નોકરી સંબંધિત છેતરપિંડી: શું તમને નકલી જોબ ઓફર મળી છે? સાયબર ક્રાઈમ પોર્ટલ પર તરત ફરિયાદ નોંધાવો!

FEATURED

6/6/20251 min read

આજકાલ કોને સારી મનગમતી નોકરી મેળવવાનું સપનું ના હોય ?. આ સપનાનો લાભ ઉઠાવીને જ છેતરપિંડીનો ખેલ શરૂ થાય છે, બસ !! સાયબર અપરાધીઓ એતો નોકરીના નામે છેતરપિંડીના નવા રસ્તાઓ શોધી લીધા છે. પૂરી તૈયારીથી તેઓ નકલી જોબ ઓફર, ઇન્ટરવ્યુ ફી, ટ્રેનિંગ ચાર્જ કે પછી સિક્યોરિટી ડિપોઝિટના નામે પૈસા પડાવવા રીતસરની પદ્ધતિ ગોઠવી રાખી છે, જેવા તમે જરાપણ તે તરફ જુકાવ્યું એટલે ગયા સમજો !! આવા કિસ્સાઓ વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. આપણાં આ બ્લોગ માં તે સબંધિત બધી વિગતો વિશે વિસ્તાર થી જાણીએ.

પણ જો તમે નોકરી સંબંધિત કોઈ છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં. ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cybercrime Reporting Portal - cybercrime.gov.in) તમારી મદદ માટે છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા જ આવા ગુનાઓની ફરિયાદ નોંધાવી શકો છો. અહિયાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવાનો પ્રયત્ન કર્યો છે.

ચાલો તો સમજીએ કે નોકરી સંબંધિત છેતરપિંડી શું છે? અને કેવી રીતે થાય છે.

નોકરી સંબંધિત છેતરપિંડી એટલે કે જ્યારે ગુનેગારો નકલી જોબ ઓફર, ભરતી પ્રક્રિયા કે નોકરીની તકોનો ભ્રમ ઉભો કરીને લોકો પાસેથી ડીજીટલી પૈસા પડાવે છે સાથે સાથે તેમની અંગત માહિતી હેક કરી મેળવી તેનો દુરુપયોગ કરે છે.

કયા પ્રકારની નોકરી સંબંધિત છેતરપિંડી સ્કેમર્સ લોકો કરે છે !

  • ડિજિટલ પ્લેટફોર્મ કે અન્ય રીતે ખોટી ભ્રામક માહીતી ફેલાવે છે જેમાં આકર્ષક નોકરી સેલરી અને ઘણું બધુ પ્રભાવિત કરનારું હોય છે.

  • રજીસ્ટ્રેશન/એપ્લિકેશન ફી: તેઓ નોકરી માટે અરજી કરવા કે રજીસ્ટ્રેશન કરવાના નામે ફી માંગે છે.

  • ઇન્ટરવ્યુ/ટ્રેનિંગ ફી: ઇન્ટરવ્યુ માટે અથવા ટ્રેનિંગ આપવાના બહાને પૈસા પડાવવા જેવી મોડેસ ઓપરેન્ડી ઉપયોગ કરે છે.

  • સિક્યોરિટી ડિપોઝિટ/એડવાન્સ: તેઓ નોકરી કન્ફર્મ કરવા કે કંપનીમાં જોડાતા પહેલા સિક્યોરિટી ડિપોઝિટ કે એડવાન્સ પૈસા માંગવા જેવી ઉતાવળ કે પ્રોસેસ ગણાવી છેતરપિંડી કરે છે.

  • નકલી ઓફર લેટર: મોટી કંપનીઓના નામે નકલી ઓફર લેટર મોકલીને છેતરપિંડી કરવી.

  • વ્યક્તિગત માહિતીની ચોરી (Identity Theft): નોકરીના બહાને તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક વિગતો જેવી સંવેદનશીલ માહિતી મેળવી તેનો દુરુપયોગ કરવો.

  • ટેલિગ્રામ/વોટ્સએપ પર પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ: ઘરે બેઠા સરળ કામ કરીને સારા પૈસા કમાવવાની લાલચ આપીને નાણાકીય રોકાણ કરાવી છેતરપિંડી કરવી.

  • વિદેશમાં નોકરીના બહાને છેતરપિંડી: વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરી અપાવવાના બહાને મોટી રકમ પડાવવી.

ફરિયાદ નોંધાવતા પહેલા આટલી માહિતી અને દસ્તાવેજો તૈયાર રાખો:

  • છેતરપિંડીની તારીખ અને સમય: ગુનો ક્યારે બન્યો તેની ચોક્કસ માહિતી.

  • કયા માધ્યમથી સંપર્ક થયો: (જેમ કે ઈમેલ, SMS, વોટ્સએપ, વેબસાઈટ, કોલ).

  • છેતરપિંડી કરનારની વિગતો (જો ઉપલબ્ધ હોય):

  • મોબાઈલ નંબર, ઈમેલ આઈડી.

  • નકલી કંપનીનું નામ, વેબસાઈટ લિંક.

