
ઓનલાઈન ગેમ્સ અને ગેમિંગ ફ્રોડ: ગેમર્સ સાવધાન! તમારા એકાઉન્ટ અને પૈસા સુરક્ષિત રાખો.
FEATURED



માનવ ઇતિહાસ માં રમત ગમતનું હંમેશા મહત્વ રહ્યું છે, ગેમિંગના શોખીનો અને ખાસ કરીને અત્યારની યુવા પેઢી માટે આ એક મહત્ત્વપૂર્ણ વાત છે ઓનલાઈન ગેમ્સ અને તેમાં ગેમિંગ ફ્રોડ - તેના પર વિગતવાર ચર્ચા કરીએ. હાલ માં ગેમિંગ જેટલી મનોરંજક છે, તેટલા જ તેમાં અનેક સાયબર જોખમો પણ છુપાયેલા છે.રમત રમવા માં આવા જોખમો સ્વીકાર કરવા નહીં.
આજના યુગમાં, ઓનલાઈન ગેમિંગ કરોડો લોકો માટે મનોરંજનનું એક મોટું સાધન બની ગયું છે. બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી, સૌ કોઈ PUBG Mobile, Free Fire, Call of Duty, Fortnite, Minecraft, કે પછી સરળ મોબાઈલ ગેમ્સ જેવી વિવિધ ઓનલાઈન ગેમ્સ રમે છે. ગેમ્સમાં ઇન-ગેમ પર્ચેઝ જેમ કે સ્કિન, વેપન, કેરેક્ટર, વર્ચ્યુઅલ કરન્સી, અને સ્પર્ધાત્મક ગેમિંગ (Esports) નો ખુબ જ વ્યાપ વધ્યો છે.કરોડો રૂપિયા નો ખેલ છે ભાઈ!!
આ વધતી લોકપ્રિયતા સાથે, સાયબર અપરાધીઓએ પણ ગેમર્સને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગેમિંગ એકાઉન્ટ હેકિંગ, ઇન-ગેમ આઈટમ ફ્રોડ, નકલી ગેમિંગ એપ્સ અને ટુર્નામેન્ટ સ્કેમ્સ દ્વારા ગેમર્સ પોતાના પૈસા અને અંગત માહિતી ગુમાવી રહ્યા છે.જો તમે અથવા તમારા કોઈ પરિચિત આવા ગેમિંગ ફ્રોડનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં. ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ National Cybercrime Reporting Portal - cybercrime.gov.in તમારી મદદ માટે છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા જ આવા ગુનાઓની ફરિયાદ નોંધાવી શકો છો.
મહત્વપૂર્ણ: જો આ ફ્રોડમાં તમારા પૈસા ગયા હોય, તો બને તેટલી જલ્દી, એટલે કે ૨૪ કલાકની અંદર ફરિયાદ કરવી ખુબ જ જરૂરી છે, જેથી તમારા પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય. તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરો અથવા ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરો.

રમતવીરો !! આવો સમજીએ ઓનલાઈન ગેમ્સ અને ગેમિંગ ફ્રોડ શું છે?
ગેમિંગ ફ્રોડમાં મુખ્યત્વે તો ગુનેગારો ગેમર્સની નબળાઈઓ એમના ગેમ્સ પ્રત્યેની લાગણી કે તેમનો જુસ્સો કેવો છે અથવા કોઈ ખાસ ઇન-ગેમ આઈટમ કે કોઈ સ્ટેજ અચિવ કરવાની લાલચનો લાભ ઉઠાવે છે. તેઓ ગેમર્સના એકાઉન્ટ હેક કરી લે છે , સામે ઘણી નકલી ઓફર્સ આપીને પૈસા પડાવી લેવા અને ગેમિંગ ક્રેડેન્શિયલ્સ ચોરી લ્યે છે, યુવાનો આના કારણે ઘણી વાર હતાશામાં આવી જાય છે મનોરંજન સાઇડમાં રહી જાય છે ને લત ના કારણે નશા જેવુ વ્યશન કરી બેસે છે , બીજી ઘણી બધી મુસીબતો આવી જાય છે , આને સાવ નાની વાત ના સમજવી આ કરોડો રૂપિયાની વાત છે. પુષ્કળ સમય અને લોકોની શક્તિ નો વ્યય કરી નાખે છે જેનો ફાયદો આ ગેમિંગ હેકર્સ ઉઠાવે છે.
