો અને તમારા કિંમતી સમયની બચત કરી શકો છો.

યાદ રાખો, આ આપણાં નાગરિકોની સુવિધા માટે છે, તેનો દુરુપયોગ ન કરવો જોઈએ.

સંબંધિત પોસ્ટ