
મોબાઈલ રૂટિંગ અને જેલબ્રેકિંગ શું છે? ફાયદા અને સુરક્ષાના ગંભીર જોખમો | Rooting and Jailbreaking in Gujarati
FEATURED



રૂટિંગ અને જેલબ્રેકિંગ: ફોનની સુરક્ષા ને જ ખતમ કરી નાખવી.
શું તમે ક્યારેય તમારા ફોનને ઓપરેટિંગ જેને કંપનીની બાય ડિફોલ્ટ સુરક્ષિત કરી આપેલ હોય તેને મર્યાદાઓથી બહાર કાઢીને તમારી ઈચ્છા મુજબ કસ્ટમાઈઝ કરવાનો વિચાર કર્યો છે? એન્ડ્રોઈડ ફોનમાં આ પ્રક્રિયાને રૂટિંગ Rooting અને એપલના આઈફોનમાં આ પ્રક્રિયાને જેલબ્રેકિંગ Jailbreaking કહેવામાં આવે છે. આ પ્રક્રિયાઓ તમને તમારા ફોનનું સંપૂર્ણ નિયંત્રણ તમને આપે છે, પરંતુ તેની સાથે અનેક ગંભીર જોખમો પણ આવે છે.અને હેકરો આ પ્રક્રિયા ની જ રાહ માં હોય છે. જેથી તે ગમે તેમ તેનો ઉપયોગ કરી શકે કોઈ જ નિયંત્રણ નહીં અને ખૂલી છુટ મળી જાય છે.
"રૂટ" કે "જેલબ્રેક" કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ (Android કે iOS) ના કોર લેવલ પર એક્સેસ મેળવવાનો છે. આનાથી તમે એવી એપ્સ ઇન્સ્ટોલ કરી શકો છો જે સત્તાવાર સ્ટોર પર ઉપલબ્ધ નથી, સિસ્ટમ ફાઇલોમાં ફેરફાર કરી શકો છો, અને ફોનના પરફોર્મન્સને સુધારી શકો છો. પરંતુ, આ "સ્વાતંત્ર્ય" મેળવવા માટે તમારે તમારા ફોનની સુરક્ષાનો ભોગ આપવો પડે છે. આ બ્લોગ પોસ્ટમાં, આપણે આ બંને પ્રક્રિયાઓ શું છે, તેના જોખમો અને તેનાથી કેવી રીતે બચવું તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.