  • જે બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હોય તેની વિગતો.

    પુરાવા:

  • આવેલા શંકાસ્પદ ઈમેલ/SMS/વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ.

  • નકલી વેબસાઈટના સ્ક્રીનશોટ.

  • પેમેન્ટ કર્યાના પુરાવા (બૅન્ક સ્ટેટમેન્ટ, UPI ટ્રાન્ઝેક્શન વિગતો).

  • નકલી ઓફર લેટર કે અન્ય દસ્તાવેજો.

  • કોઈપણ વાતચીતનું રેકોર્ડિંગ (જો હોય તો).

  • તમારી અંગત વિગતો: નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ આઈડી.

હાલો જાણીએ!! નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોકરી સંબંધિત છેતરપિંડીની ફરિયાદ કેવી રીતે નોંધાવવી? અને તેમના તબક્કાવાર પગલાંઑ.

તબક્કો ૧: પોર્ટલ પર જાઓ

  • સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં www.cybercrime.gov.in વેબસાઇટ ખોલો.

  • હોમપેજ પર તમને "File a Complaint" અથવા "शिकायत दर्ज करें" નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

તબક્કો ૨: પોર્ટલ ઉપયોગ કરવાની શરતો સ્વીકારો અને આગળ વધો

  • ઉપયોગની શરતો (Terms and Conditions) વાંચો અને "I Accept" (હું સ્વીકારું છું) પર ક્લિક કરીને "Submit" અથવા "Proceed" કરો.

તબક્કો ૩: ફરિયાદનો પ્રકાર પસંદ કરો

  • હવે તમને "Report Cyber Crime" અને "Report Other Cyber Crime" વિકલ્પો દેખાશે.

  • નોકરી સંબંધિત છેતરપિંડી માટે "Report Cyber Crime" પર ક્લિક કરો.

તબક્કો ૪: નાગરિક લોગિન (Citizen Login)

  • જો તમે પહેલીવાર ફરિયાદ કરી રહ્યા છો, તો "New User? Click Here to Register" પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.

  • તમારું રાજ્ય, યુઝરનેમ (સામાન્ય રીતે મોબાઈલ નંબર), ઈમેલ આઈડી દાખલ કરો.

  • મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

  • હવે તમારા મોબાઈલ નંબર અને OTP/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.

  • જો તમે પહેલાથી રજીસ્ટર થયેલા છો, તો સીધા લોગિન કરો.

તબક્કો ૫: ઘટનાની વિગતો દાખલ કરો (Incident Details)

  • લોગિન કર્યા પછી, "Incident Details" ફોર્મમાં નીચે મુજબની વિગતો ભરો:

  • "Category of Complaint": અહીં "Job Related Frauds" અથવા "Online Financial Frauds" હેઠળ "Job Related Frauds" પસંદ કરો.

  • "Date and Time of Incident": છેતરપિંડી કઈ તારીખે અને કયા સમયે બની તે દાખલ કરો.

  • "Mode of Fraud": છેતરપિંડી કેવી રીતે થઈ (દા.ત., Fake Job Offer via Email/SMS, Fake Recruitment Website, Tele-Calling Fraud).

  • "Platform Used for Fraud": કયા પ્લેટફોર્મનો ઉપયોગ થયો (દા.ત., Email, SMS, WhatsApp, Website, Call).

  • "Amount Involved" (જો લાગુ પડતું હોય): કેટલા પૈસાની છેતરપિંડી થઈ.

  • "Suspect Details": જો તમને છેતરપિંડી કરનારનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બેંક એકાઉન્ટ નંબર કે કંપનીનું નામ ખબર હોય, તો તે દાખલ કરો.

  • "Brief description of incident": ઘટનાનું ટૂંકું અને સ્પષ્ટ વર્ણન કરો. તમને કેવી રીતે નોકરીની ઓફર મળી, તેમણે શું માંગણી કરી અને તમે કેવી રીતે છેતરાયા તેની વિગતો આપો.

  • બધી વિગતો ભર્યા પછી, "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૬: શંકાસ્પદ વ્યક્તિની વિગતો (Suspect Details) - જો હોય તો

  • આ વિભાગમાં છેતરપિંડી કરનાર વ્યક્તિ કે સંસ્થા વિશેની કોઈપણ વધારાની માહિતી દાખલ કરો.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૭: પીડિતની વિગતો (Victim Details)

  • આ વિભાગમાં તમારી અંગત વિગતો દાખલ કરો: પૂરું નામ, સરનામું, સંપર્ક માહિતી વગેરે.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૮: પુરાવા અપલોડ કરો (Upload Evidence)

  • આ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. તમારી પાસે જે પણ પુરાવા હોય, તે અહીં અપલોડ કરો:

  • આવેલા નકલી ઈમેલ/SMS/વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ.

  • નકલી વેબસાઈટ કે પોર્ટલના સ્ક્રીનશોટ.

  • જોબ ઓફર લેટર કે અન્ય દસ્તાવેજોની કોપી.

