ક્રિપ્ટોકરન્સી ફ્રોડ : સાયબર જગતમાં નવીન પડકાર. | What is Cryptocurrency Fraud. Lets know in gujarati.

FEATURED

7/15/20251 min read

સરળ ભાષામાં સીધો જ અર્થ છે કે ક્રિપ્ટોકરન્સી એટલે ડિજિટલ નાણું!!, આજના યુગનો એક રોમાંચક પડાવ, પરંતુ તે સાથે જ ફ્રોડનો એક નવો પડકાર પણ લાવ્યો છે. લોકો ઝડપી નફાની લાલચમાં ઘણા લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યા છે.

આજના સમયમાં અઢળક પિગ બુચરિંગ સ્કેમ્સ અને AI-આધારિત છેતરપિંડી જેવા નવા પ્રકારના ક્રિપ્ટો ફ્રોડ સામે આવી રહ્યા છે. સાયબર ગુનેગારો તમારા વિશ્વાસનો દુરુપયોગ કરીને, નકલી રોકાણ પ્લેટફોર્મ્સ દ્વારા તમને ફસાવે છે.અને લોકો ને તેમના અજાણતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ માં ભાગીદાર બનાવે છે.

આ બ્લોગ પોસ્ટમાં, આપણે ક્રિપ્ટોકરન્સી ફ્રોડથી બચવા માટેના "શું કરવું અને શું ન કરવું" વિશે વિગતવાર ચર્ચા કરીશું.

આખરે આ ક્રિપ્ટોકરન્સી સંબંધિત ફ્રોડ શું છે?

સમજીએ કે ક્રિપ્ટોકરન્સી જેવી કે બિટકોઈન અને ઈથિરિયમ, એ વિકેન્દ્રિત ડિજિટલ કરન્સી છે જે બ્લોકચેન નામની એક ટેકનોલોજી પર કાર્ય કરે છે. તેની વધતી લોકપ્રિયતા નું કારણ એટલું છે કે તે વિશ્વમાં ખુબ ઝડપ થી લેવડ દેવડ માં ઉપયોગી થય રહી છે અને તેના પર હાલ ના જે વિશ્વ ના દેશો માં જે પરસ્પર નાણાં માટે વિનિમય નિયમો એટલે નાણાં ચૂકવવાના લેવાના નિયમો લાગુ પડતાં નથી.તમે વિશ્વના કોઈપણ ખૂણે થી જે દેશ ક્રિપ્ટોકરન્સી માન્ય કરી છે ત્યાં થી કોઈપણ વસ્તુ ખરીદ વેચાણ કરી શકો છો, બસ પછી આના સાથેજ ગુનેગારોને પણ ક્રિપ્ટોકરન્સીના નામે વિવિધ પ્રકારની છેતરપિંડી કરવા માટે ડિજિટલ સ્પેસ મળી ગઈ છે.

કેટલીક ક્રિપ્ટોકરન્સી ફ્રોડની બદલાતી પદ્ધતિઓ Evolving Tactics

  • પિગ બુચરિંગ સ્કેમ્સ Pig Butchering Scams: આ અત્યંત ખતરનાક અને વ્યાપક બની રહેલો ફ્રોડ છે. કે બુદ્ધિ જીવીઓ ને પણ આ સ્કેમર્સ શરૂઆતમાં ડેટિંગ એપ્સ, સોશિયલ મીડિયા લિંકડઇન સહિત અથવા મેસેજિંગ એપ્સ દ્વારા તેમની સાથે વિશ્વાસપાત્ર સંબંધ બાંધે છે. એકવાર વિશ્વાસ કેળવાઈ જાય પછી, તેઓ તેમને ક્રિપ્ટોકરન્સીમાં મોટા "નફાકારક" રોકાણ માટે સમજાવે છે. તેઓ નકલી ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ, એપ્સ અથવા વેબસાઇટ્સનો ઉપયોગ કરે છે જ્યાં શરૂઆતમાં નાનો "નફો" બતાવીને વિશ્વાસ અપાવવામાં આવે છે. એકવાર મોટી રકમનું રોકાણ કરે, ત્યારે સ્કેમર્સ પૈસા લઈને ગાયબ થઈ જાય છે.

