નોકરી/વીઝા ફ્રોડ: સપનાની નોકરીની લાલચ અને વિદેશ જવાના બહાને છેતરપિંડી

FEATURED

7/15/20251 min read

સારી જીવન શૈલી બધા ને ગમે અને તેમાંય આજકાલ સારી નોકરી મેળવવી કે વિદેશમાં સ્થાયી થવું એ ઘણા બધા લોકોનું સપનું હોય છે. અને બસ ફરી થી સાયબર ગુનેગારો આ જ બધા સપનાનો લાભ ઉઠાવીને લોકોને છેતરે છે. અને ચાલુ થાય છે નોકરી/વીઝા ફ્રોડ માં, ગુનેગારો નકલી જોબ ઓફર્સ, વિદેશમાં નોકરીના આકર્ષક વચનો. અને સાથે સરળ વીઝા પ્રક્રિયાના બહાને પણ લોકો પાસેથી પૈસા પડાવે છે. આ ફ્રોડ માત્ર નાણાકીય નુકસાન જ નહીં, સાથે સાથે પીડિતોના સમય અને માનસિક શાંતિનો પણ ભોગ લે છે.

ચાલો જોઈએ એ કે ગુજરાતમાં બનેલા આવા કેટલાક ફ્રોડના વાસ્તવિક બનાવો, તેની પાછળની કપટી હકીકતો, અને તેનાથી બચવા માટેની જરૂરી સુરક્ષા ટિપ્સ વિશે જાણીશું.

તમારા સપનાની નોકરીની લાલચ મેળવો: એક ડિજિટલ સોનેરી જાળ.

મહત્વકાંક્ષા ના અનિયંત્રિત ઘોડાપૂર માં આજે ઘણા બધા યુવક-યુવતીઓ સારી નોકરી અને ઉન્નત જીવન માટે વિદેશ જવાનું સપનું જુએ છે. પરંતુ, આ બધા સપનાની આડમાં ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ એક નવી જાળ બિછાવી રહ્યા છે: નોકરી અને વીઝા ફ્રોડ. આ એક એવી કપટી યુક્તિ છે જેમાં ગુનેગારો જાણીતી કંપનીઓ કે એજન્સીઓના નામે તમને લલચાવીને તમારા મહેનતના પૈસા અને અંગત માહિતી ચોરી લે છે.

આ ફ્રોડનું મુખ્ય શસ્ત્ર છે "સપનાની નોકરીની લાલચ". તમને કોઈ મોટી વિદેશી કંપનીમાં ઉંચા પગારવાળી સાથે વસવાટ માટે નોકરીની ઓફર કરવામાં આવે છે. આ ઓફર એટલી આકર્ષક હોય છે કે કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી તેના પર વિશ્વાસ કરી લે.

જાણીએ આ ફ્રોડ કેવી રીતે કામ કરે છે?

આ પ્રકારની છેતરપિંડીમાં સામાન્ય રીતે કેટલાક તબક્કામાં થાય છે:

  1. આકર્ષક ઓફર: તમને ઈમેલ મેસેજ કે સોશિયલ મીડિયા કે નોકરીના પ્લેટફોર્મ પર કોઈ મોટી વિદેશી કંપનીમાંથી સીધી જ નોકરીની ઓફર મોકલવામાં આવે છે. આમાં પગાર અને સુવિધાઓ એટલી વધારે હોય છે કે તે માનવામાં ન આવે તેવી હોય.

  2. તાત્કાલિક પગલાં ભરવાની ઉતાવળ: ઘણીવાર મીડિયેશન બની ને તમને કહેવામાં આવે છે કે આ ઓફર સીમિત સમય માટે જ છે, તેથી તમારે તાત્કાલિક સ્વીકારીને પૈસા જમા કરાવવા પડશે. આ ઉતાવળ તમને વિચારવાનો સમય આપતી નથી.

