
સોશિયલ મીડિયા ગુનાઓ: શું તમે સુરક્ષિત છો? સાયબર ક્રાઈમ પોર્ટલ પર તરત ફરિયાદ નોંધાવો અને સુરક્ષિત રહો!
FEATURED



તમને શું લાગે છે ? સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે!!. હા!! આજના યુગમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વિટર (X) જેવા પ્લેટફોર્મ્સ આપણને દુનિયા સાથે જોડી રાખે છે. પરંતુ, આ જ પ્લેટફોર્મ્સ પર સાયબર અપરાધીઓ પણ સક્રિય છે, જેઓ ફેક પ્રોફાઇલ્સ, હેકિંગ, સાયબર બુલિંગ, સ્ટોકિંગ અને અન્ય પ્રકારના ગુનાઓ દ્વારા લોકોને હેરાન કરે છે!.
જો તમે પણ સોશિયલ મીડિયા સંબંધિત કોઈ ગુનાનો શિકાર બન્યા છો, તો ગભરાશો નહીં. ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (National Cybercrime Reporting Portal - cybercrime.gov.in) તમારી મદદ માટે છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા જ આવા ગુનાઓની ફરિયાદ નોંધાવી શકો છો.

આવો સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ શું છે? અને તેમાં થી કેવી રીતે બચવું!
આવા ગુનાઓમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપૂર દુરુઉપયોગ કરીને કોઈ વ્યક્તિને હેરાન કરવી, તેમને ધમકાવવી, છેતરવી, તેની અંગત માહિતીનો દુરુપયોગ કરવો અથવા તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી જેવી મુખ્ય પ્રવૃત્તિઓ થાય છે.
કયા પ્રકારના સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ થઈ શકે છે?
એકાઉન્ટ હેકિંગ (Account Hacking): સૌથી પેલું તો આ તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ (જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ) હેક કરીને તેનો દુરુપયોગ કરવો, એમનો મુખ્ય હેતુ હોય છે, બાદ માં તમારા મિત્રો પાસેથી પૈસા માંગવા, અથવા તમારા નામે ખોટી પોસ્ટ કરવી.અને તે લોકો જે ઈચ્છે છે તે કરાવવા બધા પ્રયત્નો ચાલુ કરી દે છે. જોકે ઘણા ક્યારેક એવા ભ્રમમાં પણ રહેતા હોય છે કે એકાઉન્ટ હેક થય ગયું તો શું થય ગયું બીજું બનાવી લેશું એમાં શું મોટી વાત છે !! શું કરી લેશે !! આયા કઈ ફર્ક ના પડે આવી મોટી મોટી ડંફાસો મારતા હોય છે. બાદ માં હકીકત સામે આવતા બધુ બદલાઈ જાય છે, બધુ જ !!
સાયબર બુલિંગ/હેરેસમેન્ટ (Cyber Bullying/Harassment): ઇન્ટરનેટ પર કોઈને કોઈ રીતે હેરાન કરવા, ધમકાવવા, અપમાનિત કરવા અથવા અશ્લીલ મેસેજ મોકલવા આ સાયબર બુલિંગ છે!!.
ફેક પ્રોફાઇલ બનાવવી (Fake Profile Creation): તમારા નામ કે ફોટોનો ઉપયોગ કરીને નકલી પ્રોફાઇલ બનાવવી અને તેનો દુરુપયોગ કરવો.
સ્ટોકિંગ (Stalking): સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિનો સતત પીછો કરવો, તેની ગતિવિધિઓ પર નજર રાખવી અને તેને હેરાન કરવી.
અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવી/શેર કરવી (Posting/Sharing Obscene Content): તમારી પરવાનગી વગર તમારા અંગત ફોટા/વીડિયો શેર કરવા અથવા અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવી.
ડીપફેક (Deepfake): આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિના નકલી વીડિયો/ફોટા બનાવવા અને તેને વાયરલ કરવા.
છેતરપિંડી/ફિશિંગ (Fraud/Phishing): સોશિયલ મીડિયા પર નકલી જાહેરાતો, લોભામણી ઓફર્સ કે લિંક્સ દ્વારા છેતરપિંડી કરવી (પૈસા સંબંધિત ગુનાઓ આમાં પણ આવી શકે છે).
ચાલો ફરિયાદ નોંધાવવા માટે શું જોઈએ! તે વિગતવાર સમજી લઈએ
ક્યારેય પણ ફરિયાદ નોંધાવતા હોય તો પહેલા આટલી માહિતી અને દસ્તાવેજો તૈયાર રાખજો:
ઘટનાની તારીખ અને સમય: ગુનો ક્યારે બન્યો તેની ચોક્કસ માહિતી.
કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બન્યું: જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, X, સ્નેપચેટ, લિંકડઇન વગેરે.
ગુનો કરનારની વિગતો - જો ઉપલબ્ધ હોય:
યુઝરનેમ/પ્રોફાઇલ લિંક.
મોબાઈલ નંબર/ઈમેલ આઈડી -જો હોય તો.
પ્રોફાઇલનો સ્ક્રીનશોટ.
પુરાવા:
ગુનાહિત પ્રવૃત્તિના સ્ક્રીનશોટ -મેસેજ, પોસ્ટ, પ્રોફાઇલ.
વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ - જો હોય તો.
કોઈપણ સંબંધિત URL લિંક્સ.
તમારી અંગત વિગતો: નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ આઈડી.
આપણાં નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓની ફરિયાદ કેવી રીતે નોંધાવવી? તેનું તબક્કાવાર માર્ગદર્શન મેળવીએ:
તબક્કો ૧: પોર્ટલ પર જાઓ
સૌ પ્રથમ, તમારા બ્રાઉઝરમાં www.cybercrime.gov.in વેબસાઇટ ખોલો.
હોમપેજ પર તમને "File a Complaint" અથવા "शिकायत दर्ज करें" નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
તબક્કો ૨: શરતો સ્વીકારો અને આગળ વધો
ઉપયોગની શરતો (Terms and Conditions) વાંચો અને "I Accept" (હું સ્વીકારું છું) પર ક્લિક કરીને "Submit" અથવા "Proceed" કરો.
તબક્કો ૩: ફરિયાદનો પ્રકાર પસંદ કરો
હવે તમને "Report Cyber Crime" અને "Report Other Cyber Crime" વિકલ્પો દેખાશે.
સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ માટે "Report Cyber Crime" પર ક્લિક કરો.
તબક્કો ૪: નાગરિક લોગિન (Citizen Login)
જો તમે પહેલીવાર ફરિયાદ કરી રહ્યા છો, તો "New User? Click Here to Register" પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
તમારું રાજ્ય, યુઝરનેમ (સામાન્ય રીતે મોબાઈલ નંબર), ઈમેલ આઈડી દાખલ કરો.
મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
હવે તમારા મોબાઈલ નંબર અને OTP/પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
જો તમે પહેલાથી રજીસ્ટર થયેલા છો, તો સીધા લોગિન કરો.
તબક્કો ૫: ઘટનાની વિગતો દાખલ કરો (Incident Details)
લોગિન કર્યા પછી, "Incident Details" ફોર્મમાં નીચે મુજબની વિગતો ભરો:
"Category of Complaint": અહીં "Cyber Bullying/Harassment", "Online Social Media Related Crime", "Fake Profile", "Cyber Stalking", "Obscene Content" અથવા સંબંધિત વિકલ્પ પસંદ કરો.
"Date and Time of Incident": આપ સાથે ગુનો કઈ તારીખે અને કયા સમયે બન્યો તે દાખલ કરો.
"Platform Used for Fraud/Crime": કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ થયો (જેમ કે Facebook, Instagram, WhatsApp, X, Snapchat, LinkedIn, Telegram).
"URL/Profile Link": જો હેરાન કરનાર પ્રોફાઇલ કે પોસ્ટની URL લિંક હોય, તો તે દાખલ કરો.
"Brief description of incident": ઘટનાનું ટૂંકું અને સ્પષ્ટ વર્ણન કરો. શું બન્યું, કેવી રીતે બન્યું, અને તેનાથી તમને શું અસર થઈ તેની બધી જ વિગતો આપો.
બધી વિગતો ભર્યા પછી, "Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૬: શંકાસ્પદ વ્યક્તિની વિગતો - Suspect Details - જો હોય તો
જો તમારી પાસે ગુનો કરનાર વ્યક્તિ/પ્રોફાઇલ વિશે કોઈ વિગત હોય જેમ કે નામ, યુઝરનેમ, ફોટો, મોબાઈલ નંબર વગેરે તો તે અહીં દાખલ કરો. જો ન હોય તો આ ભાગ છોડી શકો છો.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૭: આપની અથવા જે પીડિત બન્યા છે તેની વિગતો - Victim Details.
આ વિભાગમાં તમારી અંગત વિગતો દાખલ કરો: પૂરું નામ, સરનામું, સંપર્ક માહિતી વગેરે.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૮: પુરાવા અપલોડ કરો - Upload Evidence.
