માલવેર Vs CERT-In : મોબાઈલ વાઈરસનો રાજા અને CERT-In. | What is Malware know in Gujarati

FEATURED

vivek joshi

8/2/20251 min read

મોબાઈલ જગતનો અદૃશ્ય શત્રુ: માલવેર.

ફરી થી એ વાત ને ધ્યાન માં લઈએ કે આપણે વૈશ્વિક મહામારી સહન કરી ને જીવીએ છીએ, કોઈ સવાલ જ નથી કે વાઇરસ શબ્દ થી કોઈ આજે પરિચિત ના હોય, પણ આજે સ્માર્ટફોન ના અત્યંત ઘાતક અને વિનાશક વિશે વાત કરવાના છીએ જે સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. સવારના અલાર્મથી લઈને રાત્રે સૂતા પહેલાં સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા સુધી, ફોન આપણા દરેક કામમાં સામેલ છે. પરંતુ આ આધુનિક સગવડ સાથે એક અદૃશ્ય અને ખતરનાક શત્રુ પણ જોડાયેલો છે - માલવેર.ઘણા લોકો માલવેરને માત્ર વાઈરસ સમજે છે,

પરંતુ વાસ્તવમાં માલવેર એ એક વિશાળ છત્ર શબ્દ છે તે વાસ્તવમાં ગુજરાતી માં અનુવાદિત શબ્દ જ છે અને તેનો અર્થ "દુર્ભાવનાપૂર્ણ સોફ્ટવેર" Malicious Software. એવો થાય છે.આમાં વાઈરસ, ટ્રોજન, એડવેર, સ્પાયવેર અને રેન્સમવેર જેવા અનેક પ્રકારના જોખમી પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે. આ સોફ્ટવેર તમારા ફોનમાં ઘુસીને અંગત માહિતી ચોરી શકે છે, તમારા ડિવાઇસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને તમને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે.

આ બ્લોગ પોસ્ટમાં, આપણે માલવેરના જુદા જુદા પ્રકારો, તે ફોનમાં કેવી રીતે પ્રવેશે છે અને સૌથી અગત્યનું, ભારત સરકારની સંસ્થા CERT-In એટલે કે Indian Computer Emergency Response Team અને અન્ય નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ, તેનાથી કેવી રીતે બચવું તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું.

માલવેરના મુખ્ય પ્રકારો: દુશ્મનોની ઓળખ.

એક કહેવત છે કે રોગ અને દુશ્મન ને ઊગતા જ ડામી દેવા. આના માટે તો આપણે બંનેને ઓળખવા અત્યંત જરૂરી છે, તો ચાલો અહિયાં થી જ શરૂવાત કરી એ !

માલવેર એક જ રૂપમાં નથી આવતું, પરંતુ તે વિવિધ સ્વરૂપોમાં છૂપાઈને હુમલો કરે છે:

  1. વાઈરસ -Virus:

    • કાર્યપદ્ધતિ: જેમ એક જૈવિક વાઈરસ જીવંત કોષોને ચેપ લગાડે છે, તેમ આ વાઈરસ અન્ય ફાઇલો સાથે જોડાઈને ફેલાય છે. જ્યારે તમે તે ચેપગ્રસ્ત ફાઇલ ખોલો છો, ત્યારે તે સક્રિય થઈ જાય છે અને સિસ્ટમ ફાઇલોને નુકસાન પહોંચાડે છે.

    • દા:ત - તમને કોઈ મેસેજ દ્વારા આવેલી મનોરંજનની ફાઇલ ડાઉનલોડ કરવાથી તે તમારા ફોનમાં પ્રવેશી શકે છે.ઘણી વાર તો ક્લિક કરવા થી પણ આ વાઇરસ કામ શરૂ કરી દે છે.