ધ્યાન આપીએ કે કયા પ્રકારના ઓનલાઈન ગેમ્સ અને ગેમિંગ ફ્રોડ થઈ શકે છે?
૧. ગેમિંગ એકાઉન્ટ હેકિંગ: કેવી રીતે થાય છે: ફિશિંગ ઈમેઈલ્સ, નકલી લોગિન પેજ, કે માલવેર દ્વારા ગુનેગારો તમારા ગેમિંગ એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ ચોરી લે છે. એકવાર એકાઉન્ટ હેક થઈ જાય, પછી તેઓ તમારી ઇન-ગેમ આઈટમ્સ (સ્કિન, વેપન્સ, કરન્સી) વેચી દે છે, તમારા ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરે છે જે એકાઉન્ટ સાથે લિંક હોય, અથવા એકાઉન્ટ વેચી દે છે. ઉદાહરણ: "તમારા PUBG એકાઉન્ટ પર અનધિકૃત લોગિન પ્રયાસ થયો છે. સુરક્ષા માટે અહીં ક્લિક કરીને પાસવર્ડ રીસેટ કરો." આ લિંક નકલી ફિશિંગ સાઈટની હોય છે. તેઓનું લક્ષ્ય: કોઈપણ રીતે ગેમિંગ એકાઉન્ટ્સ, ઇન-ગેમ આઈટમ્સ અને અંગત નાણાકીય માહિતી ને ચોરી કરવી.
૨. ઇન-ગેમ આઈટમ્સ / વર્ચ્યુઅલ કરન્સી ફ્રોડ: કેવી રીતે થાય છે: નકલી વેચાણ/ખરીદી: ગુનેગારો દુર્લભ ઇન-ગેમ આઈટમ્સ કે વર્ચ્યુઅલ કરન્સી જેમ કે UC, Diamonds, V-Bucks સસ્તા ભાવે વેચવાનો પ્રલોભન આપે છે. પૈસા લીધા પછી તેઓ આઈટમ આપતા નથી કે ગાયબ થઈ જાય છે. ફ્રી ગિવઅવે/જનરેટર સ્કેમ: "ફ્રી UC/Diamonds" જનરેટ કરવા કે ગિવઅવેમાં ભાગ લેવાના બહાને તમારી અંગત માહિતી, ગેમિંગ લોગિન, કે નાણાકીય વિગતો માંગવી. તેઓનું લક્ષ્ય: નાણાકીય છેતરપિંડી અને અંગત માહિતી ચોરી લેવી.
૩. નકલી ગેમિંગ એપ્સ અને મોડ્સ (Mods): કેવી રીતે થાય છે: મોટા ભાગે ગુનેગારો લોકપ્રિય ગેમ્સની નકલી એપ્સ કે "મોડ્સ" ગેમમાં ફેરફાર કરતું એવું સોફ્ટવેર બનાવે છે કે અસલ જેવુ જ લાગે અને તેને અનધિકૃત વેબસાઈટ્સ પરથી ડાઉનલોડ કરવા પ્રોત્સાહિત કરે છે. આ એપ્સમાં વાયરસ, ટ્રોજન, કે કીલોગર્સ જેવા ખતરનાક માલવેર હોય છે જે તમારા ડિવાઈસને ભયંકર નુકસાન પહોંચાડે છે અને તમારી બધી જ માહિતી ચોરી લે છે. લક્ષ્ય: માલવેરનું ડિવાઇસ માં ઇન્સ્ટોલ કરાવવું અને ડેટા ચોરી કરવી.
