
અતિશય સ્ક્રીન ટાઈમ: ડિજિટલ ગુલામી અને તેના માનસિક-શારીરિક જોખમો | Screen Time in Gujarati
FEATURED



શું આપણે ડિજિટલ ગુલામ બની રહ્યા છીએ? સ્ક્રીન ટાઈમનો ખતરનાક પડછાયો!!
આજકાલ તો આપણી સવારની શરૂઆત જ મોબાઈલ ફોનની સ્ક્રીનથી થાય છે અને રાત પણ છેલ્લે કોઈ વિડીયો જોતા કે સોશિયલ મીડિયા ફીડ સ્ક્રોલ કરતા પૂરી થાય છે. ટેક્નોલોજીએ આપણા જીવનને ઘણું સરળ બનાવ્યું છે, પરંતુ શું આપણે તેના ગુલામ બની રહ્યા છીએ? આપણો સ્ક્રીન ટાઈમ એટલે કે સ્ક્રીન પર વિતાવતો સમય દિવસેને દિવસે વધી રહ્યો છે, અને તેના ગંભીર પરિણામો આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર જોવા મળી રહ્યા છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે દિવસમાં કેટલો સમય તમારા સ્માર્ટફોન, લેપટોપ કે ટેબ્લેટની સ્ક્રીન સામે વિતાવો છો?
એક સરેરાશ વ્યક્તિ દરરોજ ઘણા કલાકો સ્ક્રીન પર પસાર કરે છે, જે ધીમે ધીમે એક લત બની જાય છે. આ બ્લોગ પોસ્ટમાં આપણે અતિશય સ્ક્રીન ટાઈમના જોખમો અને તેનાથી આપણા જીવન પર થતી નકારાત્મક અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું.