આ બાબત સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે. તમારી પાસે જે કઈપણ પુરાવા હોય, તે અહીં અપલોડ કરો:
ગુનાહિત પોસ્ટ, મેસેજ, ચેટ, પ્રોફાઇલના સ્ક્રીનશોટ.
વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ (જો હોય તો).
કોઈપણ સંબંધિત URL લિંક્સ (જેમ કે ફેક પ્રોફાઇલની લિંક).
આ પુરાવા ભવિષ્યમાં તપાસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
"Save and Next" પર ક્લિક કરો.
તબક્કો ૯: વિગતોની સમીક્ષા અને કન્ફર્મ કરો (Review and Confirm)
તમે દાખલ કરેલી બધી વિગતોની ફરી એકવાર સમીક્ષા કરો.
બધી માહિતી સાચી હોય તો "Confirm & Submit" પર ક્લિક કરો.
તબક્કો ૧૦: ફરિયાદ સબમિટ અને Acknowledgment નંબર મેળવો
ફરિયાદ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, તમને એક Acknowledgment Number (ફરિયાદ નંબર) મળશે.
આ નંબરને સાચવીને રાખો. તમે આ નંબરનો ઉપયોગ કરીને તમારી ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકો છો.
તમને તમારી ફરિયાદની PDF કોપી ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે. તેને પણ સાચવી રાખો. શક્ય હોય તો પ્રિન્ટ કાઢી લેવી હિતાવહ છે.
હાલો !! સમજીએ થોડી સોશિયલ મીડિયા ગુનાઓથી બચવા માટેની જાગૃતિ તમારા માટે અને સ્વજન માટે!-Awareness Tips:
સ્ટ્રોંગ પાસવર્ડ અને 2FA: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે મજબૂત અને યુનિક પાસવર્ડ્સનો ઉપયોગ કરો. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) હંમેશા ચાલુ રાખો.
પ્રાઈવસી સેટિંગ્સ: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પ્રાઈવસી સેટિંગ્સને "Friends Only" અથવા "Private" રાખો. પબ્લિકમાં ઓછી માહિતી શેર કરો.
અજાણી લિંક્સ/ફાઈલો: અજાણી લિંક્સ, ફાઈલો કે એપ્સ પર ક્લિક ન કરો કે ડાઉનલોડ ન કરો. તે માલવેર કે ફિશિંગ હોઈ શકે છે.
પર્સનલ માહિતી શેર ન કરો: સોશિયલ મીડિયા પર તમારી અંગત માહિતી (સરનામું, ફોન નંબર, જન્મતારીખ, ક્રેડિટ કાર્ડ વિગતો) શેર કરવાનું ટાળો.
અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ: અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા તેમની પ્રોફાઇલ ધ્યાનથી ચકાસો.
ઓટીપી (OTP) શેર ન કરો: કોઈ પણ વ્યક્તિ, ભલે તે મિત્ર કે પરિવારજનનો દાવો કરે, તેને ક્યારેય OTP શેર ન કરો. હેકર્સ મિત્રનું એકાઉન્ટ હેક કરીને પૈસા માંગી શકે છે.
શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરો: જો તમને તમારા મિત્રના એકાઉન્ટમાંથી શંકાસ્પદ મેસેજ કે રિક્વેસ્ટ આવે, તો સીધો ફોન કરીને તેની ખરાઈ કરો.
સાયબર બુલિંગનો સામનો: જો તમને સાયબર બુલિંગનો અનુભવ થાય, તો મેસેજ/પોસ્ટના સ્ક્રીનશોટ લો, તેને બ્લોક કરો અને તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો.
પોલીસને જાણ કરો: જો કોઈ તમને ધમકાવે, બ્લેકમેલ કરે કે અશ્લીલ સામગ્રી મોકલે, તો તરત જ ૧૯૩૦ પર ફોન કરો અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કરો.
યાદ રાખો, તમે ઓનલાઈન જેટલા જાગૃત અને સુરક્ષિત રહેશો, તેટલું જ તમે સાયબર ગુનાઓથી બચી શકશો. જો તમે કોઈ ગુનાનો ભોગ બન્યા છો, તો હિચકિચાશો નહીં, તરત જ ફરિયાદ કરો!
#સોશિયલમીડિયાગુના #સાયબરક્રાઈમ #સુરક્ષિતરહો #ઓનલાઈનસુરક્ષા #SocialMediaCrime #CyberCrime #StaySafe #OnlineSafety #desicyberseva.

સંબંધિત પોસ્ટ