૪. ઇ-સ્પોર્ટ્સ (Esports) / ટુર્નામેન્ટ ફ્રોડ: કેવી રીતે થાય છે: આ ખુબ જ સરળ અને વ્યાપક છે નકલી ઇ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ કે ચેમ્પિયનશિપની વિવિધ પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવે છે જેમાં ભાગ લેવા માટે નાની એન્ટ્રી ફી કે રજીસ્ટ્રેશન ચાર્જ માંગવામાં આવે છે. અને પૈસા લીધા પછી ટુર્નામેન્ટ યોજાતી નથી કે ઇનામ મળતું નથી. અથવા કોઈ અલગ રીતે છેતરપિંડી કરી નાખવામાં આવે છે
તેઓનું લક્ષ્ય: રજીસ્ટ્રેશન ફીના નામે પૈસા પડાવવાનું હોય છે.
૫. લાઇવ સ્ટ્રીમિંગ અને ડોનેશન ફ્રોડ: *કેવી રીતે થાય છે: ai ના માધ્યમ થી નકલી સ્ટ્રીમર્સ કે ચેરિટીના નામે ગેમર્સ પાસે ડોનેશન માંગવામાં આવે છે, જેનો ઉપયોગ અંતે વિવધ ગુનાહિત હેતુઓ માટે જ થાય છે.
કેટલાક સમજદારી ભર્યા પગલાં લઈએ ! :
૧. એકાઉન્ટ સુરક્ષામાં વધુ ધ્યાન:
મજબૂત અને યુનિક પાસવર્ડ્સનું મહત્વ: બધા જ ગેમિંગ પ્લેટફોર્મ માટે અલગ અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો. પાસવર્ડમાં અક્ષરો, સંખ્યાઓ અને વિશેષ અક્ષરોનું મિશ્રણ જરૂર હોવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તમારા પાસવર્ડને અન્ય લોકો સાથે ક્યારેય શેર કરશો નહીં.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ફરજિયાત બનાવો: હાલમાં મોટાભાગના ગેમિંગ પ્લેટફોર્મ્સે હવે 2FA ઉપલબ્ધ કરાવ્યું છે, જે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે એક વધારાનું સ્તર છે. આ ફીચર ઓન કરી નાખવું , જો કોઈ તમારા પાસવર્ડની જાણકારી મેળવી લે તો પણ, તેઓ તમારા ફોન પર આવતા વન-ટાઇમ કોડ વિના તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરી શકશે નહીં. જ્યાં પણ શક્ય હોય ત્યાં 2FA વધુ મજબૂત કરો.
અધિકૃત ડિવાઇસ ની સમીક્ષા કરો: તમારા ગેમિંગ એકાઉન્ટ સાથે કયા ડિવાઇસ સાથે જોડાયેલા છે તેની નિયમિત સમીક્ષા કે ચેક કરો. જો તમને કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય,તો તેને તાત્કાલિક જ દૂર કરો અને તમારો પાસવર્ડ બદલો.સામે તપાસ કરવા માટે કોઈ પ્રક્રિયા કરવી નહીં.
૨. ઇન-ગેમ છેતરપિંડી અને સ્કેમ્સ:
'ફ્રી' વસ્તુઓની લાલચથી બચો: સમજો કે ગેમમાં મફતમાં વસ્તુઓ જેમ કે ઇન-ગેમ કરન્સી, કેરેક્ટર સ્કિન્સ અથવા પાવર-અપ્સ આપવાની લોભામણી ઓફર આપવામાં આવે છે માટે સાવચેત રહો. આ ઘણીવાર ફિશિંગ સ્કેમ્સ હોઈ શકે છે જે તમારા એકાઉન્ટની માહિતીની ચોરી કરે છે. આવી કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા તેની અધિકૃતતા તપાસો કે જે તે ગેમની લાગુ પડતી ઓફર છે કે કેમ!!