  3. પૈસાની માંગણી: નોકરી પાકી થયા પછી, તમારી પાસે જુદા જુદા બહાના હેઠળ પૈસાની માંગણી કરવામાં આવે છે. જેમ કે, "વીઝા પ્રોસેસિંગ ફી," "ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાર્જ," "સિક્યોરિટી ડિપોઝિટ" કે પછી "ટ્રેનિંગ ખર્ચ". આ પૈસા મોટાભાગે અજાણ્યા બેંક ખાતા કે ક્રિપ્ટોકરન્સીમાં જમા કરાવવા કહેવામાં આવે છે.

  4. સંપર્કનો અંત: એકવાર તમે પૈસા ચૂકવી દો, પછી તેમનો પ્રોક્સી ફોન નંબર અને ઈમેલ એડ્રેસ અચાનક બંધ થઈ જાય છે. તમારી પાસે તેમની સાથે સંપર્ક કરવા માટે કોઈ રસ્તો રહેતો નથી અને તમે છેતરપિંડીનો શિકાર બની જાઓ છો.

આ કૌભાંડને સમજવા માટે ના સંકેતો શું છે?

  • પૈસાની માંગણી: તમને કોઈ પણ કાયદેસરની કંપની નોકરી આપવા માટે તમારી પાસે પૈસા માંગતી નથી. જો કોઈ તમને નોકરી આપવાના બદલામાં પૈસા માંગે, તો તે ચોક્કસપણે ફ્રોડ છે.

  • કોઈ ઈન્ટરવ્યૂ નહીં: તમને ઈન્ટરવ્યૂ કે યોગ્ય પ્રક્રિયા વિના સીધી જ નોકરીની ઓફર મળી જાય છે.

  • અવ્યાવસાયિક ઈમેલ: ઈમેલનું એડ્રેસ કંપનીના ઓફિશિયલ ડોમેનનું ન હોય, તેમાં વ્યાકરણની ભૂલો હોય કે ભાષા અવ્યાવસાયિક હોય.

  • અત્યંત આકર્ષક ઓફર: પગાર કે અન્ય સુવિધાઓ વાસ્તવિકતા કરતાં ઘણી વધારે હોય.

આમાં તમારે પોતાનું પોતાનું રક્ષણ કેવી રીતે કરવું?

  • સંપૂર્ણ તપાસ: કોઈપણ કંપની કે એજન્સીની ઓફર પર વિશ્વાસ કરતા પહેલા, તેની ઓફિશિયલ વેબસાઇટ અને ઓનલાઈન રિવ્યુઝ ધ્યાનપૂર્વક તપાસો.

  • પૈસા ન આપો: ક્યારેય નોકરી મેળવવા માટે કોઈપણને પૈસા ચૂકવશો નહીં.

  • અજાણ્યા ઓફર્સને અવગણો: જો કોઈ ઓફર તમારા દ્વારા અરજી કર્યા વિના આવે, તો તેના પર શંકા રાખો.અને આગળ પ્રક્રિયા ના કરો.

વાસ્તવિક બનાવો: ગુજરાતમાં નોકરી/વીઝા ફ્રોડના કિસ્સાઓ

ગુજરાતમાં નોકરી અને વીઝા ફ્રોડના અનેક કિસ્સાઓ નોંધાયા છે, જેમાં યુવાનો અને નોકરી શોધનારાઓ લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે.

૧. અમદાવાદ કેસ સ્ટડી: "વિદેશમાં નોકરીના નામે એડવાન્સ ફી"