વાત જરા ટેકનિકલ છે પણ રૂટિંગ અને જેલબ્રેકિંગ શું છે એ સમજવું જરૂરી છે!!
રૂટિંગ Android Phones: રૂટિંગ એટલે તમારા એન્ડ્રોઈડ ફોનમાં "રૂટ એક્સેસ" મેળવવો. રૂટ એક્સસેસ એટલે કે ફોનનું સૌથી ઊંચું સ્તરનું નિયંત્રણ. આ પ્રક્રિયા બાદ તમે ફોનના કોર સોફ્ટવેરમાં ફેરફાર કરી શકો છો, bloatware ફોન સાથે આવતી બિનજરૂરી એપ્સ દૂર કરી શકો છો, અને ફોનની કામગીરીને વધારી શકો છો. તેના યુઝર એક્સપીરિયન્સ ને બદલી શકો છો. આમ કરતાં ફોન ની વૉરંટી ગેરંટી ખતમ થય જાય છે. અને તમારી કલ્પના બહારની ગેરકાયદેસર કામગીરી થઈ જાય છે.
જેલબ્રેકિંગ (iPhones): જેલબ્રેકિંગ એ આઈફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષા મર્યાદાઓ તોડીને તેમાં ફેરફાર કરવાની પ્રક્રિયા છે. આ એટલું સહેલું પણ નથી તેમ છતાં આનાથી યુઝર્સ એપલ એપ સ્ટોર સિવાયના સોર્સમાંથી એપ્સ ઇન્સ્ટોલ કરી શકે છે અને આઈફોનના યુઝર ઈન્ટરફેસમાં પણ ફેરફાર કરી શકે છે.આમાં પણ વૉરંટી ગેરંટી ખતમ થય જાય છે. અને અમુક કિસ્સા માં સમાચારો માં એવું પણ જાણવા મળ્યું છે કે એપલ કંપની તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
રૂટિંગ અને જેલબ્રેકિંગના જોખમો: એટલે તમારા સ્વાતંત્ર્યની કિંમત લગાવાની વાત.
આ પ્રક્રિયાઓ બાદ તમારા ફોનની સુરક્ષા નષ્ટ જ થઈ જાય છે. હેકરો આ પ્રક્રિયા ની રાહ માં તો હોય જ છે અને જો તક મળે સાથે તે આ યુઝરની જાણ બહાર હેકિંગ કરીને તેનો દૂરઉપયોગ પણ કરી નાખે છે.
માલવેર અને વાઈરસનો હુમલો:
રૂટેડ કે જેલબ્રેક કરેલા ફોનમાં કંપની દ્વારા આપવામાં આવેલી સુરક્ષા સિસ્ટમ અક્ષમ થઈ જાય છે. આનાથી માલવેર, વાઈરસ અને અન્ય જોખમી સોફ્ટવેર સરળતાથી તમારા ફોનમાં પ્રવેશી શકે છે.
તમે જે એપ્સ સત્તાવાર સ્ટોર સિવાયના સોર્સમાંથી ઇન્સ્ટોલ કરો છો, તેમાં વાઈરસ છૂપાયેલા હોવાની શક્યતા ખૂબ વધારે હોય છે.
ડેટા ચોરીનું જોખમ:
માલવેર તમારા ફોનમાંથી અંગત માહિતી, જેમ કે બેંકિંગ વિગતો, પાસવર્ડ્સ, ફોટા અને કોન્ટેક્ટ્સ સરળતાથી ચોરી કરી શકે છે. રૂટિંગ કે જેલબ્રેકિંગ પછી તમારો ફોન આ પ્રકારની ચોરીથી બચાવવા માટે કોઈ સુરક્ષા કવચ ધરાવતો નથી.
ઓનલાઈન બેંકિંગ અને પેમેન્ટ એપ્સ:
મોટાભાગની બેંકિંગ અને પેમેન્ટ એપ્સ રૂટ કરેલા કે જેલબ્રેક કરેલા ફોનમાં કામ કરતી નથી અથવા તો સુરક્ષા કારણોસર તેને બ્લોક કરી દેવામાં આવે છે. Google Pay, PhonePe, અને અન્ય બેંકિંગ એપ્સ રૂટ થયેલા ફોનમાં ચાલતી નથી કારણ કે તે જોખમ ઓળખી જાય છે.
ફોનની વોરંટી સમાપ્ત:
રૂટિંગ કે જેલબ્રેકિંગ એ ફોનની વોરંટીના નિયમોનો ભંગ ગણાય છે. આ પ્રક્રિયા બાદ જો તમારા ફોનમાં કોઈ પણ હાર્ડવેર કે સોફ્ટવેરની સમસ્યા આવે, તો કંપની તમને કોઈ પણ પ્રકારની સર્વિસ આપશે નહીં.
ડિવાઇસ ક્લોનિગ :
આ બધા માં સૌથી ખતરનાક આ બાબત છે, ડિવાઇસ ક્લોન થતાં એટલે કે તેજ મોબાઈલ ની બીજી સાચી કોપી તૈયાર થઇ જવી એનો કઈ પણ દૂરઉપયોગ થઇ શકે છે દા:ત કોઈ હેકિંગ એટેક માં કે આતંકવાદી પ્રવૃતિ કે દેશદ્રોહી પ્રવૃતિ માં રાજકીય ધમકિયો અને ગુના કરવામાં થઈ શકે છે.
સોફ્ટવેર અપડેટ્સ ન મળવા:
રૂટ કરેલા કે જેલબ્રેક કરેલા ફોનમાં તમને કંપની તરફથી સત્તાવાર ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ્સ મળતા નથી. આનાથી તમારા ફોનમાં સુરક્ષાના નવા પેચ ઉપલબ્ધ થતા નથી, જેના કારણે તે નવા જોખમો માટે ખુલ્લો રહે છે.
આમાંથી કેવી રીતે બચવું?
રૂટિંગ કે જેલબ્રેકિંગના જોખમોથી બચવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય એ છે કે આ પ્રક્રિયા ક્યારેય ન કરવી.અને તેના માટે માહિતી થી અપડેટ થવું.
સુરક્ષિત રહો: તમારા ફોનને હંમેશા તેના મૂળ સ્વરૂપમાં જ વાપરો. કંપની દ્વારા આપવામાં આવેલી સુરક્ષા સુવિધાઓને અક્ષમ ન કરો.અને કોઈ ગમે તે લાલચ આપે તેના થી પ્રેરિત થવું નહીં.
સત્તાવાર એપ્સનો ઉપયોગ: એપ્સ હંમેશા Google Play Store કે Apple App Store પરથી જ ડાઉનલોડ કરો.
જાગૃત રહો: જો કોઈ તમને રૂટિંગ કે જેલબ્રેકિંગના ફાયદા સમજાવીને આ પ્રક્રિયા કરવા માટે કહે તો તેના ગંભીર જોખમો વિશે પણ વિચાર કરો.
ખાસ યાદ રાખો રૂટિંગ અને જેલબ્રેકિંગનો નિર્ણય લેતા પહેલા, એકવાર તેના જોખમો વિશે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. થોડા સમયના સ્વાતંત્ર્ય માટે તમારા ફોનની અને તમારી અંગત માહિતીની સુરક્ષા જોખમમાં મૂકવી એ સમજદારીભર્યું નથી. આ માહિતી લોકો સુધી અવશ્ય શેર કરવી.
#રૂટિંગ #જેલબ્રેકિંગ #મોબાઈલસુરક્ષા #સાયબરજોખમ #ડેટાચોરી #AndroidRoot #iPhoneJailbreak #MobileSecurity#desicyberseva
FAQ:
➤ પ્રશ્ન 1: રૂટિંગ અને જેલબ્રેકિંગ શું છે?
જવાબ: રૂટિંગ (Android) અને જેલબ્રેકિંગ (iOS) એ એવી પ્રક્રિયા છે જેમાં યુઝર OSના restrictions દૂર કરીને full control મેળવે છે—જે apps, settings અને system-level access માટે ઉપયોગી છે.
➤ પ્રશ્ન 2: રૂટિંગ અને જેલબ્રેકિંગના ફાયદા શું છે?
જવાબ: custom ROMs install કરી શકાય, ads block કરી શકાય, battery optimization અને advanced tweaking શક્ય બને છે.
➤ પ્રશ્ન 3: શું રૂટિંગ અને જેલબ્રેકિંગ સુરક્ષિત છે?
જવાબ: નહીં. એથી malware attack, data theft, device instability અને warranty void થવાની શક્યતા રહે છે

સંબંધિત પોસ્ટ