અજાણ્યા લોકો સાથેની લેવડદેવડમાં સાવધાની: કોઈપણ ગેમ્સની ઇન-ગેમ આઇટમ્સ અથવા એકાઉન્ટ્સ ખરીદવા અથવા વેચવા માટે અજાણ્યા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરો. મોટાભાગના ગેમિંગ પ્લેટફોર્મ્સ આવી અનધિકૃત લેવડદેવડને મંજૂરી આપતા જ નથી અને મોટાભાગે તેનાથી જ છેતરપિંડી થવાની વધુ શક્યતા રહે છે. હંમેશા પ્લેટફોર્મના આપેલ નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરો.
નકલી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સથી દૂર રહો: ગેમ સંબંધિત કોઈપણ સોફ્ટવેર અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેની અધિકૃતતાની ખાતરી કરી લો. કેમકે ઘણી છેતરપિંડી કરતી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ વાસ્તવિક જેવી જ દેખાય છે અને તમારી અંગત માહિતી ચોરી શકે છે અથવા તમારા ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. આથી હંમેશા ગેમના અધિકૃત સ્ટોર અથવા વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરો.
૩. સાયબરબુલિંગ અને હેરેસમેન્ટ:
ઇન-ગેમ રિપોર્ટિંગ ટૂલ્સનો ઉપયોગ કરો: જો તમને કોઈ ખેલાડી કે તેનું ગ્રુપ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છો અથવા સાયબર બુલિંગનો ભોગ બન્યા છો,તો ગેમના રિપોર્ટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને તાત્કાલિક તેની જાણ કરો. મોટાભાગના પ્લેટફોર્મ્સ આવા વર્તનને ગંભીરતાથી લે છે અને તેની સામે કાર્યવાહી કરે છે.
વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો: કોઈપણ સંજોગોમાં ગેમમાં અજાણ્યા લોકો સાથે તમારી અંગત માહિતી એટલે કે તમારું વાસ્તવિક નામ, સરનામું, ફોન નંબર અથવા શાળાની કે જરૂરી અન્ય માહિતી શેર ક્યારેય કરવી નહી.
સ્ક્રીનશોટ્સ અને રેકોર્ડિંગ રાખો: કોઈપણ ક્ષતિ થી જો તમને સાયબરબુલિંગનો અનુભવ થાય, તો તેના પુરાવા તરીકે સ્ક્રીનશોટ્સ લો અને શક્ય હોય તો ગેમપ્લે રેકોર્ડ કરો કેમકે આ રિપોર્ટ કરતી વખતે તમને મદદરૂપ થશે.
૪. પેરેન્ટ્સ અને બાળકો માટે વિશેષ માર્ગદર્શિકા:
પેરેન્ટલ કંટ્રોલનો ઉપયોગ કરો: તમારા બાળકો ઓનલાઈન ગેમ્સ રમી રહ્યા હોય ત્યારે પેરેન્ટલ કંટ્રોલ સેટિંગ્સનો ઉપયોગ કરીને તેમની ગેમિંગ અંગે ની બધી બાબત ને જુવો કે તેઓ કોની સાથે વાતચીત કરી રહ્યા છે અને તેઓ કેટલો ખર્ચ કરી શકે છે તેનું પણ ધ્યાન રાખો.બનતી બધી માહિતી ને ધ્યાન માં લેવી.
ઓનલાઈન સલામતી વિશે વાતચીત કરો: તમારા બાળકો સાથે ઓનલાઈન સલામતી અને સંભવિત જોખમો વિશે નિયમિતપણે વાતચીત કરો. તેમને અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારની માહિતી શેર ન કરવા અને જો તેઓ કોઈ અસુવિધાજનક પરિસ્થિતિનો સામનો કરે તો તમને જણાવવા માટે પ્રોત્સાહિત કરો.તેમને સાથ સહકાર આપી મુશ્કેલી નો સામનો કરતાં શીખવાડો.
