અમારા વિશે: ભાનુમતી ફાઉન્ડેશનનો
દેશી સાયબર સેવા પ્રોજેક્ટ

ભાનુમતી ફાઉન્ડેશન ખાતે, અમે દેશી સાયબર સેવા પ્રોજેક્ટ ચલાવીએ છીએ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. આજના ઝડપથી બદલાતા ડિજિટલ યુગમાં, જ્યાં સાયબર જોખમો સતત વધી રહ્યા છે, ત્યાં સામાન્ય નાગરિકો માટે સુરક્ષિત રહેવું અત્યંત જરૂરી છે.

અમે માનીએ છીએ કે જાગૃતિ એ સુરક્ષાનો પાયો છે, અને આ જાગૃતિ તેમની માતૃભાષામાં, સીધી સાદી અને સરળ ભાષામાં હોવી જોઈએ. જટિલ ટેકનિકલ શબ્દો અને અંગ્રેજી પરિભાષાને બદલે, અમે એવી રીતે માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે દરેક ગુજરાતી ભાષાના જાણકાર નાગરિક, ભલે તે ગમે તેટલો ટેકનોલોજીથી અજાણ હોય, તે પણ સાયબર જોખમોને સમજી શકે અને પોતાને બચાવી શકે.

અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો નથી, પરંતુ યોગ્ય અને સચોટ માહિતી આપવાનો છે. અમે જે પણ વિષય પર જાગૃતિ ફેલાવીએ છીએ, તેને યોગ્યતાના ખરા માપદંડમાંથી પસાર કરીએ છીએ. એટલે કે, અમે આપેલી દરેક માહિતી વિશ્વસનીય સ્ત્રોતોમાંથી મેળવેલી અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ હોય તેની ખાતરી કરીએ છીએ.

અમે સતત પ્રયત્નશીલ છીએ કે અમારા પ્રયાસો દ્વારા સમાજમાં સાયબર સુરક્ષા પ્રત્યેની સમજ વધે. અમારું લક્ષ્ય એક એવું ડિજિટલ વાતાવરણ બનાવવાનું છે જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે ઓનલાઈન પ્રવૃત્તિઓ કરી શકે. ભાનુમતી ફાઉન્ડેશનનો દેશી સાયબર સેવા પ્રોજેક્ટ તમારા ડિજિટલ જીવનને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે સાયબર ગુનેગારો સામે એક ઢાલ બનીને ઊભા છીએ, અને અમારા આ પ્રયાસમાં તમારા સહકારની અપેક્ષા રાખીએ છીએ.

અમારું ભંડોળ

આ વેબસાઇટ ચલાવવાના સંચાલન ખર્ચને ટેકો આપવા અને અમારી સામગ્રીની મફત ઍક્સેસ આપવાનું ચાલુ રાખવા માટે, અમે Google AdSense પ્રોગ્રામમાં ભાગ લઈએ છીએ. આનો અર્થ એ છે કે તમે અમારા પૃષ્ઠો પર જાહેરાતો જોઈ શકો છો. આ જાહેરાતો Google અને અમારા જાહેરાત ભાગીદારો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ જાહેરાતોમાંથી ઉત્પન્ન થતી આવક અમને વેબ હોસ્ટિંગ, સામગ્રી બનાવટ અને વેબસાઇટ જાળવણી જેવા ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરે છે. અમારી પ્રતિબદ્ધતા સૌ પ્રથમ અમારા નાગરિકો પ્રત્યે છે, અને અમે ખાતરી કરવાનો લક્ષ્ય રાખીએ છીએ કે અમારી સાઇટ પરની જાહેરાત સુસંગત અને વ્યવસ્થિત હોય.

અમે પારદર્શિતામાં માનીએ છીએ અને ઇચ્છીએ છીએ કે અમે અમારા કાર્યને કેવી રીતે ટકાવી રાખીએ છીએ તે વિશે માહિતગાર રહો. અમારી સાઇટની મુલાકાત લઈને અને અમારી સામગ્રી સાથે વાર્તાલાપ કરીને તમારો ટેકો, અમને અમારા મિશનને ચાલુ રાખવાની મંજૂરી આપે છે.આ અંગે વધુ આપ અમારી પ્રાઈવસી પોલિસી મુલાકાત લેશોજી.

દેશી સાયબર સેવા સમુદાયનો ભાગ બનવા બદલ આભાર.

ज्ञान मुक्ति तथैव् च || અર્થાત : જ્ઞાન અને મુક્તિ એક જ છે.

એડવોકેટ વિવેક એ. જોષી

Founding Editor & Writer

desicyberseva@gmail.com