  2. ટ્રોજન -Trojan:

    • કાર્યપદ્ધતિ: ગ્રીક દંતકથાના ટ્રોજન હોર્સની જેમ, આ માલવેર નિર્દોષ અને ઉપયોગી એપ્લિકેશન, ગેમ, કે સોફ્ટવેર તરીકે છૂપાઈને આવે છે. એકવાર તમે તેને ઇન્સ્ટોલ કરો, પછી તે બેકગ્રાઉન્ડમાં રહીને તમારા ફોનનું નિયંત્રણ હેકરને સોંપી દે છે.

    • દા:ત - એક નકલી ફોટો કે વિડીયો એડિટિંગ એપ જે તમને લાગે છે કે તે એડિટ કરી આપશે, પરંતુ વાસ્તવમાં તે તમારા કોન્ટેક્ટ્સ અને મેસેજીસ અને અંગત માહિતી ચોરી રહી હોય અને નુકશાન પોહચડવાની બધી શક્યતા પર કામગીરી કરી નાખે છે.

  3. એડવેર Adware:

    • કાર્યપદ્ધતિ: આ માલવેરનો મુખ્ય ઉદ્દેશ્ય તમારા ફોન પર બિનજરૂરી અને જિદ્દી જાહેરાતો pop-ups બતાવવાનો છે. તે તમારી બ્રાઉઝિંગ હિસ્ટરીને ટ્રેક કરીને તમને લક્ષિત જાહેરાતો બતાવે છે, જેનાથી હેકર્સને મોટાં પ્રમાણ માં કમાણી થાય છે.

    • દા:ત - કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમારા ફોન પર અચાનક એવી જાહેરાતો આવવા લાગે જે થોડીવાર તો બંધ ન થઈ શકે. ક્લોઝ બટન જ ના હોય તમારે ફરજીયાત જોવી પડે છે. માત્ર એટલું જ નહીં દરેક વખતે તમારા ફોન માંથી માહિતી ને લઈ ને તે લોકો અપડેટ થયા રાખતા હોય છે. જેથી તે લોકો પોતાની ક્ષતિ ને દૂર કરી શકે અને વધુ મજબૂત બને.

  4. સ્પાયવેર Spyware:

    • કાર્યપદ્ધતિ: સ્પાયવેર એ એક પ્રકારનો ડિજિટલ જાસૂસ છે. તે તમારી જાણ બહાર તમારા ફોનમાં રહીને તમારા કોન્ટેક્ટ્સ, SMS, ઈમેઈલ, કીબોર્ડ પર ટાઈપ કરેલા શબ્દો કેવી-લોગિંગ, અને પાસવર્ડ્સ જેવી અત્યંત અંગત પર નજર રાખે છે અને માહિતીને ચોરી કરીને તેમના માલિક હેકર્સને મોકલે છે.

    • દા:ત - એક નકલી કોલ-રેકોર્ડિંગ એપ જે તમારા કોલ રેકોર્ડ કરીને હેકર્સના સર્વર પર મોકલી આપે છે.

  5. રેન્સમવેર Ransomware:

    • કાર્યપદ્ધતિ: આ સૌથી ખતરનાક માલવેર પૈકીનો એક છે. તે તમારા ફોનની તમામ ફાઇલોને એન્ક્રિપ્ટ એટલે કે સંકેત લિપિ કે અજાણી ભાષામાં કરી દે છે અને તેને પાછી મેળવવા માટે મોટી રકમ -રેન્સમ ખંડણી ની માંગણી કરે છે. આ વિષય પર આપણે આપણી સિરીઝના આગલા બ્લોગમાં વધુ ચર્ચા કરીશું.

ચાલો તો સમજીએ કે માલવેર કેવી રીતે ડિવાઇસ માં પ્રવેશે છે? મોટાભાગે અવગણવામાં આવતી આ વિગતો!!

માલવેરના પ્રવેશની રીતો જાણીતી છે, પરંતુ આપણે ઘણીવાર તેની બારીક વિગતો પર ધ્યાન જ નથી આપતા.