૫. નવા પ્રકારના ગેમિંગ ફ્રોડ:
એકાઉન્ટ ટેકઓવર Account Takeover: ધીમે ધીમે વધતી જતી આ હેકર્સ વિવિધ પદ્ધતિઓ માંથી એક છે , જેમાં ખેલાડીઓના ગેમિંગ એકાઉન્ટ્સની માહિતી મેળવી લે છે અને પછી તે એકાઉન્ટનો દુરુપયોગ કરે છે, જેમ કે ઇન-ગેમ આઇટમ્સની ચોરી કરવી અથવા અન્ય ખેલાડીઓને છેતરવા. આથી તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે મજબૂત પાસવર્ડ અને 2FA નો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.સમયાંતરે તેને બદલતા રહેવા જરૂરી છે.
ગેમ કરન્સી સ્કેમ્સ: મોટાભાગે નકલી વેબસાઇટ્સ અથવા લોકો દ્વારા ગેમની કરન્સી જેમ કે વર્ચ્યુઅલ કોઇન્સ અથવા ડાયમંડ્સ ખૂબ જ સસ્તા ભાવે આપવાની લાલચ આપવામાં આવે છે. જો તમેપણ આવી ઓફર પર વિશ્વાસ કરો છો, તો તમે તમારા પૈસા ગુમાવી શકો છો એ વાત પાકી છે અને કદાચ તમારું એકાઉન્ટ પણ હેક થઈ શકે છે.
ચીટિંગ સોફ્ટવેર અને મોડ્સ: તૃતીય-પક્ષ ચીટિંગ સોફ્ટવેર અથવા ગેમ મોડ્સ ડાઉનલોડ કરવાથી તમારા ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે અથવા તમારા ગેમિંગ એકાઉન્ટ પર પ્રતિબંધ કે ડિલીટ થવા જેવી નોબત આવી શકે છે. માટે હંમેશા અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખો.
આવો સમજીએ કે આવી સ્થિતિ માં શું કરવું શું ના કરવું. !!
✅ શું કરવું (DOs):
સત્તાવાર પ્લેટફોર્મનો ઉપયોગ કરો:
ગેમ્સ અને ઇન-ગેમ પર્ચેઝ હંમેશા ગેમના સત્તાવાર સ્ટોર્સ ઉદાહરણ તરીકે : microsoft Store, Google Play Store, Apple App Store જેવા જાણીતા સ્ટોર થી કરવું જોઈએ.
સ્ટ્રોંગ અને યુનિક પાસવર્ડ્સ:
તમારા ગેમિંગ એકાઉન્ટ્સ માટે વધુ મજબૂત અને યુનિક પાસવર્ડ્સ બનાવો. ડિવાઇસના પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાનું રાખવું.
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA):
શક્ય હોય ત્યાં તમારા ગેમિંગ એકાઉન્ટ્સ પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો. આ તમારી સુરક્ષાનું એક વધારાનું સ્તર પૂરું પાડે છે.
સાવધાનીપૂર્વક ક્લિક કરો:
કોઈપણ ઇ-મેઈલ, ડિસ્કોર્ડ, ઇન-ગેમ ચેટ કે સોશિયલ મીડિયા પર આવતી અજાણી કે શંકાસ્પદ લિંક્સ પર ક્યારેય સીધું ક્લિક ન કરો.
ક્રેડિટ/ડેબિટ કાર્ડ સુરક્ષિત રાખો:
તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડને ગેમિંગ પ્લેટફોર્મ પર સીધાજ લિંક કરવાને બદલે તમે તમારા ભરોસાપાત્ર સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો જ ઉપયોગ કરવો જોઈએ.
નિયમિતપણે પાસવર્ડ બદલો:
તમારા ગેમિંગ એકાઉન્ટ્સના ચોક્કસ સમયે પાસવર્ડ્સ બદલતા જ રહો.
બાળકોને જાગૃત કરો:
તમારા ઘરમાં બાળકો ગેમ્સ રમતા હોય ત્યારે તેમને ઓનલાઈન સુરક્ષા અને ફ્રોડ વિશે જાગૃત કરો. અને ખાસ તેમને અજાણ્યા લોકો સાથે ક્યારેય વાતચીત ન કરવા અને કોઈ પણ લિંક પર ક્લિક ન કરવા સમજાવો.