  • સિમ-સ્વેપ એટેક્સ SIM-Swap Attacks: આમાં, ગુનેગારો તમારા ફોન નંબરનું નિયંત્રણ મેળવી લે છે ફોન કંપનીને પણ છેતરીને, જેનાથી તેઓ તમારા ક્રિપ્ટોકરન્સી વોલેટ અથવા એક્સચેન્જના OTP મેળવી શકે છે અને તમારા ભંડોળને ઍક્સેસ કરી શકે છે.અને ખતરનાક એટલે છે કે આનું ટ્રેસિંગ થતું નથી.

  • નકલી ક્રિપ્ટો એક્સચેન્જો અને વોલેટ્સ: સ્કેમર્સ લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જો અથવા વોલેટ્સની નકલી વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ બનાવે છે. વપરાશકર્તાઓ જ્યારે તેમના ક્રેડેશિયલ્સ દાખલ કરે છે,ત્યારે તેમની માહિતી ચોરાઈ જાય છે.અને એવું પણ બને કે બેન્ક બેલેન્સ પણ સાફ કરી નાખે.

  • રગ પુલ્સ Rug Pulls: આ જાણે ડેફાઇ (DeFi) પ્રોજેક્ટ્સમાં પણ સામાન્ય ઘટના બની ગઈ છે,જ્યાં ડેવલપર્સ એક નવો ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ શરૂ કરે છે તેમાં રોકાણકારોને આકર્ષે છે, અને પછી બધા રોકાણકારોના પૈસા લઈને ગાયબ થઈ જાય છે.

  • ઇન્ફ્લુએન્સર સ્કેમ્સ: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પૈસા આપીને નકલી ક્રિપ્ટો પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવામાં આવે છે, જેનાથી અજાણ્યા રોકાણકારો તેમાં ફસાય છે.અને અંતે ગાયબ થય જાય છે.

જાણીએ આ બધુ કેવી રીતે થાય છે?

  • નકલી રોકાણ યોજનાઓ (Fake Investment Schemes): ગુનેગારો ઊંચા વળતર (જેમ કે દરરોજ ૧૦-૨૦% વળતર) આપતી નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ યોજનાઓ રજૂ કરે છે. તેઓ શરૂઆતમાં નાનું વળતર આપીને વિશ્વાસ કેળવે છે અને પછી મોટી રકમનું રોકાણ કરાવીને ગાયબ થઈ જાય છે. પોન્ઝી સ્કીમ જેવું જ છે , એટલે સમજવું કે " लालच बुरी बला है । "

  • નકલી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ/વોલેટ (Fake Exchanges/Wallets): જૂની અને જાણીતી વાત કે અધિકૃત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કે વોલેટ જેવી જ દેખાતી નકલી વેબસાઇટ્સ કે એપ્સ બનાવીને યુઝર્સના ક્રિપ્ટોકોઈન્સ અને તેમની અંગત વિગતોને ચોરી લેવી.

  • ફિશિંગ/માલવેર હુમલા Phishing/Malware Attacks: ક્રિપ્ટોકરન્સી સંબંધિત ઈમેઈલ્સ કે મેસેજ મોકલીને ફિશિંગ લિંક્સ પર ક્લિક કરાવી યુઝર્સના વોલેટની કી Keys કે પાસવર્ડ ચોરી લેવા.તેમ હેકિંગ કરી લેવું સામેલ હોય છે.

  • નકલી એરડ્રોપ્સ/ગિવઅવેઝ Fake Airdrops/Giveaways: ઘણા સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ કે જાણીતી ક્રિપ્ટો કંપનીઓના નામે નકલી એરડ્રોપ્સ કે ગિવઅવેઝની જાહેરાત કરવી,અને જેમાં ભાગ લેવા માટે યુઝર્સને થોડી નાની ક્રિપ્ટોકરન્સી મોકલવાનું કહેવામાં આવે છે, જે ક્યારેય પાછી મળતી નથી.અને તે લોકો આમ કરી પીગી બેન્ક ની જેમ નાના ક્રિપ્ટોકરન્સીના પ્રમાણ થી ઘણા લોકોની ખુબ મોટી કરન્સી એકત્ર કરી લ્યે છે.

  • જોબ સ્કેમ્સ (Job Scams): ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ કે માઈનિંગ સંબંધિત નકલી નોકરીઓની ઓફર આપીને ફી કે ડિપોઝિટના નામે લોકો પાસે પૈસા પડાવવા હોય છે.

આવો તો સમજીએ કે બચવા માટે શું કરવું અને શું ન કરવું?

