સ્મીશિંગ શું છે? મેસેજ દ્વારા થતી છેતરપિંડીથી કેવી રીતે બચવું | What is Smishing know in Gujarati.

FEATURED

vivek joshi

8/2/20251 min read

સ્મીશિંગ: નકલી લિંક્સની ખતરનાક માયાજાળ

આજના ડિજિટલ યુગમાં, આપણે દરરોજ અનેક text મેસેજ મેળવીએ છીએ. આ સંદેશાઓમાં ઘણી વખત એવી લિંક્સ હોય છે જે આપણને કોઈ વેબસાઇટ પર લઈ જાય છે અથવા કોઈ માહિતી ભરવાનું કહે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી ઘણી લિંક્સ ખતરનાક હોઈ શકે છે? સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે મુખ્ય પદ્ધતિનો ઉપયોગ કરે છે: સ્મીશિંગ Smishing.

વાસ્તવ માં આ પદ્ધતિનો ઉદ્દેશ્ય એક જ હોય - કે તમારી પાસેથી સંવેદનશીલ માહિતી જેમ કે પાસવર્ડ, બેંક ખાતાની વિગતો, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે મેળવવો - સ્મીશિંગ SMS અથવા અન્ય મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા કરવામાં આવે છે. આ બ્લોગ પોસ્ટમાં, આપણે આ બધાજ ખતરાઓને વિગતવાર સમજીશું અને જાણીશું કે તેમની જાળમાં ફસાવાથી કેવી રીતે બચી શકાય છે.

સ્મીશિંગ (Smishing): SMS અને મેસેજ દ્વારા થતી છેતરપિંડી

આ સ્મીશિંગ એ ફિશિંગ જેવું જ છે, પરંતુ તે SMS શોર્ટ મેસેજ સર્વિસ અથવા અન્ય મેસેજિંગ એપ્લિકેશન્સ જેમ કે વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટ ગ્રામ, ફેસબુક મેસેંજર વગેરે દ્વારા કરવામાં આવે છે. ગુનેગારો તમને નકલી મેસેજ મોકલે છે જેમાં કોઈ લિંક હોય છે અથવા કોઈ ફોન નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે, જેથી તમારી પાસેથી માહિતી મેળવી શકાય. અને બાદ માં તમારી પાસે થી પૈસા કે ગુનેગારની ઈચ્છા મુજબનું કરાવી શકાય

સ્મીશિંગ મેસેજને કેવી રીતે ઓળખવા?

  • અજાણ્યો મોકલનાર: મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી આવે છે અથવા તો તે કોઈ અસામાન્ય નંબર હોય છે. ઘણી વખત ઇન્ટરનેશનલ નંબર થી પણ આવતા હોય છે.

  • તાત્કાલિક કાર્યવાહીની માંગણી: જેમ ફિશિંગ ઈમેલમાં હોય છે, તેમ સ્મીશિંગ મેસેજમાં પણ તમને તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવે છે.

  • શંકાસ્પદ લિંક્સ: મેસેજમાં આપેલી લિંક ઘણીવાર ટૂંકી કરેલી હોય છે જેમ કે bit.ly અથવા tinyurl. આ લિંક્સ પર ક્લિક કરતા પહેલાં સાવધાન રહો.

  • અંગત માહિતીની માંગણી: મેસેજમાં તમને તમારો પાસવર્ડ, બેંક ખાતાની વિગતો kyc અપડેટ અથવા અન્ય સંવેદનશીલ માહિતી આપવાનું કહેવામાં આવી શકે છે.

  • મોટા ઇનામની લાલચ: તમને મેસેજ આવે કે તમે કોઈ મોટી રકમ જીતી ગયા છો અને તેને મેળવવા માટે તમારે આ લિંક પર ક્લિક કરવી પડશે અથવા આ નંબર પર કોલ કરવો પડશે.વિગેરે

સ્મીશિંગના ઉદાહરણો:

  • તમને મેસેજ આવે કે તમારી બેંકનું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે અને તેને ફરીથી સક્રિય કરવા માટે આ લિંક પર ક્લિક કરો

  • તમને કોઈ કુરિયર કે ઇ કોમર્સ કંપનીના નામે મેસેજ આવે કે તમારું પાર્સલ અટવાયેલું છે અને તેને છોડાવવા માટે તમારે અમુક ફી ભરવી પડશે.

  • તમને મેસેજ આવે કે તમે એક નવી કાર જીતી ગયા છો અને તેને મેળવવા માટે તમારે આ નંબર પર કોલ કરીને તમારી વિગતો આપવી પડશે.

સ્મીશિંગના કારણે લોકો અનેક પ્રકારના નુકસાનનો ભોગ બની શકે છે: અને આમ તો બની ગયા છે પરંતુ સમજવું જરૂરી છે કે શું કરી શકાય છે.

  • આર્થિક નુકસાન: તમારી બેંક ખાતાની વિગતો અથવા ક્રેડિટ કાર્ડની માહિતી ચોરાઈ જવાથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવી શકે છે.અને FD કરેલ હોય તો તે ઉપાડી શકે છે અને એના પર લોન લઈ શકે છે. ઘણા કિસ્સાઓ માં આવું સમાચાર માં સામે આવ્યું છે.

  • ઓળખની ચોરી Identity Theft : તારો ડિવાઇસ ને હેક કરી તમારી અંગત માહિતી જેમ કે નામ, સરનામું, જન્મતારીખ અગત્ય ના ઓળખકાર્ડ કે દસ્તાવેજો વગેરે નો ઉપયોગ કરીને ગુનેગારો તમારા નામે લોન લઈ શકે છે અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી શકે છે.