❌ શું ન કરવું (DON'Ts):
"ફ્રી" ની લાલચમાં ન આવો:
"ફ્રી UC/Diamonds", "ફ્રી સ્કિન", કે "ફ્રી ગેમ્સ" જેવી ઓફર્સની લાલચમાં ન પડો. તે મોટાભાગે ફ્રોડ હોય છે.
અનધિકૃત વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ ન કરો:
ગેમ્સ, મોડ્સ કે ઇન-ગેમ આઈટમ્સ અનધિકૃત વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ ન કરો. તેમાં માલવેર હોઈ શકે છે.
વ્યક્તિગત માહિતી શેર ન કરો:
ઇન-ગેમ ચેટ કે અજાણ્યા વ્યક્તિઓને તમારી અંગત માહિતી, પાસવર્ડ, કે નાણાકીય વિગતો ક્યારેય શેર ન કરો.
શંકાસ્પદ ટુર્નામેન્ટમાં ભાગ ન લો:
અજાણી કે અમાન્ય ઇ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ કે સ્પર્ધાઓમાં ભાગ ન લો, ખાસ કરીને જો તેમાં રજીસ્ટ્રેશન ફી માંગવામાં આવે.
જાહેર Wi-Fi પર ગેમિંગ/ચુકવણી ન કરો:
પબ્લિક Wi-Fi નેટવર્ક પર સંવેદનશીલ ગેમિંગ વ્યવહારો કે ઇન-ગેમ પર્ચેઝ કરવાનું ટાળો કેમ કે તેમાં તમારી બધા જ પ્રકારની કામગીરી પર નજર રાખી શકાય છે અને તે તમને ટ્રેક કરી શકે છે અને પછી હેક કરી નાખે.
માની લઈએ કે કોઈ પણ ભૂલચૂક થી કે ક્ષતિથી આપ ગેમર્સ હેકર થી ભોગ બન્યા છો તો એવાંમાં ફરિયાદ નોંધાવવા માટે શું જોઈએ?
ફરિયાદ નોંધાવતા પહેલા આટલી માહિતીઑ અને કાગળ તૈયાર રાખો:
છેતરપિંડીની તારીખ અને સમય: ક્યારે ફ્રોડ થયું અને ક્યારે પૈસા ચૂકવ્યા/એકાઉન્ટ હેક થયું તેની ચોક્કસ માહિતી.
છેતરપિંડીનો પ્રકાર: (જેમ કે ગેમિંગ એકાઉન્ટ હેકિંગ, ઇન-ગેમ પર્ચેઝ ફ્રોડ, નકલી એપ).
સંપર્ક માધ્યમ: કયા માધ્યમથી ગુનેગારોએ તમારો સંપર્ક કર્યો (ઇમેલ, ડિસ્કોર્ડ, સોશિયલ મીડિયા, ઇન-ગેમ ચેટ).
ગેમ/પ્લેટફોર્મનું નામ: કઈ ગેમમાં કે કયા ગેમિંગ પ્લેટફોર્મ પર ફ્રોડ થયું દા.ત., Steam, Epic Games, PlayStation Network, Xbox Live, PUBG Mobile, Free Fire વગરે.
ગુનેગારની વિગતો (જો ઉપલબ્ધ હોય):
ગેમિંગ યુઝરનેમ / ID.
તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ફોન નંબર, ઈમેલ આઈડી, ડિસ્કોર્ડ ID.
જે બેંક એકાઉન્ટ / UPI ID / ક્રિપ્ટો વોલેટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોય તેની વિગતો.
નકલી વેબસાઈટ / એપની લિંક.
નાણાકીય વિગતો (જો પૈસા ગયા હોય તો):
તમારી બેંકનું નામ, એકાઉન્ટ નંબર.
ચૂકવેલી રકમ અને દરેક ટ્રાન્ઝેક્શનની વિગત.
ટ્રાન્ઝેક્શન આઈડી / રેફરન્સ નંબર.
બેંક સ્ટેટમેન્ટ / ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ: જેમાં ચૂકવેલા પૈસાનો ટ્રાન્ઝેક્શન સ્પષ્ટપણે દેખાતું હોય.