બનાવ (Incident): અમદાવાદ શહેરના એક યુવા એન્જિનિયરને એક અજાણી કન્સલ્ટન્સી ફર્મ તરફથી ઈમેઈલ આવ્યો હતો, જેમાં તેને કેનેડામાં એક કોઈ મોટી કંપનીમાં આકર્ષક પગાર સાથે નોકરીની ઓફર કરવામાં આવી હતી. ઈમેઈલમાં કંપનીનું નામ અને લોગો પણ અધિકૃત જેવા લાગતા હતા. યુવાને જ્યારે સંપર્ક કર્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તમારી પ્રોફાઇલ જોતાં નોકરી પાકી છે, પરંતુ "પ્રોસેસિંગ ફી", "વીઝા ફી" અને "મેડિકલ ચેકઅપ" ના ₹૨ લાખની એડવાન્સ રકમ જમા કરાવવી પડશે.આમ યુવાને બેંક લોન લઈને પણ આ રકમ ચૂકવી દીધી. જેવા પૈસા તેમના મળ્યા પછી તરત કન્સલ્ટન્સી ફર્મનો સંપર્ક તૂટી ગયો અને યુવાનને અંતે સમજાયું કે તેને છેતરવામાં આવ્યો છે.

હકીકત Facts:

આ "એડવાન્સ ફી જોબ ફ્રોડ" નો ક્લાસિક કેસ છે. ગુનેગારો આકર્ષક વિદેશી નોકરીઓની લાલચ આપીને વિવિધ બહાને (જેમ કે પ્રોસેસિંગ ફી, વીઝા ફી, રજિસ્ટ્રેશન ફી, મેડિકલ ટેસ્ટ ફી) પૈસા પડાવે છે.

યાદ રાખો, કોઈપણ અધિકૃત કંપની કે રિક્રુટમેન્ટ એજન્સી નોકરી આપતા પહેલા પૈસા માંગતી નથી.

આવા ફ્રોડમાં, ગુનેગારો નકલી વેબસાઇટ્સ, ઈમેઈલ આઈડી અને ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરે છે.

સંદર્ભ: Ahmedabad Cyber Crime Cell frequently warns about job frauds, especially those promising overseas employment in exchange for advance fees. Such cases are widely reported in local media.

સ્રોત: The Times of India - "Ahmedabad: Man loses Rs 2 lakh to online fraud" (Oct 29, 2023)

૨. સુરત કેસ સ્ટડી: "નકલી ઇન્ટરવ્યુ અને સિક્યોરિટી ડિપોઝિટ"

બનાવ (Incident): સુરત શહેરના એક કોલેજ ગ્રેજ્યુએટને એક પ્રતિષ્ઠિત MNC મલ્ટીનેશનલ કંપની માં નોકરી માટે ઇન્ટરવ્યુનો કોલ આવ્યો. અસલી જેવો ફેક ઇન્ટરવ્યુ ઓનલાઈન લેવામાં આવ્યો, અને તે સફળ રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું. પછી તેને "જોબ ઓફર લેટર" મોકલવામાં આવ્યો, જે અધિકૃત લાગતો હતો. જોકે, નોકરી શરૂ કરતા પહેલા "સિક્યોરિટી ડિપોઝિટ" તરીકે ₹૫૦,૦૦૦ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું, જે નોકરી છોડતી વખતે પરત મળશે તેવી ખાતરી આપવામાં આવી. યુવાને પૈસા જમા કરાવ્યા પછી તરત કંપનીના ફોન નંબર બંધ થઈ ગયા અને તેમના ઈમેઈલનો કોઈ જવાબ પણ ન મળ્યો.

હકીકત (Facts):

આ ફ્રોડમાં, ગુનેગારો જાણીતી કંપનીઓના નામે નકલી ઇન્ટરવ્યુ ગોઠવે છે અને નકલી ઓફર લેટર્સ મોકલે છે.

તેઓ "સિક્યોરિટી ડિપોઝિટ", "યુનિફોર્મ ફી", "લેપટોપ ફી" જેવા બહાને પૈસા પડાવે છે.

કોઈપણ અધિકૃત કંપની નોકરી આપતા પહેલા આવી સિક્યોરિટી ડિપોઝિટ માંગતી નથી.

સંદર્ભ: Surat Cyber Crime Cell has frequently issued warnings about fake job offers and security deposit scams. Such incidents are common in cities with a large job-seeking population.