  • પૈસા ટ્રાન્સફર કર્યાના પુરાવા (બૅન્ક સ્ટેટમેન્ટ, UPI ટ્રાન્ઝેક્શન સ્ક્રીનશોટ).

  • કોઈપણ વાતચીતની ઓડિયો રેકોર્ડિંગ (જો હોય તો).

  • આ પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.

  • "Save and Next" પર ક્લિક કરો.

તબક્કો ૯: વિગતોની સમીક્ષા અને કન્ફર્મ કરો (Review and Confirm)

  • તમે દાખલ કરેલી બધી વિગતોની ફરી એકવાર સમીક્ષા કરો.

  • બધી માહિતી સાચી હોય તો "Confirm & Submit" પર ક્લિક કરો.

તબક્કો ૧૦: ફરિયાદ સબમિટ અને Acknowledgment નંબર મેળવો

  • ફરિયાદ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, તમને એક Acknowledgment Number (ફરિયાદ નંબર) મળશે.

  • આ નંબરને સાચવીને રાખો. તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકો છો.

  • તમને તમારી ફરિયાદની PDF કોપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. તેને પણ સાચવી રાખો.

આવો બચીએ અને અંગત લોકોને નોકરી સંબંધિત છેતરપિંડીથી બચવા માટે જાગૃતિ આપીએ.
Awareness Tips:

  • ફીની માંગણીથી સાવધાન: જ્યારે કોઈ પણ પ્રતિષ્ઠિત કંપની કે ભરતી એજન્સી નોકરી આપતા પહેલા ક્યારેય રજીસ્ટ્રેશન, એપ્લિકેશન, ઇન્ટરવ્યુ કે ટ્રેનિંગ ફી માંગતી નથી. આ વાત ખાસ ધ્યાન માં લેવી અને જો કોઈ ફી માંગે તો તે શંકાસ્પદ છે એ સમજી જવું.

  • વેબસાઈટ/ઈમેલની ખરાઈ કરો: જેરે કોઇપણ કંપનીની આવી જાહેરાત આપે છે તો તેમની સત્તાવાર વેબસાઈટ અને ઈમેલ આઈડી તપાસો. નકલી વેબસાઈટના URL (દા.ત., amazon.co.in ને બદલે amazon-jobs.in) માં નાનો ફરક હોઈ શકે છે.જેને વેબસાઇટ સ્પુફિંગ કહે છે, સામાન્ય રીતે Gmail, Yahoo કે Hotmail આઈડી પરથી આવતા ફેક ઓફર લેટરથી સાવધાન રહો.

  • તમને મળેલ ઓફર લેટરની ચકાસણી: જો તમને કોઈ મોટી કંપનીનો ઓફર લેટર મળે, તો સીધા કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી તેમના HR વિભાગનો સંપર્ક કરીને તેની ખરાઈ કરો. અને હા !! ઓફર લેટર પર આપેલા નંબર પર ફોન ન કરો.

  • વ્યક્તિગત માહિતી શેર કરવામાં સાવધાની: તેઓ નોકરીના બહાને તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક વિગતો કે OTP જેવી સંવેદનશીલ માહિતી માંગે તો શેર કરતા પહેલા સો વાર વિચાર કરજો !.

  • લોભામણી ઓફરથી દૂર રહો: જો તમને તમારી લાયકાત કે અનુભવ કરતા ઘણી ઊંચી પોસ્ટ કે અવાસ્તવિક રીતે ઊંચા પગારની ઓફર મળે,અથવા હલતું મળતું આવે તો તે છેતરપિંડી હોઈ શકે છે.

  • કામ વગર પૈસાની લાલચ: ટેલિગ્રામ/વોટ્સએપ પર ઘરે બેઠા સરળતાથી સારા પૈસા કમાવવાની ઓફરો (જેમ કે YouTube વીડિયો લાઈક કરવા, એપ ડાઉનલોડ કરવી) સામાન્ય રીતે છેતરપિંડી હોય છે. તેમાં શરૂઆતમાં નાના પૈસા ચૂકવીને પછી મોટો રોકાણ કરાવવામાં આવે છે.

  • રેફરન્સ ચેક: જો શક્ય હોય તો, કંપનીમાં કામ કરતા કોઈ વ્યક્તિનો સંપર્ક કરીને નોકરીની ઓફર વિશે માહિતી મેળવો.

ખાસ યાદ રાખો, કે સાયબર અપરાધીઓ હંમેશા નિરાશ કે નોકરીની શોધમાં રહેલા લોકોને નિશાન બનાવે છે. તમારી જાગૃતિ અને સાવચેતી જ તમને આવા ફ્રોડથી બચાવી શકે છે. જો તમે નોકરી સંબંધિત છેતરપિંડીનો ભોગ બનો છો, તો હિચકિચાશો નહીં, તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરો.

#નોકરીછેતરપિંડી #જોબસ્કેમ #સાવધાન #સાયબરક્રાઈમ #ઓનલાઈનછેતરપિંડી #FakeJobOffer #JobFraud #CyberCrime #StaySafe #desicyberseva

સંબંધિત પોસ્ટ