  • માલવેરનો હુમલો: એક વખત નકલી લિંક્સ પર ક્લિક કરવાથી તમારા કમ્પ્યુટર અથવા ફોનમાં વાયરસ અથવા અન્ય ખતરનાક સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ શકે છે, જે તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે અથવા તમારી જાસૂસી કરી શકે છે.આથી હમેશા સતર્ક રહો ભૂલ થી કે અજાણતા પણ ક્લિક ના થય જાય તેની કાળજી રાખો.

  • પ્રતિષ્ઠાનું નુકસાન: જો ગુનેગારો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરી લે તો તેઓ તમારા નામે ખોટી અથવા અપમાનજનક પોસ્ટ કરી શકે છે, જેનાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે.તેમના જે કોઈ પણ ઈરાદા હોય તેને પૂરા કરવા માટે હેકિંગ કરે છે.

આથી સ્મીશિંગથી બચવા માટે શું કરવું?

સ્મીશિંગથી બચવા માટે સતર્ક રહેવું અને કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવા જરૂરી છે:

  • સંસ્થાની સત્તાવાર વેબસાઇટ તપાસો: આમાં જો તમને કોઈ બેંક, ઓનલાઈન શોપિંગ વેબસાઇટ અથવા અન્ય કોઈ સંસ્થા તરફથી કોઈપણ શંકાસ્પદ મેસેજ આવે તો તેમાં આપેલી લિંક પર ક્લિક કરવાને બદલે સીધી તે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી ચકાસો અથવા તેમના કસ્ટમર કેર નંબર પર કોલ કરો.

  • અંગત માહિતી શેર ન કરો: કોઈપણ અજાણ્યા સ્રોતને મેસેજ દ્વારા તમારી સંવેદનશીલ અંગત માહિતી જેમ કે પાસવર્ડ, OTP, બેંક ખાતાની વિગતો, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે ક્યારેય ન આપો.

  • શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો: જો તમને કોઈ ઈમેલ અથવા મેસેજમાં કોઈ શંકાસ્પદ લિંક દેખાય તો તેના પર ક્લિક કરશો નહીં. તમે લિંક પર માઉસ પોઇન્ટર લઈ જઈને તેનું વાસ્તવિક URL જોઈ શકો છો.

  • ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો: તમારા તમામ મહત્વપૂર્ણ ઓનલાઈન એકાઉન્ટ્સ માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન હમેશા ઓન કરો. આનાથી જો તમારો પાસવર્ડ કોઈને ખબર પડી જાય તો પણ તે તમારા એકાઉન્ટમાં પ્રવેશી શકશે નહીં.બાદ માં જરૂર લાગે તો પાસવર્ડ બદલી નાખવા જોઈએ.

  • સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરો: તમારા કમ્પ્યુટર તથા મોબાઈલમાં વિશ્વસનીય એન્ટિવાયરસ અને એન્ટી-માલવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. આ સોફ્ટવેર તમને ખતરનાક વેબસાઇટ્સ અને લિંક્સથી બચાવી શકે છે.

  • જાહેર Wi-Fi નો સુરક્ષિત ઉપયોગ કરો: કોઈપણ જાહેર Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. સંવેદનશીલ માહિતી દાખલ કરવાનું ટાળો અને શક્ય હોય તો VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો ઉપયોગ કરો.

  • નિયમિતપણે તમારા પાસવર્ડ બદલો: તમારા ઓનલાઈન એકાઉન્ટ્સના પાસવર્ડ નિયમિતપણે બદલતા રહો અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો જેમાં 16 કે તેથી વધુ અક્ષરો, સંખ્યાઓ અને વિશિષ્ટ ચિહ્નોનું મિશ્રણ હોય.

  • સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવો: તમારા પરિવાર અને મિત્રોને પણ ફિશિંગ અને સ્મીશિંગના જોખમો વિશે માહિતી આપો અને તેમને સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરો.

ખાસ યાદ રાખજો : સ્મીશિંગ એ સાયબર ગુનેગારોના સૌથી સામાન્ય અને અસરકારક હથિયારોમાંથી એક છે. સતર્કતા, સમજદારી અને યોગ્ય સાવચેતી રાખીને આપણે આ ખતરનાક માયાજાળથી બચી શકીએ છીએ અને આપણી ડિજિટલ દુનિયાને સુરક્ષિત રાખી શકીએ છીએ. આવી માહિતી લોકો સુધી શેર અવશ્ય કરશો.

#ફિશિંગ #સ્મીશિંગ #ઓનલાઈનછેતરપિંડી #સાયબરક્રાઈમ #ઈમેલસ્કેમ #મેસેજસ્કેમ #ઓનલાઈનસુરક્ષા #Phishing #Smishing #desicyberseva

FAQ:

➤ પ્રશ્ન 1: Smishing શું છે અને તે કેવી રીતે થાય છે?

જવાબ: Smishing એ phishingનો SMS version છે—જેમાં ખોટા મેસેજો મોકલીને વ્યક્તિગત માહિતી જેવી કે OTP, bank details, KYC documents વગેરે ચોરી કરવાનો પ્રયાસ થાય છે.

➤ પ્રશ્ન 2: Smishingથી શું જોખમો ઊભા થાય છે?

જવાબ: Smishingથી financial fraud, identity theft, unauthorized access અને malware infection જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

➤ પ્રશ્ન 3: Smishingથી બચવા માટે શું કરવું જોઈએ?

જવાબ: Unknown links પર click ન કરો, shortened URLs avoid કરો, suspicious SMS delete કરો, antivirus apps install કરો અને bank-related OTP કે password કોઈ સાથે શેર ન કરો.

સંબંધિત પોસ્ટ