સ્રોત: The Times of India - "Surat: Man loses near Rs 57,000 in UPI fraud" (Feb 27, 2024) -

૩. રાજકોટ કેસ સ્ટડી: "વિદેશી વીઝાના નામે ડોક્યુમેન્ટ્સ અને પૈસા"

બનાવ (Incident): રાજકોટશહેરના એક યુવા દંપતીને યુકેમાં વર્ક વીઝા કરી અપાવવાનું વચન એક એજન્ટે આપ્યું. એજન્ટે પોતાને એક પ્રતિષ્ઠિત ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે રજૂ કર્યો અને તેમને "ફાસ્ટ-ટ્રેક વીઝા પ્રોસેસિંગ" માટે ₹૮ લાખની માંગણી કરી. દંપતીએ એજન્ટને પોતાના તમામ મૂળ ડોક્યુમેન્ટ્સ જેવા કે પાસપોર્ટ, ડિગ્રી સર્ટિફિકેટ્સ જેવા મહત્વના દસ્તાવેજો ગણાય અને સાથે પૈસા આપી દીધા. તેમને પ્રોસેસ સમય જણાવી દીધો પછી એક બે બીજી વાતો કરી આખી ટોળકી એ તેમને કુલ ૮૦ લાખ જેટલી માતબર રકમ પડાવી જ્યારે થોડા મહિનાઑ વિત્યા નતો વીઝા ન આવ્યા કે નતો એજન્ટનો સંપર્ક થયો, ત્યારે તેમને ખબર પડી કે તેઓ છેતરાયા છે. સાથે સાથે તેમના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ થવાનો પણ ભય હતો.

હકીકત (Facts):

આ વીઝા ફ્રોડ નો એક પ્રકાર છે, જ્યાં ગુનેગારો વિદેશમાં સ્થાયી થવાની લાલચ આપીને મોટી રકમ અને સંવેદનશીલ ડોક્યુમેન્ટ્સ પડાવે છે.

તેઓ નકલી એજન્સીઓ, નકલી ઓફિસ અને નકલી વેબસાઇટ્સનો ઉપયોગ કરે છે.

હંમેશા અધિકૃત ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ અને સરકારી વીઝા વેબસાઇટ્સ પરથી જ માહિતી મેળવો.

સંદર્ભ: Rajkot Cyber Crime Cell and other police departments in Gujarat have registered numerous cases of visa fraud, often involving large sums of money and fake promises of overseas settlement.

સ્રોત: Divya Bhaskar - "રાજકોટમાં વિદેશી વીઝાના નામે ઠગાઈ: ઠગ ટોળકીએ ૮૦ લાખ પડાવ્યા" (Dec 15, 2023)

આપના માટે સમજવું જરૂરી છે કે નોકરી/વીઝા ફ્રોડથી બચવા માટે: શું કરવું અને શું ન કરવું?

આથી આવા ફ્રોડથી બચવા માટે નીચેના મુદ્દાઓનું પાલન કરવું અત્યંત આવશ્યક છે:

શું કરવું (DOs):

કંપની/એજન્સીની વિશ્વસનીયતા તપાસો: જ્યારે પણ કોઈપણ જોબ ઓફર કે વીઝા કન્સલ્ટન્સી પર વિશ્વાસ કરતા પહેલા, એક વખત તેની અધિકૃત વેબસાઇટ, રિવ્યુઝ, રજિસ્ટ્રેશન નંબર અને ભૂતકાળના રેકોર્ડ્સ જરૂર તપાસો.

સત્તાવાર વેબસાઇટ્સ પરથી જ માહિતી મેળવો: કોઈ નોકરી માટે હંમેશા કંપનીની અધિકૃત કેરિયર વેબસાઇટ પરથી જ અરજી કરો. હમેશા વીઝા સંબંધિત માહિતી માટે સંબંધિત દેશના અધિકૃત દૂતાવાસ Embassy કે કોન્સ્યુલેટની વેબસાઇટ નો જ ઉપયોગ કરો.

