
સ્પાયવેર શું છે? મોબાઈલમાંથી અંગત માહિતી ચોરતા જાસૂસ વાઈરસ | lets know about Spyware in Gujarati.
FEATURED



સ્પાયવેર: તમારા ફોન કે ડિવાઇસ માં છૂપાયેલો એ ડિજિટલ જાસૂસ
આજકાલ ના સમયમાં જે રીતે બધુ ચાલી રહ્યું છે તે પ્રમાણે શું તમને ક્યારેય એવું લાગ્યું છે !! કે કોઈ તમારા ફોન પર નજર રાખી રહ્યું છે? તમે કોને મેસેજ મોકલો છો, શું ટાઈપ કરો છો, અને કોની સાથે વાત કરો છો તેની માહિતી કોઈ ગુપ્ત રીતે ચોરી કરી રહ્યું છે? જો લાગતું હોય, તો શક્ય છે કે તમારો ફોન સ્પાયવેરનો શિકાર બન્યો હોય.અને તમને એની જાણ ના હોય સ્પાયવેર એ એક પ્રકારનો માલવેર છે, આપણે મળવેર પર વિસ્તાર થી આગળ બ્લોગ માં ચર્ચા કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમારા ડિવાઇસ પર ગુપ્ત રીતે જાસૂસી કરવાનો છે. તે તમારી જાણ બહાર જ તમારા ફોનમાં પ્રવેશીને તમારી અંગત માહિતી જેમ કે કોન્ટેક્ટ્સ, SMS, પાસવર્ડ્સ, અને બેંકિંગની વિગતો ચોરી કરીને હેકર્સને મોકલે છે.
સ્પાયવેરનું નામ જ તેના કામની ઓળખ આપે છે - "સ્પાય" એટલે "જાસૂસ". આ એક અત્યંત ખતરનાક જોખમ છે કારણ કે તે કોઈ દેખીતું નુકસાન કર્યા વગર, તમારી પ્રાઇવસીનો ભંગ કરે છે.આ બ્લોગ પોસ્ટમાં, આપણે સ્પાયવેરના લક્ષણો, તે તમારા ફોનમાં કેવી રીતે પ્રવેશે છે અને તેનાથી કેવી રીતે બચવું તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.

