સાયબરબુલિંગની જેમ ઓનલાઈન ટ્રોલિંગ શું છે? ડિજિટલ હિંસાથી કેવી રીતે બચવું | Trolling like wise Cyberbullying in Gujarati

FEATURED

vivek joshi

8/3/20251 min read

સાયબરબુલિંગ સમાન ઓનલાઈન ટ્રોલિંગ: ડિજિટલ દુનિયાના અંધારા પાસા

આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ આપણને એકબીજા સાથે જોડવા માટે એક અદ્ભુત સાધન છે. પરંતુ, જ્યારે આ ડિજિટલ દુનિયાનો એક અંધારો પાસું પણ છે, જ્યાં લોકો અપમાનજનક, ધમકીભરી અને હેરાન કરનારી પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓને સામાન્ય રીતે સાયબરબુલિંગ (Cyberbullying) ની જેમ ઓનલાઈન ટ્રોલિંગ (Online Trolling) તરીકે ઓળખવામાં આવે છે.

સાયબરબુલિંગ તેમજ ઓનલાઈન ટ્રોલિંગ ભલે બંને ડિજિટલ પ્લેટફોર્મ પર થતી નકારાત્મક પ્રવૃત્તિઓ છે, પરંતુ બંને વચ્ચે થોડો તફાવત છે.

સમજીએ કે સાયબરબુલિંગ સામાન્ય રીતે જાણીતી વ્યક્તિને લક્ષ્ય બનાવીને વારંવાર અને હેતુપૂર્વક કરવામાં આવે છે, જ્યારે ઓનલાઈન ટ્રોલિંગનો ઉદ્દેશ્ય ઘણીવાર માત્ર મજાક કરવા, ગુસ્સો અપાવવા અથવા ગેરમાર્ગે દોરવાનો હોય છે, ભલે તે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે થઈ શકે. જોકે, બંને પ્રવૃત્તિઓ ભોગ બનનાર વ્યક્તિ માટે અત્યંત પીડાદાયક અને માનસિક રીતે હાનિકારક હોય છે. આ બ્લોગ પોસ્ટમાં આપણે આ બંને જોખમોને વિગતવાર સમજીશું અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે ચર્ચા કરીશું.

આ સાઇબર બુલિંગ જેવુ ઓનલાઈન ટ્રોલિંગ શું છે?

સરળ ભાષા માં સમજીએને તો ટ્રોલિંગ એટલે ઓનલાઈન પ્લેટફોર્મ પર જાણી જોઈને ઉશ્કેરણીજનક, વિવાદાસ્પદ અથવા અપમાનજનક કોમેન્ટ્સ કરવી. ટ્રોલરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના ગુસ્સાને ભડકાવવાનો, તેમને હેરાન કરવાનો અથવા ધ્યાન આકર્ષિત કરવાનો હોય છે. ટ્રોલિંગ ઘણીવાર મજાકમાં શરૂ થાય છે, પરંતુ તે ઘણીવાર ગંભીર સાયબરબુલિંગમાં ફેરવાઈ શકે છે.

ઓનલાઈન ટ્રોલિંગના ઉદાહરણો:

  • કોઈની સોશ્યલ પોસ્ટ પર જાણી જોઈને નકારાત્મક અને ઉશ્કેરણીજનક કોમેન્ટ કરવી.

  • કોઈ વ્યક્તિના ધર્મ, જાતિ, દેખાવ કે અન્ય કોઈ અંગત વિષય પર અપમાનજનક ટિપ્પણી કરવી.

  • ખોટી માહિતી કે અફવાઓ ફેલાવીને લોકોમાં ગેરસમજણ ઊભી કરવી.

હાલના સમય માં તો લોકો હવે અને હથિયાર ની જેમ ઉપયોગ કરે છે તેઓ ને પ્રસિદ્ધ થવું હોય કે વાઇરલ થવા ની ઘેલછા હોય છે, ટૂંકા સમય માં રાતો રાત ચારે બાજુ ચર્ચામાં ના કેન્દ્ર માં આવવું હોય છે.અને બીજા ઘણા બધા નકારાત્મક ઈરાદાઓ હોય છે.

સાયબરબુલિંગ અને ટ્રોલિંગની કેટલીક ગંભીર અસરો:

આ પ્રકારની પ્રવૃત્તિઓ ભોગ બનનાર વ્યક્તિ પર ગંભીર માનસિક અને શારીરિક અસરો કરે છે:

  • માનસિક તણાવ અને ચિંતા: સતત નકારાત્મકતાનો સામનો કરવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન થઈ શકે છે.

  • ડર કે ભય : લોકો આમાં ખુબ ખરાબ સ્થિતિ નો સામનો કરે છે, ઝગડો કરી કે માથાકૂટ કરી ને કોઈ મારશે કે જાનથી મારી નાંખશે તેમજ આવું તેમના પરિવાર કે અંગત લોકો સાથે કરશે.

  • આત્મવિશ્વાસમાં ઘટાડો: અપમાનજનક ટિપ્પણીઓ વ્યક્તિના આત્મવિશ્વાસને હચમચાવી શકે છે.