ઓફર લેટરની ચકાસણી કરો: જો તમને જોબ ઓફર લેટર મળે, તો તેમાં આપેલી કંપનીની વિગતો, સંપર્ક માહિતી અને શરતોની કાળજીપૂર્વક ચકાસણી કરો.એડિટ કરેલ કે ai થી બનાવેલ નથી તેની ખાતરી કરો.

પૈસાની માંગણી પર સાવચેત રહો: જો નોકરી કે વીઝા અપાવવાના બહાને કોઈપણ પ્રકારની એડવાન્સ ફી, સિક્યોરિટી ડિપોઝિટ, કે પ્રોસેસિંગ ચાર્જ માંગવામાં આવે, તો તે લાલ ઝંડો (Red Flag) છે તે સમજી લેવું.

શું ન કરવું (DON'Ts):

નોકરી કે વીઝા માટે પૈસા ન આપો: કોઈપણ સંજોગોમાં, નોકરી મેળવવા કે વીઝા અપાવવા માટે એડવાન્સ પૈસા ન આપો. અધિકૃત રિક્રુટમેન્ટ એજન્સીઓ ઉમેદવારો પાસેથી ક્યારેય પૈસા લેતી નથી.

અંગત/નાણાકીય માહિતી શેર ન કરો: ખાસ યાદ રાખવું કે કોઈપણ અજાણ્યા વ્યક્તિઓ કે શંકાસ્પદ વેબસાઇટ્સ પર તમારી બેંક વિગતો, પાસપોર્ટ નંબર, આધાર નંબર કે અન્ય સંવેદનશીલ અંગત માહિતીઑ ને ક્યારેય શેર ન કરો.

અજાણી લિંક્સ કે ઈમેઈલ પર ક્લિક ન કરો: તમને આવેલ શંકાસ્પદ ઈમેઈલ કે SMS માં જો નોકરીની ઓફરની લિંક્સ હોય તો તેના પર ભૂલથી પણ ક્લિક ન કરો, કારણ કે તે ફિશિંગની લિંક્સ હોઈ શકે છે.

ઓછા સમયમાં મોટીકમાણીના વચનો પર ભરોસોન કરો: જો કોઈ તમને ઓછા સમયમાં મોટી કમાણી કે સરળતાથી વિદેશીવીઝાનું વચનઆપે,તો તે શંકાસ્પદ છે એટલું સમજી જવું.

માણી લો કે કોઈ પણ રીતે જો તમે શિકાર બનો તો શું કરવું?

જો તમે આ કૌભાંડનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં અને તરત જ આ પગલાં ભરો:

  1. સાયબર ક્રાઈમ પર જાણ કરો: જો તમે નોકરી/વીઝા ફ્રોડનો ભોગ બનો, તો તાત્કાલિક સાયબર ક્રાઈમ પોર્ટલ (www.cybercrime.gov.in) પર અથવા હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો.

  2. આગળના બ્લોગ માં તેમની તબ્બકાવાર એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ફરિયાદ કરવા ની પદ્ધતિ આપી છે તેને અવશ્ય જુવો.

  3. બેંકને જાણ કરો: જો તમે બેંક દ્વારા પૈસા મોકલ્યા હોય, તો તરત જ બેંકને જાણ કરો અને ખાતું બ્લોક કરાવો.

ખાસ યાદ રાખો, સાવધાની અને જાગૃતિ એ જ તમારા સપના અને પૈસાનું શ્રેષ્ઠ રક્ષણ છે. લોકો સુધી આ માહિતી ને શેર કરો.

#નોકરીફ્રોડ #વીઝાસ્કેમ #ઓનલાઈનફ્રોડ #સાવધાન #સાયબરક્રાઈમ #JobFraud #VisaScam #CyberSafety

સંબંધિત પોસ્ટ