  • ગૂગલ પ્લે સ્ટોર પરની શંકાસ્પદ એપ્સ: માત્ર પ્લે સ્ટોર પર હોવાથી કોઈ એપ સુરક્ષિત નથી. આપણી ભારતીય CERT-In જેવી વૈશ્વિક સંસ્થાઓ વારંવાર એવી એપ્સ વિશે ચેતવણી આપે છે જે પહેલા સુરક્ષિત લાગતી હતી, પરંતુ પછીથી માલવેર હોવાનું બહાર આવે છે. હંમેશા એપ્લિકેશનના ડેવલપરનું નામ, રિવ્યુ અને ડાઉનલોડની સંખ્યા તપાસો.અને ખાસ તે કઈ પરમીશન માંગે છે અને તેમની પોલિસી શું છે તે ખાસ જાણવું આટલો સમય જરૂર કાઢી લેવો.

  • જાહેરાતો દ્વારા ફસામણી કરવી : ઓનલાઈન જાહેરાતો પર ક્લિક કરવાથી તમે સીધા જ માલવેરવાળી વેબસાઇટ પર પહોંચી શકો છો. આ જાહેરાતો ઘણીવાર "તમારો ફોન વાઈરસથી ચેપગ્રસ્ત છે, અહીં ક્લિક કરીને તેને સાફ કરો" જેવો ડર બતાવીને લોકોને ફસાવે છે. લોકો જોયા જાણ્યા વગર સીધું પગલું ભરે અને ઘણી વાર તે એવું વિચારે કે મફત માં છે તો લાવ ને ચેક તો કરી જોવ !! બસ પછી એનો પ્રયોજિત કાર્યક્રમ તમારા ફોન માં શરૂ થય જાય છે.

  • અસુરક્ષિત Wi-Fi કનેક્શન: પબ્લિક Wi-Fi રેલવે સ્ટેશન ,બસ પોર્ટ , એરપોર્ટ, કોફી શોપ કે અન્ય જગ્યાનો ઉપયોગ કરતી વખતે હેકર્સ તમારા ફોન પર સરળતાથી હુમલો કરી શકે છે કારણ કે આ નેટવર્ક્સમાં સુરક્ષા ઘણી ઓછી હોય છે.

તમારા માટે માલવેરથી બચવા માટેની બારીક અને જરૂરી સલાહ CERT-In Recommendations

માલવેરથી બચવું શક્ય છે, અને તેના માટે કેટલીક અદ્યતન અને ચોક્કસ સાવચેતી રાખવી જરૂરી છે. ભારત સરકારની સાયબર સુરક્ષા સંસ્થા CERT-In પણ આ પ્રકારના જોખમો વિશે નિયમિતપણે ચેતવણીઓ બહાર પાડે છે. તેમની સાઇટ પર મુલાકાત અવશ્ય લેવી. https://www.cert-in.org.in તેમજ આવનાર બ્લોગ માં તેમની કામગીરી પર વિશેષ મહિતીઓ હશે. અહિયાં આપણે તેમના દ્વારા આપેલ સૂચનો ને સમજીએ.

  1. એપ્લિકેશનની પરવાનગીઓ (Permissions) ધ્યાનથી વાંચો:

    • જો તમે કોઈપણ એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તે કરતી વખતે તે કઈ પરવાનગીઓ માંગી રહી છે તે તપાસો. એક ફ્લેશલાઇટ એપને તમારા કોન્ટેક્ટ્સ કે મેસેજીસની પરવાનગીની જરૂર નથી. જો કોઈ એપ બિનજરૂરી પરવાનગીઓ માંગે, તો તેને ઇન્સ્ટોલ બિલકુલ કરશો નહીં.

  2. સોફ્ટવેર અને એપ્લિકેશન અપડેટ્સ:

    • તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે Android/iOS અને તેમાં ઇન્સ્ટોલ કરેલી તમામ એપ્લિકેશન્સને હંમેશા અપડેટ રાખો. આ અપડેટ્સમાં માત્ર નવા ફીચર્સ જ નહીં, પરંતુ સુરક્ષા માટેના પેચ પણ હોય છે જે જાણીતા માલવેરના હુમલાથી તમને બચાવે છે.