સ્પાયવેરના લક્ષણો: તમારા ફોનમાં છૂપાયેલો જાસૂસ
મુખ્ય તો સ્પાયવેર છૂપાઈને જ કામ કરતો હોવાથી તેને ઓળખવો મુશ્કેલ છે, પરંતુ કેટલાક લક્ષણો છે જેના પરથી તમને શંકા થઈ શકે છે, અને ખાસ તેને અવગણવી ના જોઈએ !! સમજીએ કેટલાક લક્ષણો
ડિવાઇસની બેટરીનો અતિશય ઉપયોગ: જો તમારા ફોનની બેટરી અચાનક અને ઝડપથી ઉતરવા લાગે, તો શક્ય છે કે બેકગ્રાઉન્ડમાં કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો હોય જે તમને દેખાતો નથી.
સ્માર્ટફોનની ધીમી ગતિ: સ્પાયવેર ફોનના પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરતો હોવાથી ફોન ધીમો ચાલી શકે છે અથવા એપ્સ ખોલવામાં વધુ સમય લાગી શકે છે.અથવા કોઈ હળવી ગ્લિચ દેખાય.
કોઈ અજાણ્યા પોપ-અપ્સ: જો તમારા ફોન પર અચાનક બિનજરૂરી જાહેરાતો કે પોપ-અપ વિન્ડો દેખાવા લાગે.
નેટ ડેટા વપરાશમાં વધારો: જો તમારા મોબાઈલ ડેટાનો વપરાશ અચાનક વધી જાય, કારણ કે સ્પાયવેર તમારી માહિતી હેકર્સને મોકલવા માટે તમારા ડેટાનો ઉપયોગ કરે છે.
કોઈ અજાણી એપ્સ: તમારા ફોનમાં કોઈ એવી એપ્લિકેશન દેખાય જે તમે ઇન્સ્ટોલ ન કરી હોય. તે બીજા નામ થી પણ હોય શકે છે .
અતિશય ગરમી: ફોનનો વધુ પડતો ઉપયોગ ન થતો હોવા છતાં જો તે ગરમ રહે તો તે સ્પાયવેરની નિશાની હોઈ શકે છે.
આવો સમજીએ સ્પાયવેર તમારા ફોનમાં કેવી રીતે પ્રવેશે છે?
સ્પાયવેર જુદી જુદી રીતે તમારા ફોનમાં ઘુસણખોરી કરી શકે છે:
ફિશિંગ ઈમેલ અને લિંક્સ: ઈમેલ કે મેસેજીસમાં આવતી નકલી લિંક્સ પર ક્લિક કરવાથી સ્પાયવેર ડાઉનલોડ થઈ શકે છે.
કોઈ અજાણ્યા લોકોએ મોકલેલા સોશ્યલ મીડિયાના મેસેજ માં આવતા ફોટા , વિડીયો કે કોઈ પણ પ્રકાર ની ફાઇલ કે ડોક્યુમેટ્સ ખોલવા થી કે ડાઉનલોડ કરવા થી.
નકલી એપ્સ: પ્લે સ્ટોર કે એપ સ્ટોરની બહારથી ડાઉનલોડ કરાયેલી એપ્સમાં સ્પાયવેર છૂપાયેલો હોઈ શકે છે.
અસુરક્ષિત Wi-Fi: પબ્લિક Wi-Fi નો ઉપયોગ કરવાથી હેકર્સ તમારા ડિવાઇસમાં સરળતાથી પ્રવેશી શકે છે.
માલવેરવાળી વેબસાઇટ્સ: એવી વેબસાઇટ્સની મુલાકાત લેવાથી જે માલવેરથી ચેપગ્રસ્ત હોય.
સ્પાયવેરથી બચવા માટેની થોડી તકેદારી : ટિપ્સ
સ્પાયવેરથી બચવા માટે સતર્કતા અને કેટલાક વ્યવહારુ પગલાં જરૂરી છે:
આના માટે સતત જાગૃત રહો: કોઈ પણ અજાણી લિંક, ઈમેલ કે મેસેજ પર ક્લિક કરતા પહેલાં બે વાર જરૂર વિચારો.
કોઈપણ એપ્લિકેશનની પરવાનગીઓ તપાસો: જ્યારે નવી એપ ઇન્સ્ટોલ કરતા હોય વખતે તે કઈ પરવાનગીઓ માંગી રહી છે તે ધ્યાનપૂર્વક વાંચો. દા:ત જો કોઈ ગેમ તમારી કોન્ટેક્ટ લિસ્ટની પરવાનગી માંગે તો તે શંકાસ્પદ છે.
અજાણી એપ્સ અનઇન્સ્ટોલ કરો: તમારા ફોનમાં એવી કોઈ પણ એપ હોય જે તમે ઇન્સ્ટોલ ન કરી હોય, તો તેને તરત જ અનઇન્સ્ટોલ કરી નાખો. બને તો ડિવાઇસ ને નોર્મલ રીસેટ કરી નાખવું.
સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ: તમારી અનુકૂળતા પ્રમાણે વિશ્વસનીય અને જાણીતી કંપનીઓના એન્ટિવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો જે સ્પાયવેરને ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદ કરશે.
ડિવાઇસના ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ રાખો: તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સને નિયમિતપણે અપડેટ કરતા રહો. અપડેટ્સમાં સુરક્ષા માટેના નવા પેચ હોય છે.
ડેટાનું બેકઅપ રાખો: તમારા માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે ડેટાનું નિયમિત બેકઅપ રાખો. જો કોઈ મોટી સમસ્યા આવે તો તેમાં થી બચી શકાય છે અન્ય થી તમે તમારો અગત્યનો ડેટાને ગુમાવશો નહીં અને તે સહી સલામત રહી શકે.
યાદ રાખો : સ્પાયવેર એક ગંભીર જોખમ છે જે તમારી ડિજિટલ પ્રાઇવસીનો ભંગ કરે છે. તેનાથી બચવા માટે સતર્કતા અને સાવધાની રાખવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જાગૃત રહો અને લોકો સુધી આ માહિતી ને શેર અવશ્ય કરો
#સ્પાયવેર #મોબાઈલજાસૂસ #ડેટાચોરી #સાયબરસેફ્ટી #સ્માર્ટફોનસુરક્ષા #Spyware #MobileSecurity #desicyberseva
FAQ:
➤ પ્રશ્ન 1: Spyware શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
જવાબ: Spyware એ એક પ્રકારનો malicious software છે જે તમારા ફોનમાંથી SMS, contacts, location, browsing history અને banking details જેવી અંગત માહિતી silently ચોરી કરે છે.
➤ પ્રશ્ન 2: Spywareથી શું જોખમો ઊભા થાય છે?
જવાબ: તમારા financial accounts hack થઈ શકે છે, identity theft થઈ શકે છે, અને તમારા private data third-party advertisers કે cyber criminals સુધી પહોંચી શકે છે.
➤ પ્રશ્ન 3: Spywareથી બચવા માટે શું પગલાં લેવી જોઈએ?
જવાબ: Unknown apps install ન કરો, antivirus apps ઉપયોગ કરો, suspicious links avoid કરો, public Wi-Fi ટાળો અને OS updates regular રાખો.

સંબંધિત પોસ્ટ