પુરાવા:
શંકાસ્પદ ઈમેઈલ/મેસેજના સ્ક્રીનશોટ.
ઇન-ગેમ ચેટના સ્ક્રીનશોટ.
નકલી વેબસાઈટ/પ્રોફાઇલના સ્ક્રીનશોટ.
હેક થયેલ એકાઉન્ટની વિગતો.
આ પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
તમારી અંગત વિગતો: નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ આઈડી વગેરે.
આપણા ભારતના નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે નોંધાવવી? તેને તબક્કાવાર સમજીએ !
અગત્યનો મુદ્દો: જો તમારા પૈસા ગયા હોય, તો સૌ પ્રથમ તમારી બેંકનો સંપર્ક કરો અને તેમને ફ્રોડ વિશે જાણ કરો. પછી તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.
તબક્કો ૧: પોર્ટલ પર જાઓ અને તાત્કાલિક કાર્યવાહી કરો
સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં www.cybercrime.gov.in વેબસાઇટ ખોલો.
હોમપેજ પર તમને "File a Complaint" અથવા "शिकायत दर्ज करें" નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
જો પૈસાની છેતરપિંડી થઈ હોય, તો વેબસાઈટ પર "Report Financial Fraud" નો અલગ વિકલ્પ હોય શકે છે અથવા સીધો ૧૯૩૦ નંબર પર ફોન કરવાની સૂચના પણ હોય શકે છે. ૧૯૩૦ પર ફોન કરવો એ પૈસા ફ્રીઝ કરાવવા માટેનો સૌથી ઝડપી માર્ગ છે.
તબક્કો ૨: પોર્ટલ પરની શરતો સ્વીકારો અને આગળ વધો
ઉપયોગની શરતો (Terms and Conditions) વાંચો અને "I Accept" (હું સ્વીકારું છું) પર ક્લિક કરીને "Submit" અથવા "Proceed" કરો.
તબક્કો ૩: તમારી ફરિયાદનો પ્રકાર પસંદ કરો
હવે તમને "Report Cyber Crime" અને "Report Other Cyber Crime" વિકલ્પો દેખાશે.
નાણાકીય છેતરપિંડી માટે "Report Cyber Crime" પર ક્લિક કરો.
તબક્કો ૪: નાગરિક લોગિન Citizen Login
જો તમે પહેલીવાર ફરિયાદ કરી રહ્યા છો, તો "New User? Click Here to Register" પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
તમારું રાજ્ય, યુઝરનેમ - સામાન્ય રીતે મોબાઈલ નંબર , ઈમેલ આઈડી દાખલ કરો.
મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
હવે તમારા મોબાઈલ નંબર અને OTP/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
જો તમે પહેલાથી રજીસ્ટર થયેલા છો, તો સીધા લોગિન કરો.
તબક્કો ૫: બનેલ ઘટનાની વિગતો દાખલ કરો Incident Details
લોગિન કર્યા પછી, "Incident Details" ફોર્મમાં નીચે મુજબની વિગતો ભરો:
"Category of Complaint": અહીં "Financial Frauds" પસંદ કરો. પેટા-વિકલ્પમાં "Gaming Fraud", "Online Shopping Fraud" (જો ઇન-ગેમ આઈટમ્સ માટે પેમેન્ટ કર્યું હોય), "Hacking/Data Theft" (જો એકાઉન્ટ હેક થયું હોય), અથવા સંબંધિત વિકલ્પ પસંદ કરો.
"Date and Time of Incident": ક્યારે ફ્રોડ થયું અને ક્યારે પૈસા ચૂકવ્યા/એકાઉન્ટ હેક થયું તેની વિગત.
"Mode of Fraud": છેતરપિંડી કેવી રીતે થઈ (દા.ત., Phishing, Fake App, In-Game Chat, Social Media).
"Platform Used for Fraud": ચોક્કસ ગેમ/પ્લેટફોર્મનું નામ (દા.ત., Steam, PUBG Mobile, Free Fire, Discord, Website name).