  3. સુરક્ષા સોફ્ટવેર Antivirusનો ઉપયોગ:

    • માત્ર ફોનના ઇનબિલ્ટ સિક્યોરિટી ટૂલ્સ પર આધાર રાખશો નહીં. તમારી અનુકૂળતા પ્રમાણે વિશ્વસનીય તેમજ જાણીતી કંપનીઓના મોબાઈલ એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ સોફ્ટવેર માલવેરને ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે.

  4. બિનજરૂરી એપ્સને અનઇન્સ્ટોલ કરો:

    • તમે જે એપ્સનો વારંવાર ઉપયોગ કરતા નથી તેને તરત જ અનઇન્સ્ટોલ કરો. બની શકે તે ફોન માં ક્ષતિ આપતી હોય અને આનાથી તમારા ફોનની સુરક્ષા તો વધશે જ, પરંતુ સાથે સાથે ફોનની કામગીરી પણ સુધરશે.

  5. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો:

    • તમારા તમામ મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ ઈમેલ, બેંકિંગ, સોશિયલ મીડિયા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો. આનાથી જો હેકર્સ તમારો પાસવર્ડ ચોરી પણ લે તો પણ તેઓ તમારા એકાઉન્ટમાં પ્રવેશી શકશે નહીં.

  6. ડેટાનું બેકઅપ રાખો:

    • તમારા મહત્વપૂર્ણ ડેટાનું નિયમિત બેકઅપ લો ક્લાઉડ કે અન્ય કોઈ માધ્યમ પર રાખો. જો ક્યારેય માલવેરનો હુમલો થાય અને તમારો ડેટા ગુમાવવાનો વારો આવે તો તમે તેને સરળતાથી પાછો મેળવી શકો. વાસ્તવ માં આ રીત લાંબાગાળે ઓછી ખર્ચાળ છે.

  7. બાકી જૂની અને જાણીતી વાત : કે અજાણ્યા સોર્સ નો ઉપયોગ કરવો નહીં , અજાણી લિન્ક પર ક્લિક ના કરવું તેમજ ફોટા , વિડીયો , ફાઇલ ડાઉનલોડ ના કરવી આ વાત તો યાદ જ હશે.

તમારા માટે માલવેરથી બચવા માટે સતત જાગૃત અને સાવધાન રહેવું એ જ એકમાત્ર ઉપાય છે. તમારા ફોનની સુરક્ષા તમારા પોતાના હાથમાં છે. આશા છે કે આ વિસ્તૃત માહિતી તમને તમારા ફોનને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. આ માહિતી લોકો સુધી અવશ્ય શેર કરી પોહચાડશો!!

#માલવેર #મોબાઈલવાઈરસ #સાયબરસેફ્ટી #સ્માર્ટફોનસુરક્ષા #સરકારીસૂચનો #ડિજિટલગુજરાત #Malware #MobileSecurity #desicyberseva

FAQ:

➤ પ્રશ્ન 1: Malware શું છે અને તે કેવી રીતે તમારા ફોનને અસર કરે છે?

જવાબ: Malware એ malicious software છે જે તમારા ફોનમાં silently ઘૂસી જાય છે અને banking info, photos, contacts, location જેવી અંગત માહિતી ચોરી કરે છે—અને ક્યારેક ransom પણ માંગે છે.

➤ પ્રશ્ન 2: Malwareના મુખ્ય પ્રકારો કયા છે?

જવાબ: Spyware, Ransomware, Trojan, Adware અને Keyloggers malwareના મુખ્ય પ્રકારો છે—જે દરેક અલગ રીતે data ચોરી કે system hack કરે છે.

➤ પ્રશ્ન 3: Malwareથી બચવા માટે CERT-In શું સલાહ આપે છે?

જવાબ: CERT-In મુજબ unknown apps install ન કરો, regular OS updates કરો, antivirus apps ઉપયોગ કરો, suspicious links avoid કરો અને public Wi-Fi ટાળો.

સંબંધિત પોસ્ટ