✅ શું કરવું:

  • સંપૂર્ણ સંશોધન કરો: ખાસ કે કોઈપણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા કે કોઈપણ એક્સચેન્જનો ઉપયોગ કરતા પહેલા તેમના વિશે સંપૂર્ણ સંશોધન કરો. જેમકે કંપનીની કાયદેસરતા, રિવ્યુઝ અને રેગ્યુલેટરી સ્ટેટસ વિગેરે તપાસો.

  • હમેશા માત્ર માન્યતાપ્રાપ્ત એક્સચેન્જનો ઉપયોગ કરો: કોઈ જાણીતા અને રેગ્યુલેટેડ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ નો જ ઉપયોગ કરો.

  • સ્ટ્રોંગ પાસવર્ડ અને 2FA: ખાસ યાદ રાખો કે તમારા ક્રિપ્ટોકરન્સી વોલેટ અને એક્સચેન્જ એકાઉન્ટ્સ માટે મજબૂત, યુનિક પાસવર્ડ્સનો ઉપયોગ કરો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) હંમેશા ચાલુ રાખો.

  • કોલ્ડ વોલેટનો વિચાર કરો: મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સી ધરાવતા હો તો તેને સુરક્ષિત "કોલ્ડ વોલેટ" હાર્ડવેર વોલેટ માં સ્ટોર કરવાનું વિચારો. તે સુરક્ષિત રાખવા માં વધુ વિશ્વનિય છે.

  • જાણીતા વ્યક્તિઓના નામે થતી જાહેરાતોથી સાવધાન: હમેશા સેલિબ્રિટીઝ કે પ્રભાવશાળી વ્યક્તિઓના નામે આવતી ક્રિપ્ટોકરન્સી રોકાણ જાહેરાતોની ખરાઈ કરો. બની શકે કે ફેક અથવા ai દ્વારા પણ હોય શકે છે.

    ❌ ન કરવું:

  • અવાસ્તવિક વળતરની લાલચમાં ન આવો: તમને જો કોઈ તમને ટૂંકા ગાળામાં અવાસ્તવિક રીતે ઊંચા વળતરનું વચન આપે, તો સમજી લેવું કે તે છેતરપિંડી છે.

  • અજાણી લિંક્સ પર ક્લિક ન કરો: ક્યારેય ક્રિપ્ટોકરન્સી સંબંધિત શંકાસ્પદ ઈમેઈલ્સ કે મેસેજમાં આવતી લિંક્સ પર ક્લિક ન કરો.

  • તમારી પ્રાઈવેટ કી/સીડ ફ્રેઝ શેર ન કરો: તમારા ક્રિપ્ટો વોલેટની પ્રાઈવેટ કી કે સીડ ફ્રેઝ કોઈની સાથે શેર ન કરો. આ તમારા વોલેટનો સંપૂર્ણ એક્સેસ તેમને આપી દે છે.

  • સલાહકાર તરીકે કાર્યરત વ્યક્તિઓ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો: સોશિયલ મીડિયા પર પોતાને ક્રિપ્ટોકરન્સી નિષ્ણાત તરીકે રજૂ કરતા ઘણા બધા અજાણ્યા લોકો છે આથી તેના પર આંધળો વિશ્વાસ ન કરો.


ચાલો સમજીએ કે ફરિયાદ કેવી રીતે નોંધાવવી?

જો તમે ક્રિપ્ટોકરન્સી સંબંધિત છેતરપિંડીનો ભોગ બનો છો, તો તરત જ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો અથવા હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરો. આ ગુનાઓમાં, પૈસા ક્યાં ગયા તે ટ્રેસ કરવું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીના કિસ્સામાં, તેથી તાત્કાલિક ફરિયાદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ખાસ યાદ રાખો, સાયબર અપરાધીઓ હંમેશા લોકોને છેતરવા માટે નવા-નવા અને વધુ અત્યાધુનિક રસ્તાઓ શોધતા રહે છે. તમારી સતર્કતા અને ડિજિટલ સુરક્ષા પ્રત્યેની જાગૃતિ જ તમને અને તમારા વ્યવસાયને આવા નવા પડકારોથી સુરક્ષિત રાખી શકે છે. વધુ લોકો સુધી આ માહિતી જરૂર શેર કરો.

#ક્રિપ્ટોફ્રોડ #બિટકોઈનસ્કેમ #સાયબરક્રાઈમ #ડિજિટલકરન્સી #સાવધાન #CryptoFraud #BitcoinScam #CyberSafety

સંબંધિત પોસ્ટ