"Amount Involved": કુલ કેટલી રકમની છેતરપિંડી થઈ (જો લાગુ હોય).
"Transaction Details": ટ્રાન્ઝેક્શન આઈડી, કઈ બેંકમાંથી ચૂકવણી થઈ, કોના ખાતામાં પૈસા ગયા (જો ખબર હોય તો).
"Suspect Details": ગુનેગારનું ગેમિંગ ID, ફોન નંબર, ઈમેલ આઈડી, બેંક એકાઉન્ટ નંબર કે UPI ID (જો ખબર હોય તો).
"Brief description of incident": ઘટનાનું ટૂંકું અને સ્પષ્ટ વર્ણન કરો. કેવી રીતે સંપર્ક થયો, શું ઓફર કરવામાં આવી, અને કેવી રીતે છેતરપિંડી થઈ તેની વિગતો આપો.
બધી વિગતો ભર્યા પછી, "Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૬: શંકાસ્પદ વ્યક્તિની વિગતો (Suspect Details) - જો હોય તો
આ વિભાગમાં છેતરપિંડી કરનાર વિશેની કોઈપણ વધારાની માહિતી દાખલ કરો.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૭: ભોગ બનનાર વ્યક્તિની વિગતો Victim Details
આ વિભાગમાં તમારી અંગત વિગતો દાખલ કરો: પૂરું નામ, સરનામું, સંપર્ક માહિતી વગેરે.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૮: તમારા પુરાવા અપલોડ કરો Upload Evidence
આ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. તમારી પાસે જે પણ પુરાવા હોય, તે અહીં અપલોડ કરો:
ફિશિંગ ઈમેઈલ/મેસેજના સ્ક્રીનશોટ.
ઇન-ગેમ ચેટના સ્ક્રીનશોટ.
નકલી વેબસાઈટ/એપના સ્ક્રીનશોટ.
પૈસા ચૂકવ્યાના બેંક સ્ટેટમેન્ટ/ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ.
હેક થયેલ એકાઉન્ટની વિગતો.
આ પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
હવે "Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૯: વિગતોની સમીક્ષા અને કન્ફર્મ કરો Review and Confirm
તમે દાખલ કરેલી બધી વિગતોની ફરી એકવાર સમીક્ષા કરો અને ઠીક થી વાંચી લો .
બધી માહિતી સાચી હોય તો "Confirm & Submit" પર ક્લિક કરો.
તબક્કો ૧૦: ફરિયાદ સબમિટ અને Acknowledgment નંબર મેળવો
ફરિયાદ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, તમને એક Acknowledgment Number (ફરિયાદ નંબર) મળશે.
આ નંબરને સાચવીને રાખો. તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકો છો.
તમને તમારી ફરિયાદની PDF કોપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. તેને પણ સાચવી રાખો. સાથે એક પ્રિન્ટ પણ કરી રાખો.
ખાસ યાદ રાખો: ઓનલાઈન ગેમિંગ મનોરંજનનો એક સારો સ્ત્રોત છે, પરંતુ સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સતર્ક રહેવું, મજબૂત સુરક્ષા પગલાં લેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવી એ છેતરપિંડી અને જોખમોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ગેમિંગ એ આનંદ માટે છે, પરંતુ સુરક્ષા પ્રથમ આવે છે. તમારી ગેમિંગ પ્રત્યેની ઉત્સાહ સાયબર અપરાધીઓ માટે ફાયદો ન બને તેનું ધ્યાન રાખો. થોડી સાવચેતી અને જાગૃતિ તમને ગેમિંગ ફ્રોડથી બચાવી શકે છે. આ બ્લોગની માહિતી લોકો સુધી શેર જરૂર થી કરશો.
#ઓનલાઈનગેમફ્રોડ #ગેમિંગફ્રોડ #સાયબરક્રાઈમ #ગેમર્સસાવધાન #GamingFraud #OnlineGaming #CyberSafety

સંબંધિત પોસ્ટ