સ્ક્રીન ટાઈમ એટલે શું?
સરળ ભાષામાં કહીએ તો, સ્ક્રીન ટાઈમ એટલે તમે કોઈપણ પ્રકારની સ્ક્રીન મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ, ટીવી, વિડીયો ગેમ કન્સોલ સામે જેટલો સમય વિતાવો છો તે. આ સમયમાં તમે જે પણ પ્રવૃત્તિ કરો છો, જેમ કે સોશિયલ મીડિયા જોવું, વિડીયો જોવા, ગેમ રમવી, કે કામ કરવું, તે બધું જ સ્ક્રીન ટાઈમમાં જ ગણાય છે.
અતિશય સ્ક્રીન ટાઈમના ગંભીર જોખમો
વધુ પડતો સ્ક્રીન ટાઈમ આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અનેક રીતે નકારાત્મક અસર કરે છે:
માનસિક સ્વાસ્થ્ય પર અસર:
ચિંતા અને ડિપ્રેશન:સતત સોશિયલ મીડિયા પર અન્ય લોકોની લાઈફમાં શું ચાલી રહ્યું છે એજોવાથી તમારી જાત સાથે સરખામણી કરવાની વૃત્તિ વધે છે, જેના કારણે ચિંતા અને ડિપ્રેશન થઈ શકે છે.
એકલતા: ભલે તમે ઓનલાઈન ઘણા લોકો સાથે જોડાયેલા હોવ, પરંતુ વાસ્તવિક જીવનમાં રૂબરૂ વાતચીતનો અભાવ એકલતાની લાગણી પેદા કરી શકે છે.
ઊંઘમાં ખલેલ: રાત્રે સૂતા પહેલાં સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તેમાંથી નીકળતી બ્લુર -રેય લાઈટ તમારી ઊંઘના હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનમાં બાધા પહોંચાડે છે, જેના કારણે ઊંઘની ગુણવત્તા બગડે છે.
શારીરિક સ્વાસ્થ્ય પર અસર:
આંખો પર તાણ: લાંબા સમય સુધી સ્ક્રીન પર જોવાથી આંખોમાં દુખાવો, પાણી આવવું, નસો સુકાવા લાગે અને જોવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ગળા અને પીઠનો દુખાવો: તમે જો લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ફોન કે લેપટોપ પર કામ કરતા હોય તેનાથી ગરદન અને પીઠમાં દુખાવો થઈ શકે છે. રક્તવાહીનીઓ અને સ્નાયુઓ જકડાય જાય છે જેને "ટેક્સ્ટ નેક" પણ કહેવાય છે.
વજનમાં વધારો: સતત બેઠાડી જીવનશૈલીની આદતના કારણે વજન વધી શકે છે, જે અનેક રોગોનું કારણ બને છે.
હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ: ઓછી શારીરિક પ્રવૃત્તિ અને વધુ સ્ક્રીન ટાઈમના કારણે હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
વ્યક્તિગત અને સામાજિક જીવન પર અસર:
સંબંધોમાં તણાવ: પરિવાર અને મિત્રો સાથે રૂબરૂ વાતચીતનો સમય ઓછો થવાથી સંબંધોમાં અંતર આવી શકે છે.
કામ અને અભ્યાસમાં નબળું પ્રદર્શન: સતત નોટિફિકેશન અને ડિસ્ટ્રેક્શનના કારણે કામ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે.
સમયનો વ્યય: ક્યારેક આપણે જાણતા પણ નથી હોતા અને કલાકો સુધી સ્ક્રીન પર બિનજરૂરી વસ્તુઓ જોતા રહીએ છીએ, જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે.
શું આપણે ડિજિટલ ગુલામ બની રહ્યા છીએ?
જ્યારે આપણે આપણો મોટાભાગનો સમય ડિજિટલ દુનિયામાં વિતાવીએ છીએ, ત્યારે આપણે વાસ્તવિક દુનિયાથી દૂર થવા લાગીએ છીએ. આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેનો આપણને ખ્યાલ નથી રહેતો. સતત નોટિફિકેશનની રાહ જોવી મેસેજ જોવા , પોસ્ટ ,રીલ્સ જોવી દરેક સમયે ઓનલાઈન રહેવાની ઇચ્છા વિડીયો સ્ક્રોસ્લિંગ કરવું આપણને ડિજિટલ ઉપકરણોના ગુલામ બનાવી દે છે.
શું તમે ભોજન કરતી વખતે પણ ફોન ચેક કરો છો? શું રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠતાની સાથે જ તમારો પહેલો વિચાર ફોન ચેક કરવાનો હોય છે? જો હા, તો તમારે તમારા સ્ક્રીન ટાઈમ પર ધ્યાન આપવાની જરૂર છે.
આપણે આગળ ના બ્લોગ માં ડિજિટલ ડિટોક્સ સંતુલિત સ્ક્રીન ટાઈમ કેવી રીતે મેનેજ કરવો તે જોયું છે પણ અત્યારે અહી ફરી થી એક હળવી નજર ફેરવી લઈએ.
અહીં કેટલાક સરળ ઉપાયો આપેલા છે જે તમને તમારા સ્ક્રીન ટાઈમને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે:
જેમકે ..!
સ્ક્રીન ટાઈમનો લક્ષ્ય નક્કી કરો: તમારા માટે એક દિવસનો સ્ક્રીન ટાઈમનો લક્ષ્ય નક્કી કરો અને તેનું પાલન કરવાનો પ્રયત્ન કરો.
નોટિફિકેશન બંધ કરો: બિનજરૂરી એપ્સની નોટિફિકેશન બંધ કરી દો જેથી તમારું ધ્યાન વારંવાર ભટકે નહીં.
"નો-ફોન ઝોન" બનાવો: તમારા ઘરના અમુક વિસ્તારો (જેમ કે બેડરૂમ, ડાઈનિંગ ટેબલ) ને "નો-ફોન ઝોન" બનાવો.
ફોનને દૂર રાખો: રાત્રે સૂતી વખતે ફોનને તમારાથી દૂર રાખો.
નવા શોખ કેળવો: ઓનલાઈન સમય પસાર કરવાને બદલે કોઈ નવા શોખમાં રસ લો, જેમ કે વાંચવું, કસરત કરવી, કે મિત્રો સાથે સમય વિતાવવો.
ડિજિટલ ડિવાઇસનો સમય નક્કી કરો: દિવસના અમુક ચોક્કસ સમયે જ ઈમેલ કે સોશિયલ મીડિયા ચેક કરવાની આદત પાડો.
"સ્ક્રીન ફ્રી" દિવસો નક્કી કરો: અઠવાડિયામાં એક દિવસ એવો રાખો જ્યારે તમે મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ ન કરો.
આ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઇ કે ટેક્નોલોજી એક શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો આપણા હાથમાં છે. ચાલો આપણે ટેક્નોલોજીનો ઉપયોગ આપણા જીવનને સમૃદ્ધ બનાવવા માટે કરીએ, તેના ગુલામ બનવા માટે નહીં. સંતુલિત સ્ક્રીન ટાઈમ એ સ્વસ્થ અને ખુશહાલ જીવનની ચાવી છે. આ માહિતી લોકો સુધી જરૂર શેર કરીએ.
#સ્ક્રીનટાઈમ #મોબાઈલએડિક્શન #ડિજિટલવેલબીઈંગ #માનસિકસ્વાસ્થ્ય #શારીરિકસ્વાસ્થ્ય #DigitalWellbeing #ScreenTime#desicyberseva
FAQ :
➤ પ્રશ્ન 1: અતિશય સ્ક્રીન ટાઈમથી શું માનસિક અસર થાય છે?
જવાબ: સતત સ્ક્રીન સામે રહેવાથી stress, anxiety, attention-span ઘટવું, social disconnect અને emotional dullness જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
➤ પ્રશ્ન 2: સ્ક્રીન ટાઈમથી શારીરિક નુકસાન શું થાય છે?
જવાબ: આંખોની થાક, ઊંઘમાં ખલેલ, obesity, posture-related problems અને hormonal imbalance જેવી સમસ્યાઓ જોવા મળે છે.
➤ પ્રશ્ન 3: સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે શું પગલાં લઈ શકાય?
જવાબ: screen-free zones ઘરમાં બનાવો, bedtime screen usage ટાળો, outdoor activities વધારો અને parental control appsનો ઉપયોગ કરો.

સંબંધિત પોસ્ટ