  • સામાજિક એકલતા: કેટલાક કિસ્સાઓમાં, ભોગ બનનાર વ્યક્તિ પોતાને સમાજથી અલગ કરી દે છે.

  • ઊંઘમાં ખલેલ: સતત ચિંતા અને તણાવના કારણે ઊંઘની સમસ્યાઓ થઈ શકે છે.

  • આત્મહત્યાના વિચારો: ગંભીર કિસ્સાઓમાં, સાયબરબુલિંગના કારણે વ્યક્તિ આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરવા વિશે પણ વિચારી શકે છે.

આ ટ્રોલિંગથી બચવા માટેના કેટલાક ઉપાયો:

જો તમે અથવા કોઈ તમને ઓળખતી વ્યક્તિ સાયબરબુલિંગ કે ટ્રોલિંગનો ભોગ બને, તો નીચેના ઉપાયો અપનાવી શકાય છે:

  1. પ્રતિભાવ આપશો નહીં Do Not Engage:

    • સાયબરબુલર અને ટ્રોલરનો મુખ્ય ઉદ્દેશ્ય તમારો પ્રતિભાવ મેળવવાનો હોય છે. તેમને પ્રતિભાવ આપીને તમે તેમને વધુ પ્રોત્સાહન આપો છો.તેમને અવગણવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ક્યારેક ડિલીટ કરવા થી પણ તે સામે વધુ હેરાન કરે છે.

  2. બ્લોક કરો અને રિપોર્ટ કરો:

    • જે વ્યક્તિ તમને હેરાન કરી રહી છે તેને તરત જ બ્લોક કરો.

    • તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવા વપરાશકર્તાઓ અને તેમની ટિપ્પણીઓ પર રિપોર્ટ કરવાની સુવિધા હોય છે. આનો ઉપયોગ કરો.અને તેમને વિસ્તારથી માહિતી આપી ને બ્લોક કરી દેવું જોઈએ.

  3. પુરાવા સાચવો:

    • કોઈ પણ હેરાનગતિભર્યા મેસેજીસ, ઈમેલ કે કોમેન્ટ્સનો સ્ક્રીનશોટ લો. આ પુરાવા ભવિષ્યમાં જ્યારે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો તેના માટે ઉપયોગી થઈ શકે છે.

  4. અંગત માહિતી સુરક્ષિત રાખો:

    • તમારી બધી જ અંગત માહિતી, જેમ કે ફોન નંબર, સરનામું, કે લાઈવ લોકેશન અને અન્ય સંવેદનશીલ વિગતો ક્યારેય ઓનલાઈન શેર ન કરો.

    • તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પ્રાઇવસી સેટિંગ્સને હંમેશા "private" રાખો.

  5. મદદ માટે પૂછો:

    • જો તમે ટ્રોલિંગનો ભોગ બન્યા છો તો તેને છુપાવવાને બદલે તમારા પરિવાર, મિત્રો, શિક્ષકો કે કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરો.

    • જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો તરત પોલીસના સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરો.

ખાસ યાદ રાખો ઓનલાઈન દુનિયામાં સન્માન અને સૌજન્ય જાળવવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. યાદ રાખો કે સ્ક્રીનની પાછળ પણ એક વ્યક્તિ છે, જેની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. ચાલો આપણે એક સુરક્ષિત અને વધુ સકારાત્મક ડિજિટલ વાતાવરણનું નિર્માણ કરીએ. લોકો સુધી આ માહિતી ને શેર કરો.

#સાયબરબુલિંગ #ઓનલાઈનટ્રોલિંગ #સાયબરસેફ્ટી #ડિજિટલહિંસા #ઓનલાઈનસુરક્ષા #Cyberbullying #OnlineTrolling#desicyberseva

FAQ:

➤ પ્રશ્ન 1: ઓનલાઈન ટ્રોલિંગ શું છે અને તે સાયબરબુલિંગથી કેવી રીતે અલગ છે?

જવાબ: ટ્રોલિંગ એ ઇરાદાપૂર્વક online platforms પર અપમાનજનક, ઉશ્કેરણીભર્યા કે મજાકિયા comments દ્વારા અન્યને publicly હેરાન કરવાનું છે. જ્યારે સાયબરબુલિંગ વધુ privately અને સતત target કરીને થાય છે.

➤ પ્રશ્ન 2: ટ્રોલિંગથી શું માનસિક અસર થાય છે?

જવાબ: ટ્રોલિંગથી anxiety, shame, depression, low self-esteem અને social withdrawal જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે—ખાસ કરીને યુવાનો અને influencers માટે.

➤ પ્રશ્ન 3: ટ્રોલિંગ અને ડિજિટલ હિંસાથી કેવી રીતે બચવું?

જવાબ: Trolls સાથે engage ન કરો, comments moderate કરો, platform પર report કરો, cyber cellમાં ફરિયાદ કરો અને emotional support માટે trusted circles સાથે જોડાયેલા રહો.

સંબંધિત પોસ્ટ